________________
१४८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ सर्वसमुद्राश्रयी जलस्वाद तथा मत्स्य प्रमाण- यंत्र ॥
नाम जलस्वाद
मत्स्यप्रमाण વળ સમુદ્રનું | લવણ (ખાસ) પાણી છે, ૫00 યોજન ઉત્કૃષ્ટ कालोदधि મેઘજલવત્
૭૦૦ યો૦ ઉત્કૃષ્ટ पुष्करवर
નાના નાના પ્રમાણવાળા वारुणिवर
મદિરા સમાન क्षीरवर
દૂધ સમાન घृतवर
ગાયના ધૃત સમાન સંધ્યતા , સર્વ ઈસુ રસ સમાન | જુદી જુદી જાતના પ્રમાણવાળા વયંમૂરના , | વરસાદના વારિવત્ | ૧000 યોજન ઉત્કૃષ્ટ પ્રમાણવાળા
પ્રત્યેક દ્વીપ–સમુદ્રો વજૂમય જગતથી વીંટાએલા છે, જેમ નગરને કિલ્લો રક્ષણાર્થે હોય છે, તેમ આ જગતી મૂળમાં બાર યોજન, મધ્યભાગે આઠ યોજન અને શિખર ઉપર ચાર યોજન પહોળી હોય છે તથા એકંદર વજરત્નથી શોભતી આ જગતી આઠ યોજન ઊંચી હોય છે.
આ જગતી ઉપર અનેક પ્રકારના વિવિધ વર્ણમય રત્નોથી સુશોભિત પદ્મવર નામની વેદિકા છે. આ વેદિકા બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળી છે. આ વેદિકાની બન્ને બાજુ ઉત્તમ પ્રકારનાં જુદી જુદી જાતનાં વૃક્ષોવાળાં, ઘણી જાતનાં દેખાવોવાળાં શ્રેષ્ઠ વનો આવેલાં છે. આ વનખંડોમાં વ્યંતર દેવ-દેવીઓ અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે.
આ જગતીના મધ્યભાગે ચારે બાજુ ફરતું ઉક્ત વેદિકાના પ્રમાણવાળું ગવાક્ષકટક (ઝરૂખો) આવેલું છે. એ કટકમાં વ્યંતર દેવ-દેવીઓ સમુદ્રની લીલા–સુંદર લહેરોને અનુભવતાં, વિવિધ પ્રકારની હાસ્યાદિ ક્રીડાઓ કરતાં, અનેક જાતનાં સુખોને અનુભવે છે. [૭૬-૭૭],
॥ इति प्रस्तुतद्वितीयभवनद्वारे प्रासङ्गिकद्वीपसमुद्राधिकारः समाप्तः ॥
अन्तर्निमग्नः समता सुखाब्धी, बाह्ये सुखेनो रतिमेतियोगी । अटत्यऽव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पति कल्पवृक्षे ।।
ભાવાર્થ- સમતા સુખરૂપ સાગરમાં નિમગ્ન થએલ યોગી બાહ્ય વસ્તુના સુખમાં રતિ ધારણ કરતો નથી. પોતાના ઘરમાં કલ્પવૃક્ષ ઉત્પન્ન થતાં કોણ બાહ્ય અટવી વગેરેમાં પરિભ્રમણ કરે, સમતાભાવ ઉત્પન્ન થતાં સર્વ ઋદ્ધિ ઘટમાં ભાસે છે માટે સમતા યોગનું વિશેષતઃ સેવન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org