________________
संवत्सरना प्रत्येक रात्रि-दिवसनुं प्रमाण
२१६
આ પ્રમાણે તે બન્ને સૂર્યોનો સભ્યન્તર અને સર્વબાહ્યમંડળનો થઈ બે અહોરાત્ર કાળ, અને વચ્ચેના ૧૮૨ મંડળે સૂર્યનું સંવત્સરમાં બે વાર આવવાનું થતું હોવાથી પ્રત્યેક મંડળાશ્રયી બે અહોરાત્ર કાળ થતો હોવાથી ૧૮૨ મંડળાશ્રયી ૩૬૪ દિવસ કાળ-તેમાં પૂર્વોક્ત બે મંડળનો બે અહોરાત્રિ કાળ પ્રક્ષેપતાં ૩૬૬ દિવસ કાળ એક સંવત્સરનો પ્રાપ્ત થાય.
ઉપરોક્ત કથનાનુસારે સૂર્યો દક્ષિણાભિમુખ ગમન કરતા સર્વભ્યન્તરમંડળના દ્વિતીય મંડળથી લઈ સર્વબાહ્યમંડળના અંતિમ ૧૮૪મા મંડળે પહોંચે છે. અહીં સર્વબાહ્યમંડળ દક્ષિણે હોવાથી સૂર્યની દક્ષિણાભિમુખ ગતિને અંગે થતો છ માસ કાળ તે સર્વ ક્ષિાયનનો કહેવાય છે. આ દક્ષિણાયનનો આરંભ થવા માંડે ત્યારથી સૂર્ય સર્વબાહ્યમંડળ તરફ હોવાથી ક્રમે ક્રમે તે સૂર્યનો પ્રકાશ તે તે ક્ષેત્રોમાં ઘટતો જાય છે, આપણે તેના તેજની પણ મન્ત્રતા જોઈએ છીએ, અર્થાત્ તેથી દિનમાન જાય છે, અને રાત્રિ ૨૪લંબાતી જાય છે.
ટૂંકું થતું
એ સૂર્યો જ્યારે સર્વબાહ્યમંડળમાંથી પુનઃ પાછા ફરતા દ્વિતીય મંડળથી માંડી ઉત્તરાભિમુખ ગમન કરતા જંબૂદ્વીપમાં પ્રવેશી સર્વબાહ્યમંડળની અપેક્ષાએ ઉત્તર દિશામાં રહેલા સર્વાભ્યન્તરે પ્રથમ મંડળે આવે ત્યારે બીજા મંડળથી સર્વાભ્યન્તરમંડળ સુધીનાં ૧૮૩ મંડળોના પરિભ્રમણનો ૬ માસ પ્રમાણ કાળ તે ‘ઉત્તરાવળ’નો કહેવાય છે, દક્ષિણાયન પૂર્ણ થાય—એટલે અંતિમ મંડળ વર્જી દ્વિતીય મંડળે ‘ઉત્તરાયળ’નો પ્રારંભ થાય, ત્યાંથી સૂર્ય સભ્યન્તરમંડળ તરફ વધતો હોવાથી પૂર્વે તે સૂર્યના પ્રકાશમાં દક્ષિણાયન પ્રસંગે હાનિ થતી હતી એને બદલે હવે ક્રમેક્રમે તેના તેજમાં વૃદ્ધિ થતી જાય અને પ્રકાશક્ષેત્ર વધારતો જાય તેથી તે તે ક્ષેત્રોમાં ક્રમેક્રમે દિનમાન વધતું જાય જ્યારે રાત્રિમાન ઘટતું જાય છે.
વધુમાં અહીંઆ એ પણ સમજવું કે સૌરમાસ–સૂર્યસંવત્સર–દક્ષિણાયન—અવસર્પિણી— ઉત્સર્પિણીયુગ—પલ્યોપમસાગરોપમ ઇત્યાદિ સર્વ કાળભેદોને સમાપ્ત થવાનો પ્રસંગ કોઈપણ મંડળે જો આવતો હોય તો સર્વભ્યન્તરમંડળે પૂર્ણ થતાં જ—એટલે કેવળ દક્ષિણાયન અથવા કર્કસંક્રાંતિના પ્રથમ દિવસે આષાઢી પૂનમે આવે છે. અને વળી સર્વ પ્રકારના કાળભેદોનો પ્રારંભ સર્વાભ્યન્તરમંડળથી દ્વિતીય મંડળે એટલે દક્ષિણાયનના છ માસિક કાળના પ્રથમ દિવસના પ્રારંભ સાથે જ શ્રાવણ વિદ ૧ મે (ગુજરાતી) અષાઢ વિદ ૧ મે, અભિજત નક્ષત્રયોગે પ્રાવૃટ્ ઋતુના આરંભમાં ભરત ઐરવતમાં દિવસની આદિમાં અને વિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે.
એ પ્રમાણે સર્વ બાહ્યમંડળમાંથી આભ્યન્તર મંડલે આવતાં પ્રત્યેક સૂર્યને પ્રત્યેક મંડળે એકએક અહોરાત્રકાળ (સ્વસ્વ અર્ધ–અર્ધમંડળ ચરતા) થતો જાય છે. એ પ્રમાણે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યમંડળે જનાર સૂર્યને પણ પ્રતિમંડળે એકએક અહોરાત્ર કાળ થાય છે. ઉત્તરાયણ–દક્ષિણાયનનો બધો (૧૮૩+૧૮૩)કાળ ભેગો કરતાં ૩૬૬ દિવસ પ્રમાણ થાય છે. જે દિવસો એક સંવત્સર પ્રમાણ છે. ।। વૃતિ દ્વિતીયદ્વારપ્રરૂપળા ||
૨૩૯૯૨૪૦. આ વખતે દક્ષિણાયન હોવાથી પૂર્વ દિશામાં, પણ દરરોજ દક્ષિણ તરફ ખસતો ખસતો સૂર્ય દક્ષિણદિશા તરફ ઉદય પામતો પામતો દેખાય છે અને ઉત્તરાયણમાં પૂર્વીદેશામાં; પણ ઉત્તર તરફ ખસતો ખસતો સૂર્ય ઉત્તર તરફ ઉદય પામતો હોય તેમ દેખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org