SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ૭ ર૦ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ આવતા નથી. ચન્દ્રમંડળો ૧૫ હોવાથી પાંચ આંગુલીઓનાં આંતરાં જેમ ચાર તેમ) તેનાં આંતર–ગાળા ૧૪ છે, અને સૂર્યમંડળોની સંખ્યા ૧૮૪ હોવાથી તેનાં આંતરાં ૧૮૩ છે. ચન્દ્રમંડળના એક અંતરનું પ્રમાણ ૩૫૬ ૪ યોજન છે, જ્યારે સૂર્યમંડળના એક અંતરનું પ્રમાણ બે યોજન છે. ચન્દ્રનું મંડળ | યોજન પ્રમાણ વિખંભવાળું છે, જ્યારે સૂર્યમંડળ ૪૬ યોજનપ્રમાણ વિખંભસમ્પન છે. ઇત્યાદિ તફાવતો સ્વયં વિચારી લેવા યોગ્ય છે. [ प्रथम सूर्यमंडलोनो अधिकार ) [જો કે ઋદ્ધિ વગેરેની અપેક્ષાએ જોતાં ચન્દ્ર વિશેષ મહદ્ધિક છે તેથી સામાન્ય ક્રમ પ્રમાણે તો ચન્દ્રમંડલોની વક્તવ્યતા પ્રથમ કહેવી જોઈએ, તથાપિ સમય આવલિકા–મુહૂર્તદિવસ–પક્ષ-માસઅયન–સંવત્સર ઈત્યાદિ કાળનું માન સૂર્યની ગતિને અવલંબીને રહેલું હોવાથી તેમજ સૂર્યમંડળોનો અધિકાર સવિસ્તર કહેવાનો હોવાથી પ્રથમ સૂર્યમંડળોનું સુવિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. એમાં પ્રથમ તેની ગતિ સંબંધી વર્ણન પાંચ દ્વારોથી કરાય છે. (૧) ચારક્ષેત્રપ્રમાણપ્રરૂપણા (૨) અંતરક્ષેત્રપ્રમાણપ્રરૂપણા (૩) સંખ્યાપ્રરૂપણા (૪) અબાધાપ્રરૂપણા. તે ત્રણ પ્રકારે. (૫) ચારગતિપ્રરૂપણાને સાત દ્વારે કરીને ક્રમશઃ કહેવાશે. એ પૈકી ચારક્ષેત્ર, અંતર અને સંખ્યા એ ત્રણ પ્રરૂપણા તો આ ગ્રન્થમાં કરેલી છે જ. 9–સૂર્યનાં મંડજ્ઞોનું વાક્ષેત્રમા :ચન્દ્ર-સૂર્યનાં મંડળોની સંખ્યામાં યદ્યપિ ઘણો તફાવત છે, તો પણ બનેનું ચારક્ષેત્ર તો ૫૧૦ યોજના ૪૮ ભાગ પ્રમાણ સરખું જ છે. એ સર્વનું ચારક્ષેત્ર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કહેવાય છે. તેમાં પ્રથમ એકંદર અંતરક્ષેત્ર કેટલું થાય? તે બતાવે છે. સૂર્યનાં મંડલો ૧૮૪ અને તેનાં આંતરાં ૧૮૩ છે. પ્રત્યેક સૂર્યમંડલનું અંતરપ્રમાણ બે યોજનનું હોવાથી સંપૂર્ણ અંતરક્ષેત્ર [૧૮૩૪૨=] ૩૬૬ યોજનાનું આવ્યું. સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી અને પ્રત્યેક મંડળનો વિસ્તાર એક યોજનના ભાગ પ્રમાણ પડતો હોવાથી સર્વ મંડલનો એકંદર વિસ્તાર લાવવા ૧૮૪ મંડલો) _૪૪૮ ૮૮૩૨ એકસઠીયા ભાગો આવ્યા. તેના યોજન કરવા માટે૬૧) ૮૮૩ર (૧૪૪ ૬૧ પૂર્વે આવેલાં સૂર્યમંડળનાં અંતરક્ષેત્રનાં ૩૬૬ યોજનમાં ૨૭૩ આવેલ મંડળ ક્ષેત્રનાં યો૦ ૧૪૪–૪૮ ભાગ ઉમેરતાં ૫૧૦ યો૦ ૪૮ ભાગ સૂર્યનું ૨૯૨ ચારક્ષેત્ર પ્રમાણ. ૨૪૪ ૪૮ ભાગ ૨૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy