________________
૬૪૦
संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह આ જ પ્રમાણે માનુષોત્તરની જેમ ૧૩ મા વકી'ના અતિમધ્યભાગે ૮૪ હજાર યોજન ઊંચો વરિ આવેલો છે, જેથી આ દ્વીપનું નામ પણ સફલ ગણાય છે. તેની ઉપર મધ્યભાગે ચારે દિશામાં ચાર શાશ્વત જિનચૈત્યો છે.
આ પ્રમાણે સમગ્ર તિષ્ણુલોકમાં “માનુષોત્તર-ઝુંડન-વ' એ ત્રણ જ પર્વતો વલયાકારે છે, બાકીના પર્વતો જુદા જુદા સંસ્થાનવાળા છે.
આ પ્રમાણે નંદીશ્વરદ્વીપનું વર્ણન કહેવા સાથે મનુષ્યક્ષેત્ર બહારનાં જિનચૈત્યોની ટૂંકી વ્યવસ્થા દવિી.
ઉપર કહ્યા તે ગુણોથી તે તે દ્વીપોનાં નામો સાન્વર્થ છે, અથવા તો દરેક દ્વીપ-સમુદ્રનાં નામો તે તે દ્વીપ–સમુદ્રોમાં નિવાસ કરનારા દેવોનાં નામો ઉપરથી પડ્યાં હોવાથી તે રીતે પણ અન્વર્થક છે.
ચકદ્વીપથી આગળના ભુજગ, કુશ અને કૌંચવર ઈત્યાદિ સર્વ દ્વીપ–સમુદ્રો તે તે દેવનિવાસના નામથી જ પ્રાયઃ ગુણવાચક છે, એમ સર્વત્ર વિચારવું. [૭૦]
અવતરણ—કયો સમુદ્ર કયા દ્વીપને વીંટીને રહેલો છે ? તે કહે છે–
पढमे लवणो जलहि, बीए कालो य पुक्खराईसु । दीवेसु हुंति जलही, दीवसमाणेहिं नामेहिं ॥७१॥
સંસ્કૃત છાયાप्रथमे लवणो जलधिः, द्वितीये कालश्च पुष्करादिषु । द्वीपेषु भवन्ति जलधयो-द्वीपसमानैर्नामभिः ॥७१।।
શબ્દાર્થ નહિ સમુદ્ર
વીવે દ્વીપોમાં વાતો કાલોદધિ
તીવસમોહિં દ્વીપોનાં સરખાં પુરાસુપુષ્કરવર વગેરે દ્વીપોને વિષે
પથાર્થ–પહેલા જંબૂદ્વીપને વીંટાઇને લવણસમુદ્ર રહેલો છે. બીજા ધાતકીખંડને વીંટાઈને કાલોદધિ રહેલ છે. ત્યારપછી પુષ્કરવર વગેરે દ્વીપોને વીંટાઈને તે તે દ્વીપનાં નામ સરખાં જ નામવાળા સમુદ્રો રહેલા છે. I૭૧ાા
વિરોષાર્થ– જંબૂદ્વીપવેષ્ટિત પ્રથમ લવણસમુદ્ર આવેલો છે, ત્યારબાદ ધાતકીખંડને વીંટાઈને રહેલો કાલોદધિ સમુદ્ર છે, ત્યારપછીના સમુદ્રો જે જે દ્વીપને વીંટાએલા છે તે સર્વ તે તે દ્વીપનાં સમાન નામવાળા જ જાણવા. ફક્ત અઢીદ્વીપમાં રહેલા બે સમુદ્રોનો ક્રમ તેવો નથી અર્થાત્ ફેરફારવાળો છે. બાકી પુષ્કરદ્વીપને ફરતો પુષ્કરસમુદ્ર, વારુણીવરદ્વીપને ફરતો વારુણીવરસમુદ્ર એ પ્રમાણે અસંખ્યાતા સમુદ્રો દ્વીપસમાન નામવાળા છે. યાવત્ છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપને વીંટાઈને રહેલો અન્તિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org