________________
भरतक्षेत्रनुं संक्षिप्त स्वरूप
૧૬ શ્રી દેવીના નિવાસવાળો “T' નામનો દ્રહ આવેલો છે. એમાંથી નીકળતી ગંગા અને સિંધુ સ્વસ્વદિશા તરફ, પર્વત ઉપર વહીને, ગંગા નદી ઉત્તરભરતાર્ધ તરફ ૧૪000 નદીઓની સાથે મૈત્રી કરતી દક્ષિણસમુદ્રમાં મળી જાય છે. એ જ પ્રમાણે ૧૪000 નદીઓ વડે પરિવરેલી બીજી સિન્ધનદી પશ્ચિમ દિશાએ દીઘવૈતાઢ્ય પર્વત નીચે થઈ, દક્ષિણભરતાર્ધ તરફ વહીને દક્ષિણસમુદ્રને મળી જાય છે.
આ શાશ્વતી ગંગા અને સિન્ધ બને નદીઓએ તેમજ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલા દીઈવૈતાઢ્ય પર્વતે એટલે કે બે નદી તથા પર્વત મળીને આ ભરતક્ષેત્રના છ વિભાગો પાડ્યા છે. આપણે દક્ષિણ ભરતાધના મધ્યખંડમાં રહીએ છીએ અને એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે વર્તમાન દુનિયાનો દક્ષિણભરતાર્ધમાં સમાવેશ થાય છે. આ જંબુદ્વીપ ભરતખંડના પ્રમાણ જેટલા ૧૯oખંડ પ્રમાણ હોવાથી આ ભરતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ છે. આ ક્ષેત્રના મધ્યમાં અયોધ્યા નગરી આવેલી છે. તેમજ ૬૩ રશલાકા પુરુષો પણ આ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. આ ભરતખંડની ઉત્તરદિશાએ વૈતાઢ્ય ઓળંગી ત્યારપછીનું ભરતક્ષેત્ર વટાવ્યા બાદ ભરતથી દ્વિગણ વિસ્તારવાળો (૧૦૫ર યોજન ૧૨કળા પ્રમાણ), વેદિકા અને વનથી સુશોભિત, પીત સવર્ણમય, લંબચોરસાકારે જિનભવનાદિથી વાસિત. ૧૧ કટવાળો. સાધિક ૨૪૯૩ર યોજન લાંબી જીવાવાળો, ૨ ખંડ પ્રમાણે, “તપુહિમવંત’ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર આવેલા પાદ્રહમાં શ્રીદેવીનો નિવાસ છે. આ પર્વત ઉપર ચઢી, તેટલું જ બીજી બાજુએ ઉતરીએ ત્યારે તરત જ, પૂર્વના પર્વતથી દ્વિગુણ (૨૧૦૫ યોજન ૫ કળા) વિસ્તારયુક્ત અને ૩૮૬૭૪૧૬ યોજના દીર્ઘ જીવાવાળું, ચાર ખંડ પ્રમાણ અવસર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના ભાવવાળું “હિમવંતક્ષેત્ર’ આવેલું છે. આ ક્ષેત્રમાં પૂર્વે “દિતા અને પશ્ચિમે “ોહિતાશા' નદી વહે છે. આ ક્ષેત્રના મધ્યમાં અથવા આ બે નદીઓનો જ્યાં નજીક સંયોગ થાય તે સ્થાને શાપતી નામનો વૃતવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર સંપૂર્ણ થયા બાદ તરત જ પૂર્વક્ષેત્રથી દ્વિગુણ (૪૨૧૦ યોજન ૧૦ કળા) વિસ્તારવાળો, સાધિક ૫૩૯૩૧ યોજન દીર્ઘજીવાવાળો, ૮ ખંડ પ્રમાણ, ૨00 યોજન ઊંચો, પીતસુવર્ણનો, ૮ ફૂટ–શિખરવાળો, લંબચોરસ (પૂર્વેથી પશ્ચિમ સુધી ગયેલો) વેદિકા અને વનથી સુશોભિત, “મહાદિનવંત’ નામનો પર્વત આવેલો છે. આ પર્વત ઉપર બે હજાર યોજન લાંબો, ૧ હજાર યોજન પહોળો, ૧૦ યોજન ઊંડો “ઢી દેવીના નિવાસવાળો મહાપા નામનો દ્રહ આવેલો છે. આ પર્વત ઉપર ચઢીને તેટલું જ નીચે ઉતરતાં તૂર્ત જ મહાહિમવતની ઉત્તર પૂર્વથી દ્વિગુણ (૮૪૨૧ યોજન ૧ કળા) વિસ્તારવાળું, ૭૩૯૦૧ યોજન પૂર્વ-પશ્ચિમ દીર્ઘજીવાવાળ, ૧૬ ખંડ પ્રમાણ, પૂર્વદિશામાં વહેતી હરિસનિતા અને પશ્ચિમમાં વહેતી દરિાન્તા નદીથી યુક્ત, ક્ષેત્રમધ્ય રહેલા ગંધાતી નામના વૃત્તવૈતાદ્યવાળું, અવસર્પિણીના બીજા આરાના પ્રારંભના ભાવો સરખું હરિવર્ષ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે. ૨૧૧. [૩યસ તંદા, ભરપમાન માફg | દવા નવય સર્વે, ગુ મરદપમાાં દવ૬ નવઉં || કિંજૂ. સંગ્રહણી)
૨૧૨. શલાકાપુરુષોની ઉત્પત્તિ ઐરાવત અને મહાવિદેહમાં પણ હોય છે અને ત્યાં તેઓ યથાયોગ્ય વિજયોને પણ સાધે છે.
૨૧૩. દરેક વર્ષધરો વેદિકા વન સહિત સમજવા.
૨૧૪. આ છએ ક્ષેત્રોમાં રહેનારા યુગલિકો સ્વભાવે સરળ, ભોળા ને સર્વ રીતે સુખી તેમજ દિવ્યસ્વરૂપી હોય છે. અને એ છએ યુગલિક મહાક્ષેત્રોમાં રસ (શસ્ત્ર વ્યવહારાદિ), મસિ (લેખન કળાદિ), ઋષિ (ખેડૂત વ્યાપારાદિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org