SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સવવ્યંતર નક્ષત્રમંડળે એક બાજુ અધમંડળ ભાગમાં ગમન કરે છે જ્યારે બીજા અધમંડળ ભાગમાં તેની સામે તે જ નામનાં નક્ષત્રો અનુક્રમે ગમન કરે છે. સવભિંતરમંડળ પછીના બીજા નક્ષત્રમંડળમાં હંમેશા પુનર્વસ અને મઘાનો ચાર છે. ત્રીજામાં કૃત્તિકા, ચોથામાં ચિત્રો અને રોહિણી, પાંચમામાં વિશાખા, છઠ્ઠામાં અનુરાધા, સાતમામાં જ્યેષ્ઠા અને આઠમામાં અથતિ, સર્વ બાહ્ય અંતિમમંડળમાં આદ્ર, મૃગશીર્ષ પુષ્ય, આશ્લેષા, મૂળ, હસ્ત, પૂવષાઢા, અને ઉત્તરાષાઢા એ આઠ નક્ષત્રોનું ગમન હોય છે. એમાં એટલું વિશેષ જાણવું કે સવભિંતરમંડળનાં ૧૨ નક્ષત્રો પૈકી અભિજિત્ નક્ષત્ર સર્વથી અંદર ચાલે છે, એટલે સ્વમંડળની સીમાને છોડીને જબૂદ્વીપ તરફ રહેતું અંદર ભાગે ચાલે છે.) મૂળ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે. (એટલે સ્વમંડળ સ્થાનથી અભિજિતવત્ સીમા છોડીને લવણસમુદ્ર તરફ રહેતું ચાલે છે, તે) સ્વાતિ નક્ષત્ર સર્વ નક્ષત્રોની જે સપાટી તેથી થોડું ઊંચે રહ્યું થયું ચાલે છે, અને ભરણી નક્ષત્ર સ્વમંડળ સ્થાનમાં અન્ય નક્ષત્રોની અપેક્ષાએ નીચે ચાલે છે. રૂતિ ગાથાન– વિમાદ્રિ પ્રહપ છે. નક્ષત્રોનું પરસ્પર સંતા–મંડળવર્તી નક્ષત્રોનાં વિમાનનું પરસ્પર અંતર બે યોજનનું કહેવું છે, આ જ અભિપ્રાયને અનુસરતું કથન શ્રી શાન્તિવન્દ્રની સપાધ્યાયત જંબૂ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં છે તેમજ શ્રી ધર્મસાર ળિની ત ટીકામાં પણ એ જ અભિપ્રાય ટાંક્યો છે, પરંતુ પ્રથમ નક્ષત્રમંડળના મહાન ઘેરાવાની યોગ્ય પૂર્તિ કરવા નક્ષત્રોની કહેલ પ્રથમ મંડળ સંખ્યાના હિસાબે આવું બે યોજનનું વિમાન અંતર લેતાં નક્ષત્ર વિમાન રહિત મંડલક્ષેત્ર ઘણું ખાલી રહી જાય છે. અરે ! આગળ આગળના મંડળે જ્યાં બે બે કે એક એક નક્ષત્રો આવે છે ત્યાં શું કરવું? એ પણ વિચારણીય છે. તિ નક્ષત્રયો પરસ્પરન્તર છે. નક્ષત્રમંદોની મહતિ સભ્યન્તર મંડળે નક્ષત્રની મુહૂર્તગતિ પ૨૬૫૯ યોજનાની હોય છે. અને સર્વ બાહ્યમંડળે નક્ષત્રોની ગતિ પ૩૧૯૧૬૩૬૫ યોજન હોય છે, તે પરિધિની વૃદ્ધિના હિસાબે સહજ સમજાય તેમ છે. શેષ ૬ મંડળોની ગતિ તે સ્થાનના ચન્દ્રમંડળના ઘેરાવા ઉપરથી સૂર્ય-ચન્દ્રમંડળની રીતિ અનુસાર વાચકોએ જરૂર જણાય ત્યારે કાઢી લેવી. તિ નક્ષત્રાનાં મુહૂર્ત તિઃ || નક્ષત્રોની ગ્રાફિઝલપ –અઠ્ઠાવીસે નક્ષત્રોનો આકાર પ્રાયઃ જુદો જુદો અને પ્રત્યેકની વિમાનપરિવાર સંખ્યા પણ ભિન્ન ભિન્ન છે, જે બાજુના યંત્રમાં યથાશક્ય રીતે બધું આપવામાં આવ્યું છે. આ અઠ્ઠાવીશે નક્ષત્રો “કુસંજ્ઞા' “પસંજ્ઞ' અને કુત્તોપવુકુતસંજ્ઞ' એમ ત્રણ પ્રકારનાં છે. એમાં અશ્વિની, પુષ્ય, મઘા, મૂલ, ઉત્તરાભાદ્રપદા, ‘ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, વિશાખા, “મૃગશીર્ષ, ચિત્રા, ૧૧કૃત્તિકા, અને ધનિષ્ઠા આ બાર નક્ષત્રો કુલસંશક છે અને આ નક્ષત્રના યોગે જન્મેલો જીવ દાતાર તેમજ સંગ્રામાદિને વિષે જય પામનારો થાય છે. બાકીમાંથી ભરણી, રોહિણી, પૂર્વાભાદ્રપદા, પૂર્વાફાલ્ગની, “પૂર્વાષાઢા, હસ્ત, યેષ્ઠા, પુનર્વસ, આશ્લેષા, સ્વાતિ, ૧૧રેવતી, “શ્રવણ એ બાર નક્ષત્રો કુલોપસંશક છે. શેષ આદ્ર, અભિજિત્, અનુરાધા, *શતતારા એ ચાર કલોકલસંશક છે. આ બંને પ્રકારના નક્ષત્રોમાં જીવ જન્મ પામેલ હોય તો તે જીવને પરાધીનતા આદિમાં પીડાવું પડે અને સંગ્રામાદિ કાર્યોમાં તેઓનો જય અનિશ્ચિત હોય છે. તિ નક્ષત્રનાં कुलादिकप्ररूपणा ॥ નક્ષત્રવિમાનના અશ્વસ્કંધ વગેરે રૂપ દ્વારા જે આકારો કહ્યા છે તે અનેક તારાઓના મિલનથી થયેલા આકારો છે. પ્રત્યેક તારાના વ્યક્તિગત આકારો તો જુદા જુદા હોય છે, પરંતુ તે સર્વ તારાઓનો અધિપતિ દેવ એક નક્ષત્રદેવ જ હોવાથી એક નક્ષત્ર કહેવાય છે. જેમકે શતતારક નક્ષત્ર ૧૦૦, તારાઓરૂપ વિમાનોનું ૨૧૯૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy