________________
नक्षत्र सम्बन्धी परिशिष्ट
१६१
છતાં તે સોએ વિમાનોનો અધિપતિ શતતારક નામકર્મોદયી એક જ નક્ષત્ર દેવ છે; માટે સમુદાયતારકોને એક જ “શતતારક' નક્ષત્ર ગણવામાં આવે છે. તદૃવત્ અશ્વિની આદિમાં સમજી લેવું. તારાઓના સમૂહને નક્ષત્ર કહેવાય છે. તિ નક્ષત્રવ્યાવ્યા
વધુમાં અહીં એ પણ સમજવું કે જંબુદ્વીપમાં જે દિવસે અશ્વિન્યાદિ કોઈ પણ નક્ષત્ર દક્ષિણાધભાગમાં એક ચન્દ્રના પરિભોગ માટે હોય છે, તે જ દિવસે તે નક્ષત્રની સમશ્રેણીએ ઉત્તરાધભાગે બીજા ચન્દ્રને તે જ નામનાં નક્ષત્રો પરિભોગને માટે થાય છે.
પ્રશ્નઃ—નક્ષત્રબળ ક્યારે સારું હોય?
ઉત્તર દિવસના પૂવધિ ભાગે તિથિ તથા નક્ષત્ર સંપૂર્ણ બળવાળું, ત્યારબાદ દુબલ ગણાય છે, રાત્રિએ કેવળ નક્ષત્ર બળવાન ગણાય અને દિવસના અપરાધ ભાગમાં કેવળ તિથિ જ બળવાન ગણાય છે, માટે વ્યવહારસારમાં કહ્યું છે કે
'तिथिर्धिष्ण्यं च पूर्वार्धे बलबदुर्बलं ततः । नक्षत्रं बलवद्रात्रौ, दिने बलवती तिथिः ।।१।।' વધુમાં આ નક્ષત્રોનું પ્રયોજન “પૌરુષી પ્રતીતિ–પ્રહરનું જ્ઞાન થવા માટે છે.
આ સિવાય નક્ષત્રની સવિશેષ મહતગતિ. નક્ષત્રના મંડળોનો ચન્દ્રમાનાં મંડળો સાથે આવેશ, એ મંડળોનો દિશાઓ સાથે ચન્દ્રયોગ, એમના અધિષ્ઠાયક દેવતા, એમના તારા-વિમાનોની સંખ્યા, (તેઓની આકૃતિ) એ મંડળોનું ચન્દ્ર-સૂર્ય સાથે સંયોગકાળનું માન, એમનાં કુલાદિકનાં નામોની વિચારણા, એનો અમાવાસ્યા તથા પૂર્ણિમા સાથેનો યોગ, પ્રતિમાસે અહોરાત્ર સંપૂર્ણ કરનારાં નક્ષત્રો કોણ કોણ છે તે પ્રહર વિચારણા, કયા કયા માસે કયું કર્યું નક્ષત્ર કેટલા કેટલા કાળે હોય ? ઇત્યાદિ સર્વ વ્યાખ્યાં. સવિસ્તરપણે જંબકીપપ્રશતિ, સર્ણપ્રશક્તિ તથા લોકપ્રકાશ અને મંડળપ્રકરણાદિ ગ્રન્થોથી જાણી લેવું.
| | તિ નક્ષત્રવિવારે વતુર્થ રઘુપરિશિષ્ટમ્ |
कुसग्गे जह ओस बिंदुए थोव चिट्ठइ लंबमाणए ।
एवं मणुयाणं जीवीयं, समयं गोयम मा पमायए ॥ . અર્થ-કુશના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનું બિંદુ સૂર્યનાં કિરણો જ્યાં સુધી પડ્યાં નથી કે જ્યાં સુધી એને કોઈ હલાવતું નથી ત્યાં સુધી જ ટકે છે. જ્ઞાનીઓ કહે છે કે ઝાકળ બિંદ સ્થિર નથી તેમ માનવીનું જીવન પણ સ્થિર નથી. જીવન ક્યારે પડી જશે તે કહેવાય નહિ. માટે આવતીકાલની રાહ જોતાં બેસી ન રહેતા આજે જ કરવા યોગ્ય કરી લો. જો તમને વીતરાગના વચન ઉપર શ્રદ્ધા હશે તો તમે તમારા જીવનની ક્ષણિકતા સમજી આ મોંઘી જિંદગીમાંથી આત્માનું સાચું ધન લઈ લેશો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org