SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह થાય, પરંતુ પ્રત્યેક મંડળ બન્ને સૂર્યોને પૂર્ણ કરવાનું હોય છે તેથી પ્રત્યેક સૂર્યને અર્ધ અર્ધ મંડળ ચાર માટે પ્રાપ્ત થાય છે. (આથી જે જે દિશામાં સૂર્ય હોય તેણે દિશાગત ક્ષેત્રે એક એક અહોરાત્ર કાળ અર્ધ અર્ધ મંડળ સૂર્ય ચરતો જાય તેમ તેમ પ્રાપ્ત થતો જાય.) આ સર્વાભ્યન્તરમંડળનો પ્રથમ અહોરાત્ર તે ઉત્તરાયણનો અંતિમ અહોરાત્ર કહેવાય છે. આ પ્રમાણે બન્ને સૂર્યો બે અહોરાત્ર કાળવર્ડ સભ્યન્તરમંડળને પૂર્ણ કરી જ્યારે બન્ને સૂર્યો બીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે તે મંડળ પણ પૂર્વવત્ (પ્રથમ મંડળવત્) પ્રત્યેક સૂર્યને અર્ધ અર્ધ ચાર માટે પ્રાપ્ત થાય અને બન્ને સૂર્યો તે મંડળને બે અહોરાત્ર કાળ થયે પૂર્ણ કરે, આ પ્રમાણે આ બીજા મંડળનો જે અહોરાત્ર તે શાસ્ત્રીય નૂતન સંવત્સરનો પહેલો (શાસ્ત્રીય શ્રાવણ વિદ એકમ, આપણી ગુજરાતી અષાઢ વિદ એકમથી) અહોરાત્ર કહેવાય છે. આથી જ જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે આવી સર્વબાહ્યમંડળના બીજા (૧૮૩માં) મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જે અહોરાત્ર વડે એ મંડળ પૂર્ણ કરે તે અહોરાત્ર ‘ઉત્તરાયળ’ના પ્રારંભકાળનો પ્રથમ અહોરાત્ર કહેવાય છે. જેમ દક્ષિણાયનનો પ્રારંભ સર્વાભ્યન્તર-પ્રથમમંડળ વર્જીને ગણાય છે તેમ ઉત્તરાયણનો પ્રારંભ પણ સર્વ બાહ્યમંડળ વર્જીદ્વિતીય મંડળથી ગણાય છે, અને તે યોગ્ય જ છે, કારણકે સૂર્ય સવભ્યિન્તરમંડળના દ્વિતીય મંડળથી માંડી જ્યારે અંતિમ સર્વબાહ્યમંડળ (પ્રથમ વર્જીને ૧૮૩ મંડળ) ફરી રહે ત્યારે દક્ષિણાયનનો (સૂર્ય દક્ષિણદિશા તરફ રહેલા સર્વ બાહ્યમંડલ તરફ જતો હોવાથી) જે છ માસનો કાળ તે યથાર્થ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સૂર્ય જ્યારે સર્વબાહ્યમંડળના દ્વિતીયમંડળથી આરંભીને જ્યારે સર્વાભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે આવી તે મંડળ ફરી રહે ત્યારે ઉત્તરાયણનો જે છ માસ કાળ તે યથાર્થ પૂર્ણ થાય છે. અહીંયા એટલું વિશેષમાં સમજવું કે—પ્રતિવર્ષે બન્ને સૂર્યોનું સભ્યન્તરનું પ્રથમ મંડળ અને સર્વ બાહ્ય—તે અંતિમ મંડળ, એ બે મંડળો વર્જી બાકીનાં ૧૮૨ મંડળે (દક્ષિણાયન પ્રસંગે) જતાં અને (ઉત્તરાયણ પ્રસંગે) આવતાં, એમ બે વાર જવું—આવતું થાય છે. જ્યારે સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળે સૂર્યોનું સારાએ સંવત્સરમાં એક જ વાર આવાગમન થાય છે. [કારણ કે કલ્પના તરીકે વિચારતાં સર્વબાહ્યમંડળથી આગળ ફરવાને અન્ય મંડળ છે જ નહીં કે જેથી સૂર્યોને આગળનું મંડળ ફરીને સર્વબાહ્યમંડળે બીજીવાર આવવાનું બને, તેવી જ રીતે સભ્યન્તરમંડળથી અવિક્—અંદર પણ મંડળક્ષેત્ર નથી જેથી સર્વાભ્યન્તરમંડળે પણ બે વાર ફરવાનો અવસર પ્રાપ્ત થાય, એ વસ્તુ જ નથી ત્યાં પછી બે વારના આવાગમનની વિચારણા અસ્થાને છે.] ૨૩૮. અત્યારે વ્યવહારમાં બેસતા વર્ષનો પ્રારંભ કોઈ જગ્યાએ કાર્તિકમાસ તેમજ કોઈ જગ્યાએ ચૈત્રમાસની શુકલ પ્રતિપદાથી ગણાય છે. આ કાર્તિક માસથી વર્ષનો પ્રારંભ ગણવાની પ્રવૃત્તિ વિક્રમરાજાના સમયથી શરૂ થયેલી છે. જે રાજા પ્રજાને અનૃણી (દેવા રહિત) કરે તે રાજાનો જ સંવત્સર પ્રજાજનો ખુશી થઈને પ્રવર્તાવે એવી પ્રથા છે. વિક્રમે તેમ કર્યું હતું. આ કાર્તિક માસથી શરૂ થતા વર્ષારંભના દિવસે સૂર્ય યુગમર્યાદા પ્રમાણે પહેલાં વર્ષે ૧૦૪ વા ૧૦૫ મંડળે, બીજા વર્ષે ૯૩મા, ત્રીજા વર્ષે ૮૧, ચોથા વર્ષે ૮૯ અને પાંચમા વર્ષે ૮૭મા મંડલે હોય; આ સ્થૂલ ગણિત હોવાથી કાચિત્ ના-૧ મંડલથી વધુ તફાવતનો સંભવ ખરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy