________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૧૪૫૪૬૪૭૭ યોજન પ્રમાણ પરિધિક્ષેત્રમાં કેટલા ચન્દ્ર અથવા સૂર્યનો સમાવેશ થઈ શકે? આ બન્ને પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં ‘૧૪૫ ચન્દ્ર અથવા ૧૪૫ સૂર્યનો સમાવેશ થઈ શકે' એવો જવાબ આવશે. આ પ્રમાણે પ્રથમ પંક્તિમાં ૧૪૫ સૂર્યો અને ૧૪૫ ચન્દ્રો હોય છે.
१७४
હવે બાકી રહેલી સાત પંક્તિઓમાં સૂર્યચન્દ્રની સંખ્યાનો વિચાર કરીએ.
બીજી પંક્તિ પ્રથમ પંક્તિથી એક લાખ યોજન દૂર જઈએ ત્યાં પરિરયાકારે રહેલી છે. તે સ્થાનનો પરિધિ ગણિતની રીતિએ પ્રથમ પંક્તિના પરિધિની અપેક્ષાએ ક્ષેત્રના વિષ્કમ્ભમાં વૃદ્ધિ થવાથી પ્રથમ પંક્તિના પરિધિની અપેક્ષાએ મોટો થાય છે.
એવો સામાન્ય નિયમ છે કે જે ક્ષેત્રનો જેટલો વિષ્કમ્ભ હોય તેથી લગભગ ત્રિગુણ ઉપરાંત પરિધિ હોય.'
આ નિયમ મુજબ બીજી પંક્તિનો પરિધિ ૧૫૧૭૮૯૩૨ યોજનપ્રમાણ આવે છે. અને ચન્દ્રથી ચન્દ્રનું અને ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી સૂર્યનું અને સૂર્યથી ચન્દ્રનું અંતર તો પ્રથમ પંક્તિમાં જણાવ્યું (એકબીજાને ૫૦ હજાર, પરસ્પર સાધિક લાખ યોજન) તેટલું જ છે. એથી (આ બીજી પંક્તિનો પરિધિ વિશેષ હોવાથી) આ પંક્તિમાં પ્રથમ પંક્તિની અપેક્ષાએ છ ચન્દ્ર તથા છ સૂર્ય વધારે હોય છે. અહીં વિચાર કરતાં સ્પષ્ટ સમજાય તેમ છે કે—પ્રથમ પંક્તિના પરિધિ કરતાં બીજી પંક્તિનો પરિધિ સાધિક છ લાખ યોજન વધારે છે. એટલે બન્ને બાજુએ લાખલાખ યોજન પ્રમાણ ક્ષેત્રવિષ્કમ્ભ વધવાથી ૨ લાખ યોજન ક્ષેત્ર વધે ત્યારે ત્રિગુણ’ નિયમ પ્રમાણે તે સ્થાનનો પરિધિ ૬૩૨૪૫૫ યોજન, ૨ ગાઉ, ૫૪ ધનુષ્ય, ૨૭ અંગુલ થાય. એક ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન છે, એટલે તેટલા અધિક ક્ષેત્રમાં છ ચન્દ્ર અને છ સૂર્યની સંખ્યાની વૃદ્ધિ થઈ, અને તે પણ વાસ્તવિક છે. અર્થાત્ પ્રથમ પંક્તિમાં જેમ ૧૪૫ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય છે તેમ બીજી પંક્તિમાં ૧૫૧ ચન્દ્ર અને ૧૫૧ સૂર્ય છે. ત્રીજી પંક્તિ બીજી પંક્તિથી એક લાખ યોજન દૂર છે. તેનો પિરિધ સાધિક ૧૫૮૧૧૩૮૭ યોજન પ્રમાણ થાય છે, જેથી બીજી પંક્તિ કરતાં સાત ચન્દ્ર અને સાત સૂર્યની સંખ્યાનો વધારો થાય, એટલે ત્રીજી પંક્તિમાં ૧૫૮ ચન્દ્ર અને ૧૫૮ સૂર્ય હોય.
આ પ્રમાણે આગળની પંક્તિઓ માટે વિચારી લેવું.
એટલે કે બે પંક્તિમાં છ છ ચન્દ્ર સૂર્યની સંખ્યા વધારવી અને ત્યાર બાદ એક પંક્તિમાં સૂર્યચન્દ્રની સાત સંખ્યાને વધારવી. એ પ્રમાણે કરવાથી ચોથી પંક્તિમાં (ત્રીજી પંક્તિના ૧૫૮+૬=) ૧૬૪ ચન્દ્રો અને ૧૬૪ સૂર્યો આવશે. પાંચમી પંક્તિમાં (ચોથી પંક્તિના ૧૬૪+૬=) ૧૭૦ ચો અને ૧૭૦ સૂર્યો પ્રાપ્ત થશે. છઠ્ઠી પંક્તિમાં (પાંચમી પંક્તિના ૧૭૦+૭=) ૧૭૭ ચન્દ્રો અને ૧૭૭ સૂર્યો પ્રાપ્ત થશે. સાતમી પંક્તિમાં (છઠ્ઠી પંક્તિના ૧૭૭+૬=) ૧૮૩ ચન્દ્રો અને ૧૮૩ સૂર્યોની સંખ્યા આવશે, અને આઠમી પંક્તિમાં (સાતમી પંક્તિના ૧૮૩+૬=) ૧૮૯ ચન્દ્ર અને ૧૮૯ સૂર્યની સંખ્યા પ્રાપ્ત થશે. આ પ્રમાણે આઠે પંક્તિના મળી કુલ ૧૩૩૭ ચન્દ્રો અને ૧૩૩૭ સૂર્યો (=કુલ સંખ્યા ૨૬૭૪) મનુષ્યક્ષેત્ર બહારના અર્ધપુષ્ક૨વ૨ દ્વીપમાં રહેલા છે. આ પ્રમાણે ઉક્ત દિગમ્બરીય મતાનુસારે મનુષ્યક્ષેત્ર બહાર બાહ્યપુષ્કરાવર્તી ચન્દ્ર સૂર્યની પંક્તિવ્યવસ્થા દર્શાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org