________________
ss
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह માથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ll૩૪-૩પા
વિશેષાર્થ-તે વ્યંતરદેવો આઠ પ્રકારે છે. તેમનાં ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ ડિંપુરુષ, ૭ મહોરગ અને ૮ ગંધર્વ એ નામો છે.
એ આઠ પ્રકારની નિકાયના દક્ષિણ-ઉત્તર ભેદવડે સોળ ઇન્દ્રો છે. જેનાં નામો આગળની ગાથામાં કહેવાશે.
એ આઠ પ્રકારના વ્યંતરોના પ્રતિભેદો કેટલા કેટલા છે? તે તેમનાં વર્ણન સાથે સંગ્રહણી ટીકાના આધારે જણાવાય છે.
૧. *પિશાચ નિકાયના દેવો પંદર પ્રકારના છે. ૧ કુષ્માંડ, ૨ પાટક, ૩ જોષ, ૪ આત્વિક, ૫ કાળ, ૬ મહાકાળ, ૭ ચોક્ષ, ૮ અચોક્ષ, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારક ૧૨ દેહ, ૧૩ મહાદેહ, ૧૪ તૂષ્મીક, અને ૧૫ વનપિશાચ.
આ દેવો સ્વાભાવિક રીતે જ અત્યંત રૂપવંત, સૌમ્યદર્શનવાળા, દેખનારને આનંદ ઉપજાવનાર, હસ્ત-કઠાદિસ્થાને રત્નમય આભૂષણોને ધારણ કરનારા છે.
૨. ભૂત નિકાયના દેવો નવ પ્રકારના છે. ૧ સ્વરૂપ, ૨ પ્રતિરૂપ, ૩. અતિરૂપ, ૪ ભૂતોત્તમ, પ સ્કંદિક, ૬ મહાત્કંદિક, ૭ મહાવેગ, ૮ પ્રતિછન્ન અને ૯ આકાશગા.
- આ દેવો સુંદર, ઉત્તમ, રૂપવંત, સૌમ્ય, સુન્દર મુખવાળા અને વિવિધ પ્રકારની રચના અને વિલેપનને કરનારા છે.
૩. યક્ષ નિકાયના દેવો તેર પ્રકારના છે. ૧ પૂર્ણભદ્ર, ૨ માણિભદ્ર, ૩ ચેતભદ્ર, ૪ હરિભદ્ર, ૫ સુમનોભદ્ર, ૬ વ્યતિપાકભદ્ર, ૭ સુભદ્ર, ૮ સર્વતોભદ્ર, ૯ મનુષ્યયક્ષ, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનાહાર, ૧૨ રૂપયક્ષ અને ૧૩ યક્ષોત્તમ.
આ દેવો સ્વભાવે ગંભીર, પ્રિયદર્શનવાળા, શરીરથી “માનોન્માન પ્રમાણવાળ, જેઓનાં હસ્તપાદોનાં તળીયાં નખ, તાલુ, જીભ, હોઠ રાતા છે. મસ્તક ઉપર દેદીપ્યમાન મુકુટ તથા ચિત્ર-વિચિત્ર રત્નનાં આભૂષણોને ધારણ કરનારા જાણવા.
૪. રાક્ષસ નિકાયના દેવો સાત પ્રકારના છે. ૧ ભીમ, ૨ મહાભીમ, ૩ વિબ, ૪ વિનાયક, ૫ જલરાક્ષસ, ૬ યક્ષરાક્ષસ અને ૭ બ્રહ્મરાક્ષસ.
આ વ્યંતરદેવો ભયંકર છે. ભયંકર રૂપને ધારણ કરનારા હોવાથી જોનારને ભયંકર, લાંબા અને વિકરાળ લાગે એવા, રક્તવર્ણના હોઠને ધારણ કરનારા, તેજસ્વી આભૂષણોને પહેરનારા, તેમજ શરીરને જુદા જુદા પ્રકારના રંગો અને વિલેપનોથી શણગારનારા છે.
૫. કિન્નર નિકાયના દેવો દશ પ્રકારના છે. ૧ કિન્નર, ૨ જિંપુરુષ, ૩ કિંપુરુષોત્તમ, ૪ * પન્નવણાની ટીકામાં ૧૬ પ્રકારો બતાવ્યા છે.
૧૧૮. જલથી ભરેલા કુંડમાં પ્રવેશ કરતાં જેટલું જળ બહાર નીકળે અને તે જળને માપતાં ‘કોણ’ પ્રમાણ થાય તો તે દેવ માન પ્રમાણનો ગણાય અને ત્રાજવાથી માપતાં અર્ધભાર થાય તો ઉન્માન પ્રાપ્ત ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org