SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ રક્રમંs-સૂર્યમંડનમાં તાવત ૨૦ ત્યાંથી પ્રથમ ક્ષણસમયથી જ ક્રમે ક્રમે અન્ય મંડળની છત્તા તરફ દૃષ્ટિ રાખતા કોઈ એક પ્રકારની ગતિવિશેષવડે કલા–કલામાત્ર ખસતા ખસતા (એટલે વધારે વધારે અબાધાને ક્રમશઃ કરતા) જતાં હોવાથી આ સુર્ય ચન્દ્રનાં મંડળો નિશ્ચયથી સંપૂર્ણ ગોળાકાર જેવાં મંડળો નથી, પરંતુ મંડળ સરખાં હોવાથી મંડળ જેવાં દેખાય છે અને તેથી વ્યવહારથી તે મંડળ કહેવાય છે. (જુઓ ૨૦૦માં પૃઇ ઉપર આપેલી આકૃતિ–]. વળી ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણ પ્રકાશ પડે છે તે સૂર્યનાં વિમાનનો છે, કારણકે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે અને તે પૃથ્વીકાયિક જીવોને પુદ્ગલવિપાકી આતપનામકર્મનો ઉદય હોય છે, તેથી સ્વપ્રકાશ્યક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનનો ઉષ્ણ પ્રકાશ પડે છે. કેટલાક અનભિજ્ઞજનો “આ પ્રકાશ (વિમાનમાં વસતા) ખુદ સૂર્યદેવનો છે એવું માને છે. પરંતુ તેઓનું તે મન્તવ્ય વાસ્તવિક નથી. જો કે સૂર્યદિવ છે તે વાત યથાર્થ છે કિંતુ તે તો પોતાના વિમાનમાં સ્વયોગ્ય દિવ્યદ્ધિને ભોગવતો થકો આનંદમાં કાળ નિર્ગમન કરે છે. આ ચર જ્યોતિષી વિમાનોનું સ્વસ્થાનાપેક્ષયા ઊર્ધ્વગમન તેમજ અધોગમન તથાવિધ જગત્ સ્વભાવથી હોતું જ નથી, ફક્ત સવભ્યિત્તરમંડલમાંથી સર્વબાહ્યમંડલે તેમજ સર્વબાહ્યમંડલેથી સવભિંતરમંડલે આવવા-જવારૂપ વર્તુલાકારે ગમન થાય છે, અને તે પ્રથમ જણાવ્યા પ્રમાણે જ્યોતિષીદેવોનાં વિમાનોનું જ થાય છે, અને તે વિમાનમાં દેવો સહજભાવે આનંદથી વિચરતા હોય તે વસ્તુ જુદી છે. પરંતુ વિમાનોનાં પરિભ્રમણની સાથે દેવોનું પણ પરિભ્રમણ હોય જ અથવા દેવો, વિમાનોનું જે ૫૧૦ યોજન પ્રમાણ ચારક્ષેત્ર હોય તેથી વિશેષ ક્ષેત્રમાં ન જ જઈ શકે તેવો નિયમ હોતો નથી. સ્વૈરવિહારી હોવાથી પોતાની મર્યાદા પ્રમાણે નંદીશ્વરાદિ દ્વીપો વગેરે સ્થાને યથેચ્છ જઈ શકે છે. આ જ્યોતિષીનિકાયના દેવોને કેવું દિવ્ય સુખ હોય છે? તે બાબત પંચમાંગ શ્રી ભગવતીસૂત્રમાંથી અથવા તો ટૂંકો ખ્યાલ આ જ ગ્રંથમાં આગળ આપવામાં આવનાર જ્યોતિષનિકાય–પરિશિષ્ટમાંથી જાણવી. चन्द्रमंडळ अने सूर्यमंडळमां तफावतચન્દ્રનાં ૧૫ મંડળો છે જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો છે. ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી પાંચ મંડળો જંબૂદ્વીપમાં અને દશ મંડળો લવણસમુદ્રમાં પડે છે. જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબૂદ્વીપમાં છે અને ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રવિમાનની અપેક્ષાએ સૂર્યવિમાનની ગતિ શીધ્ર છે તેથી ચન્દ્રમંડળો કરતાં સૂર્યમંડળો નજીક નજીક પડે છે. ચન્દ્ર અને સૂર્યનું એકંદર મંડળક્ષેત્રચારક્ષેત્ર ૫૧૦ યોજન : ભાગ પ્રમાણનું છે, તેમાં ૧૮૦ યોજન પ્રમાણ ચારક્ષેત્ર જંબૂદ્વીપમાં છે અને ૩૩૦૬ યોજના ક્ષેત્ર લવણસમુદ્રમાં હોય છે. સૂર્યમંડળોમાં દક્ષિણાયન અને ઉત્તરાયણના ખાસ મુખ્ય વિભાગો છે, ચન્દ્રમંડળોમાં તેવા બે વિભાગો છે, પરંતુ સૂર્યવતું નથીતેમજ વ્યવહારમાં २२७. रविदुगभमणवसाओ, निष्फज्जइ मंडलं इह एगं । तं पुण मंडलसरिसं, ति मंडलं वुच्चइ तहाहि ।।१।। गिरिनिसढनीलवंतेसु, उग्गयाणं रवीण कक्कंमि । पढमाउ चेव समया, ओसरणेणं जओ भमणं ।।२।। तो नो निच्छयरूवं, निष्फजई मंडलं दिणयराणं । चंदाण वि एवं चिअ, निच्छयओ मंडलाभावो ||३|| रविबिंबे उ जियंगं तावजुयं आयवाउ न उ जलणे | जमुसिणफासस्स तहिं लोहियवण्णस्स उदओत्ति ॥४॥' ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy