________________
श्री नंदीधरद्वीप संबंधी किंचित वर्णन
૧૬ આ અંજનગિરિની ચારે દિશામાં જે વાવડીઓ કહી તેમાં એક વાવડીથી બીજી વાવડીએ પહોંચતાં વચગાળાના ભાગે બે બે “તિવર' પર્વતો આવેલા છે. ૧૬ વાવડીઓનાં આંતરાના ૩૨ તાર થાય છે. પ્રત્યેક ઉપર એક એક શાશ્વત જિનચૈત્ય છે. રૂતિ રૂર રતિવરશાશ્વતજિનચૈત્યના
આ પ્રમાણે ૪ નંગનાર, ઉદ્ મુd, રૂ૫ રતિવૈત્યાનિ |
એમ (બાવન) શાશ્વત જિનાલયો શાશ્વતી જિનપ્રતિમાઓથી સુશોભિત આવેલાં છે, જેનું વર્ણન સિદ્ધાંતમાં સુંદર રીતે આપવામાં આવેલું છે.
પ્રતિ સંવત્સરમાં આવતી શાશ્વતી અઠ્ઠાઈઓના મહામાંગલિક પ્રસંગે અથવા કલ્યાણકનો મહોત્સવ ઉજવવાનો હોય તે અવસરે સૌધર્મદિવલોકનો સ્વામી સૌધર્મેન્દ્ર સુઘોષા ઘંટા દ્વારા સર્વ દેવોને ઉત્સવ પ્રસંગના સમાચાર જણાવી એકઠા કરે. પશ્ચાત્ એક લાખ યોજનનું “પત્તઋ' નામનું વિમાન વિકર્વી આત્મકલ્યાણની આકાંક્ષા રાખનારા અનેક દેવ-દેવીઓ સહ પરિવરેલા ઈન્દ્રમહારાજા નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં શાશ્વતચૈત્યોને વિષે બિરાજમાન પરમતારક શ્રી જિનેશ્વરદેવોની અનુપમ પ્રતિમાઓને તન-મન-ધનના અત્યાનંદથી–હૃદયોલ્લાસપૂર્વક અનેક પ્રકારની ભક્તિ–સેવા કરી પોતે તથા અન્ય પરિવાર ભાવના ભાવે છે કે અવિરતિવંત–અત્યાગી એવા આપણને આવા અવસરો ખરેખર કોઈ પૂર્વના પુણ્ય પ્રતાપે જ પ્રાપ્ત થાય છે અને હજુ પણ પ્રાપ્ત થાઓ, ઇત્યાદિક ભાવનાઓને ભાવી તે આત્માઓ કતકન્યતાને પામે છે. વ્રત-પચ્ચખ્ખાણાદિની વિરતિ (નિયમ)ને તથાવિધ ભવપરત્વે જ નહિ પામનારા એવા દેવો જ્યારે ભક્તિભાવનાના આવા સુરમ્ય અને દુર્લભ અવસરને પામી તે જગદવ પરમાત્માઓની ભક્તિમાં કશી ય કમીના રાખતા નથી, તો પછી આપણે પૂર્વના પુણ્ય પ્રતાપે ચૌદ ગુણસ્થાનકોના અધિકારવાળા થયા છીએ, માટે હંમેશા ન બને તો પણ મુખ્ય મુખ્ય અવસરોના પ્રસંગોમાં અનેક પ્રકારનું ધર્માનુષ્ઠાન કરવામાં પુણ્યાત્માઓએ લેશમાત્ર કમીના રાખવી, એ ખરેખર મહાપુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયેલી સવનુકૂલ સામગ્રીને, સદુપયોગ કર્યા વિના જ નિષ્ફળ બનાવવા સાથે સાથે ચિંતામણિરત્નતુલ્ય એવી આ માનવ જિંદગીને અજગલસ્તનવતું નિરર્થક–બરબાદ કરવા સમાન છે.
૯. બાકી–આ દ્વીપમાં સૂર્યના પ્રકાશ જેવાં રક્તકમળો વિપુલ પ્રમાણમાં છે. તેથી, અને સર્વ વજૂરત્નમય પર્વતાદિની પ્રભાવડે રક્ત થવાથી આ નામ ગુણવાચક છે. ત્યારબાદ દસમો વિર અરુણોપપાતદ્વીપ, અને અગિયારમો નવરાવમા નામનો દ્વીપ છે.
એ જ પ્રમાણે બારમા કુંડલ દ્વીપથી લઈને રુચક, ભૂજગ, કુશ, કૌચ વગેરે દ્વીપો ત્રિપ્રત્યવતાર સમજવાના છે. જેમકે બારમો કુંડલદ્વીપ, તેરમો કુંડલવર, ચૌદમો કુણ્ડલવરાવભાસ, ૧૫ રુચક, ૧૬
ચકવર, ૧૭ રુચકવરાવભાસ અને ૧૮ ભૂજગ, ૧૮ ભૂજગવર અને ૨૦ ભૂજગવરાવભાસ, એ પ્રમાણે કુશ અને કૌંચને ત્રિપ્રત્યવતાર ઘટાવી લેવા.
એમાં એટલું વિશેષ સમજવાનું કે ૧૨મા કુંડલ દ્વીપના મધ્યભાગે માનુષોત્તરની જેમ વલયાકારે પડેલો “હરિ' છે જેથી આ દ્વીપનું કુંડલ' નામ યોગ્ય છે. આ ગિરિના મધ્યભાગે ચારેદિશાવર્તી ૪૪ (ચારચાર) શાશ્વત જિનાલયો છે, જેમાં પરમતારક પરમાત્માની શાશ્વતી પ્રતિમાઓ શોભી રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org