________________
८६
व्यन्तरनिकायना इन्द्रोनां नामो હૃદયંગમ, ૫, રૂપશાલી, ૬ અનિંદિત, ૭ કિન્નરોત્તમ, ૮ મનોરમ, ૯ રતિપ્રિય અને ૧૦ રતિશ્રેષ્ઠ.
આ દેવો શાંત આકૃતિવાળા, અધિક સુન્દર મુખાકૃતિવાળા અને મસ્તક ઉપર ઝળહળતા મુગટને ધારણ કરનારા છે.
૬. કિંપુરુષ નિકાયના દેવો-૧ પુરુષ, ૨ સપુરુષ,૩ મહાપુરુષ, ૪ પુરુષવૃષભ, ૫ પુરુષોત્તમ, ૬ અતિપુરુષ, ૭ મહાદેવ, ૮ મરુત્ ૯ મેરુપ્રભ અને ૧૦ યશસ્વતું એમ દશ પ્રકારના છે.
આ દેવો પણ અધિક સુન્દર અને મનોહર મુખાકૃતિવાળા, જેઓના સાથળો અને ભુજાઓ અત્યંત શોભાયમાન, જેઓ વિવિધ પ્રકારનાં આભૂષણો અને વિચિત્ર પ્રકારની માળાઓ ને લેપને ધારણ કરનારા હોય છે.
૭. મહોરગ નિકાયના દેવો પણ ૧ ભુજંગ, ૨ ભોગશાલી, ૩ મહાકાય, ૪ અતિકાય, ૫ સ્કંધશાલી, ૬ મનોરમ, ૭ મહાવેગ, ૮ મહેષ્પક્ષ, ૯ મેજીકાંત અને ૧૦ ભાવંત એમ દશ પ્રકારના છે.
આ દેવો મહાવેગવાળા, મહાશરીરવાળા, સૌમ્યદર્શનવાળા, મહાકાય, વિસ્તૃત ને મજબૂત ડોક–સ્કંધોવાળા અને ચિત્રવિચિત્ર આભૂષણોથી વિભૂષિત છે.
૮. ગંધર્વ નિકાયના દેવો ૧ હાહા, ૨ હૂહ, ૩ તુંબરુ, ૪ નારદ, ૫ ઋષિવાદક, ૬ ભૂતવાદક, ૭ કાદંબ, ૮ મહાકાદંબ, ૯ રેવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧ ગીતરતિ અને ૧૨ ગીતયશ એમ બાર પ્રકારના છે.
આ દેવો પણ પ્રયદર્શનવાળા, સુંદર રૂપવાળા, ઉત્તમ લક્ષણયુક્ત સુંદર મુખવાળા, મસ્તકને વિષે મુકુટને પહેરનારા અને કંઠમાં હારને ધારણ કરનારા હોય છે. [૩૪–૩૫
ચોવીશ તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓ યક્ષનિકાયના હોવાથી બંતર જાતિના હોય છે. તેમજ છપ્પન “દિકુમારિકાઓ અને સરસ્વતી (શ્રુતદેવી) તે પણ વ્યંતરનિકાયની કહેવાય છે.
અવતરણ–આઠ પ્રકારની વ્યંતરનિકાયનાં ઇન્દ્રોનાં નામો કહે છે. काले य महाकाले, सुरुव पडिरूव पुण्णभद्दे य । तह चेव माणिभद्दे, भीमे य तहा महाभीमे ॥३६॥ किन्नर किंपुरिसे सप्पुरिसा, महापुरिस तह य अइकाए । महकाय गीयरई, गीयजसे दुन्नि १२०दुन्नि कमा ॥३७॥
સંસ્કૃત છાયાकालश्च महाकालः, सुरूप-प्रतिरूप पूर्णभद्राश्च । तथा चैव माणिभद्रः, भीमश्च तथा महाभीमः ॥३६।। किन्नर-किंपुरुषाः, सत्पुरुषा महापुरुषस्तथा च अतिकायः ।
महाकाय-गीतरती, गीतयशा द्वौ द्वौ क्रमेण ॥३७|| ૧૧૯. આવશ્યકચૂર્ણિમાં “વહં વાપમંતહિંના પાઠથી જણાય છે. સિ. પ્ર. ૪૩૭] ૧૨૦. રોત્રિ રોગ્નિ પિ પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org