________________
9૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ક્ષેત્ર સંપૂર્ણ થયા બાદ તૂર્ત જ મેરુથી દક્ષિણે (રિવર્ષોત્તર) પૂર્વથી દ્વિગુણ ૧૬૮૪૨ યોજન-૨ કળા વિસ્તારવાળો, સાધિક ૯૪૧૫૬ યોજન દીર્ઘ જીવાવાળો, ૪00 યોજન ઊંચો, ૩૨ ખંડ પ્રમાણ, ૯ કૂટવાળો, તપનીય-રક્ત સુવર્ણનો, અને સૂર્યચન્દ્ર મંડલોના આધારવાળો (અને તેથી જ આ ગ્રંથમાં આ અઢીદ્વીપનું વર્ણન કરવામાં સહાયક બનેલો) ‘નિષધ' નામનો પર્વત આવેલો છે. આ પર્વત ઉપર વ્યંતરનિકાયની “ધી” નામના દેવીના નિવાસવાળો, ૪000 યોજન લાંબો, ૨000 યોજન પહોળો, ૧૦ યોજન ઊંડો ‘તિનિછિદ્ર આવેલો છે.
આ પર્વત ઉપર આ બાજુથી ચઢીને પેલી બાજુ ઉતરીએ કે તરત જ નિષધપર્વતથી દ્વિગુણ ૩૩૬૮૪ યોજન ૪ કળા વિસ્તીર્ણ અને મધ્યમાં ૧ લાખ યોજન દીર્ઘ, ૬૪ ખંડ પ્રમાણ, નિષધ અને નીલવંત વચ્ચેના ભાગમાં રહેલું “મહાવિદક્ષેત્ર' આવેલું છે. આ ક્ષેત્રની મધ્યમાં એક લાખ યોજન ઊંચો, પીત સુવર્ણમય, શાશ્વતો એવો મેરુપર્વત આવેલો છે. આ પર્વત નવાણું હજાર (૯૯૦૦૦) યોજના જમીનની બહાર છે, જેથી જ્યોતિષીનિકાયના મધ્યભાગને પણ વટાવી આગળ ઊંચો ચાલ્યો ગયો છે, તેનું ૧000 યોજન જેટલું મૂળ જમીનમાં ગયેલું છે, એથી તે રપ્રભા પૃથ્વીના પહેલા કાંડના અંત સુધી પહોંચેલો છે, તેથી એ પર્વતનું હજાર યોજન પ્રમાણ જ્યાં પૂર્ણ (સમભૂતલ સ્થાને) થાય છે તે સર્વ ભાગને ઇંદ્ર કહેવાય છે. એ કંદસ્થાને તેનો વિસ્તાર ૧૦000 યોજનનો છે. અને ઉપર જતાં ઘટતો ઘટતો શિખરભાગે ૧000 યોજન પહોળો રહે છે, તેથી આ પર્વત ઊંચા કરેલા ગોપુચ્છ' સરખો દેખાય છે. આ પર્વત ત્રણ વિભાગથી વહેંચાયેલો છે, એટલે કે–જમીનમાં ગયેલો હજાર યોજનથી હીન જે કાંડ (ભાગ) તે પ્રથમવાખવું કહેવાય. આ કાંડ–કાંકરા, પથ્થર અને રત્નાદિથી બનેલો છે. હીન એવાં ૧ હજાર યોજનથી લઈને (રત્નપ્રભાગત સમભૂતલા રુચકથી) ૬૩ હજાર યોજન પ્રમાણ સ્ફટિકરત્ન એકરત્ન તથા રૂપું સુવર્ણ મિશ્રિત દ્વિતીયાપણું છે. એમાં સમભૂતલાથી ૫૦૦ યોજન પછી “નંદુનવન' આવેલું છે, નીચે કન્દભાગે “ભદ્રશાત' વન છે અને ૬૩ હજાર યોજના પૂર્ણ થાય ત્યાં “સોમનસ' વન છે. આ સોમનસ વનથી શિખર સુધીનો ૩૬ હજાર યોજનનો ભાગ તે ત્રીનો વાંડ કહેવાય છે અને તે જાંબૂનદ રિકત] સુવર્ણનો બનેલો છે.
આ ત્રીજા કાષ્ઠ ઉપર “પાંડુવન’ આવેલું છે. આ વનમધ્યે એક ચૂલિકા આવેલી છે. તે ૪૦ યોજન ઊંચી, મૂળમાં ૧૨ યોજન પહોળી, શિખરે ૪ યોજન પહોળી, વૈડૂર્ય રત્નની, શ્રીદેવીના ભવન સરખી વૃત્તાકાર અને ઉપર એક મોટા શાશ્વત ચૈત્યગૃહવાળી છે. - આ ચૂલિકાથી ૫૦ યોજન દૂર પાંડુકવનમાં ચારે દિશાએ ચાર જિનભવનો છે. આ ચારે ભવનોની બહાર ભરતાદિક્ષેત્રોની દિશા તરફ ૨૫૦ યોજન પહોળી, ૫00 યોજન દીર્ઘ, ૪ યોજના એ ત્રણેનો વ્યાપાર ન હોવાથી તેઓને કર્મબંધન અલ્પ હોય છે. આ યુગલિકો મરીને અવશ્ય દેવ થાય છે. આ ક્ષેત્રો અકર્મભૂમિનાં સમજવાં. કુલ અઢીદ્વીપમાં ૫ હૈમવંત, ૧ હરિવર્ષ ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યફ અને ૫ હૈરણ્યવત્ થઈ ત્રીસ અકર્મભૂમિઓ સમજવી. તે માટે કહ્યું છે કે – –
"हेमवयं हरिवासं देवकुरु तह य उत्तरकुरुवि | रम्मय एरण्णवयं इय छ ब्यूमिओ पंचगुणा ।।१।। एया अकम्मभूमीओ तीस सया जुयलधम्मजयठाणं । दसविहकप्पमहदुमसमुत्थभोगा पसिद्धाओ ॥२॥
પ્રિવચનસારોદ્ધાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org