________________
मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो
9ળરૂ અને આ ચન્દ્રીયા સંગ્રહણી ગ્રન્થની ચકામાં જણાવેલો એક દિગમ્બર મત જોઈ લઈએ
# [હિતી] વિશ્વરીયમનિરૂપ છે મનુષ્યક્ષેત્ર બહાર ક્યા દ્વીપસમુદ્રમાં કેટલી કેટલી ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ હોય ? તે પંક્તિઓ કેવી રીતે વ્યવસ્થિત હોય? તેમજ પ્રત્યેક પંક્તિમાં કેટલા કેટલા ચન્દ્ર તથા સૂર્ય હોય અને તે ચન્દ્ર-સૂર્યવિમાનોનું પરસ્પર અંતર કેટલું હોય? તે દિગમ્બરાચાર્યનાં મત પ્રમાણે જણાવાય છે.
મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર-સૂર્યની વ્યવસ્થા સંબંધમાં ત્રણ મતો પ્રવર્તે છે. તેમાં એક મત ચાલુ ગ્રન્થકારનો, જે અગાઉ ૭૮-૭૯ ગાથા વડે કહેવાઈ ગયો છે. અત્યારે કહેવાતો દિગમ્બરીય મત તે બીજો અને ત્રીજો ૮૩-૮૪-૮૫ એ ત્રણ ગાથાના વિવેચન વડે કહેવાશે.
મનુષ્યક્ષેત્ર બહારનું અર્ધપુષ્કરવર ક્ષેત્ર આઠ લાખ યોજન પ્રમાણ વલયવિષ્કન્મવાળું છે. તેમાં આ બીજ (દિગમ્બરીય) મત પ્રમાણે આઠ પંક્તિઓ રહેલી છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારસુધી જે ચન્દ્ર-સૂર્ય—નક્ષત્રાદિની પંક્તિઓ સમશ્રેણીએ લેવામાં આવતી હતી તે પ્રમાણે ન લેતાં પરિરયાકારે (વર્તુલાકારે) લેવાની છે અને ગોળ કે માળાકારે રહેલી તે પ્રત્યેક પંક્તિઓ એક એક લાખ યોજનને અંતરે રહેલી છે. મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાર્ધદ્વીપમાં વર્તતી આઠ પંક્તિઓ પૈકી પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યો આવેલા છે. આ માળાકારે રહેલ પંક્તિમાં ચન્દ્રથી સૂર્યનું અંતર સાધિક ૫૦૦૦૦–પચાસ હજાર યોજન છે અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા તો સૂર્યથી સૂર્યનું અંતર સાધિક ૧00000 (એક લાખ) યોજન છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે આ પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યો છે એટલે કે બન્નેની એકંદર સંખ્યા ૨૯૦ની છે અને એક ચન્દ્રથી સૂર્યનું અંતર સાધિક પચાસ હજાર યોજનનું છે, તો ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યોને માળાકારે રહેવામાં કેટલું ક્ષેત્ર જોઈએ? અથવા ચન્દ્રથી ચન્દ્રનું અને સૂર્યથી સૂર્યનું અંતર સાધિક એક લાખ યોજન છે તો ૧૪૫ ચન્દ્રને અથવા ૧૪૫ સૂર્યને પરિરયાકારે ગોઠવવામાં કેટલું ક્ષેત્ર જોઈએ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે તે માટે ૧૪૫૪૬૪૭૭-એક ક્રોડ, પીસ્તાલીશ લાખ, બેંતાલીસ હજાર, ચારસો ને સીત્તોતેર યોજન પ્રમાણ ક્ષેત્ર જોઈએ. અર્થાત્ મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાર્ધમાં વર્તતી ચન્દ્ર-સૂર્યની માળાકારે રહેલી પ્રથમ પંક્તિનો પરિધિ ૧૪૫૪૬૪૭૭ યોજન પ્રમાણ હોય.
હવે બીજી રીતે પ્રશ્ન થઈ શકે કે એક ચંદ્રથી એક સૂર્યનું અંતર પચાસ હજાર યોજન છે તો ૧૪૫૪૬૪૭૬ યોજન પ્રમાણ ક્ષેત્રમાં કેટલા ચન્દ્ર અથવા સૂર્યનો સમાવેશ થઈ શકે? અથવા એક સૂર્યથી બીજા સૂર્યનું અને એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું અંતર સાધિક એક લાખ યોજન છે તો
૧૯૪. દિગમ્બર સંપ્રદાયના મતની પ્રક્ષેપેલી “ર્મપ્રકૃતિપ્રાકૃત'ની જે મૂળ ગાથાઓ તે આ રહી– चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतरं होइ । पन्नाससहस्साइं, तु जोअणाई, समहिआई ॥१॥ पणयालसयं पढमि-ल्लुयाई पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, छगसत्तगवुडिओ नेया ।।२।। चंदाण सव्वसंखा, सत्तत्तीसाइं तेरससयाइं । पुक्खरवरदीविअरद्धे, सूराण वि तत्तिआ जाण ॥३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org