________________
विविध समुद्रजलना विविध प्रकारो
૪૭ પસT-ટસ નોયસ પાંચ-સાત
મ=અનુક્રમવડે દસ યોજનશત
જોસેસુ-શેષમાં ત"અલ્પ માથાર્થ-વિશેષાર્થવત્ . li૭૬–૭૭ી
વિશેષાર્થ–પહેલો લવણસમુદ્ર, ચોથો વારુણીવર સમુદ્ર, પાંચમો ખીરવર અને છઠ્ઠો વૃતવર એટલાં સમુદ્રોનાં પાણી પોતપોતાનાં નામો પ્રમાણે ગુણવાળા–અથર્ ભિન્ન ભિન્ન રસવાળા છે એટલે કે નવI-ખારું એટલે ખારાપાણીવાળો તે લવણ સમુદ્ર. વારુનીવર મદિરા એટલે કે શ્રેષ્ઠ મદિરા ૬૯ (દારૂ) સરખું જલ છે, જેમાં તે. વીરવર શ્રેષ્ઠ દૂધ સરખા સ્વાદવાળું પાણી જેમાં છે તે, અને ધૃતવર તે ઉત્તમ ૧૧થી સમાન સ્વાદવાળું જલ જેમાં હોય છે તે.
બીજો કાલોદધિ, ત્રીજો પુષ્કરવર અને ચરિમ એટલે છેલ્લો સ્વયંભૂરમણ એ ત્રણે સમુદ્રો કુદરતી પાણી સરખા સ્વાદવાળા છે, અને બાકીના સમગ્ર (અસંખ્યાતા) સમુદ્રો સુ-શેલડીના રસ સરખા આસ્વાદવાળા છે.
આ સર્વ સમુદ્રો પૈકી લવણસમુદ્રમાં ઉત્સધાંગુલનાં માનવડે ૫૦૦ યોજનના, બીજા કાલોદધિ સમુદ્રમાં ૭00 યોજનાના અને છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ યોજનના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા મત્સ્યો (મગરમચ્છો) વગેરે હોય છે. તે સિવાયના શેષ સમુદ્રોમાં ઉક્ત પ્રમાણથી ક્રમે ક્રમે અલ્પ અને ભિન્ન ભિન્ન પ્રમાણવાળા મસ્યાદિ હોય છે. ઉપર કહેલા ત્રણે સમુદ્રોમાં વિશેષ કરીને ઘણા મત્સ્યો હોય છે, જ્યારે અન્ય સમુદ્રોમાં અલ્પ હોય છે.
વિશેષમાં લવણસમુદ્રમાં સાત લાખ કુલકોટી મસ્યો હોય, કાલોદધિમાં નવ લાખ કુલકોટી અને સ્વયંભૂરમણસમુદ્રમાં સાડાબાર લાખ કુલકોટી મત્સ્યો હોય છે.
૧૬૯. ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરાવાળું પરંતુ અહીંની જેમ ગંધાતા દુર્ગધી દારૂ સરખું નહિ.
૧૭૦. આ પાણી દૂધ સરખું છે પણ દૂધ સમાન નથી–દૂધ જેવું શ્વેત વર્ષે છે. ચાર શેર દૂધમાંથી ત્રણ શેર બાળીને શેર દૂધ રાખી તેમાં શર્કરા નાખી પીતાં જેવી મીઠાશ લભ્ય થાય તેવી મીઠાશવાળું આ પાણી છે. તથા ચક્રવર્તી જેવાની ગાયના દૂધથી પણ અધિક મીઠાશવાળું આ પાણી પીનારને લાગે છે. તથાપિ આ દૂધથી દૂધપાકાદિ ન થાય. આ સમુદ્રના ઉત્તમ પાણીને ઇન્દ્રાદિક દેવો પરમતારક દેવાધિદેવોનાં જન્મકલ્યાણક પ્રસંગે અભિષેકમાં વાપરે છે.
૧૭૧. આ પાણી ઘી સરખું એટલે ઘી નહિ પરંતુ તેના જેવા સ્વાદવાળું. કારણકે ઘી જેવું હોય તો તો તેથી પૂરી વગેરે તળાય પરંતુ તેવું બનતું નથી.
૧૭૨. અતિશય નિર્મળ, સુંદર અને હલકું (આહાર શીધ્ર પચાવે તેવું) તેમજ અમૃત જેવી મીઠાશવાળું પાણી સમજવું.
૧૭૩. આ પાણી શેલડીના રસ સરખા સ્વાદવાળું, પરંતુ શેરડીનો રસ ન સમજવો. આ પાણી ચતુર્નાતક (તજ, ઈલાયચી, કેસર અને મરી) વસ્તુને, ચાર શેર શેલડીના રસમાં નાંખી ઉકાળતાં ત્રણ શેર બળવા દઈ એક શેર બાકી રાખીને પીવાથી, તેમાં જેવા પ્રકારની મીઠાશનો અનુભવ પ્રાપ્ત થાય, તેથી અધિક મીઠાશ આ સર્વ સમુદ્રોનાં જલની જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org