________________
૭૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૫ “અગ્નિકુમાર' સવગોપાંગે માનોન્માન પ્રમાણવાળા, વિવિધ પ્રકારનાં આભૂષણોને ધારણ કરનારા, તપેલા સુવર્ણ સમાન વર્ણયુક્ત હોય છે.
૬ દ્વિીપકુમાર' સ્કન્ધ ને વક્ષસ્થલ, બાહુ ને અગ્ર હસ્તમાં વિશેષ કરીને શોભા સહિત, ઉત્તમ હેમપ્રભા સરખા વર્ણવાળા હોય છે.
૭ “ઉદધિકુમાર' ઉરુ ને કટિભાગને વિષે અધિક શોભાવાળા, શ્વેતવર્ણ હોય છે. ૮ “દિકકુમાર' જંઘા ને પગમાં અત્યંત શોભાવાળા, જાતિવંત સ્વર્ણ સરખા ગૌરવર્ણી
હોય છે.
૯ “વાયુકુમાર' સ્થિર–પુષ્ટ–સુંદર ને ગોળ ગાત્રોવાળા, ગંભીર ને નત ઉદરયુક્ત, નિર્મળ એવા પ્રિયંગુ વૃક્ષના જેવી શ્યામ કાંતિવાળા હોય છે. ?
૧૦ “સ્વનિતકુમાર' સ્નિગ્ધાવયવી, મહાનગંભીર નાદવાળા, જાતિવંત સુવર્ણ સરખી કાંતિવાળા ગૌર હોય છે.
આ ભવનવાસી દેવો હંમેશાં વિવિધ પ્રકારનાં આભરણો અને શસ્ત્રો વડે અત્યંત શોભાયમાન હોય છે.
પ્રશ્ન-ભવનપતિના દશેય પ્રકારના દેવોને ‘કુમાર’ શબ્દથી કેમ સંબોધવામાં આવ્યા?
ઉત્તર–લોકમાં મોજશોખમાં, અટકચાળાઓમાં, છેડતી કરવામાં, ક્રીડા કરવામાં જે આનંદ માને તેને કુમાર કે બાળક કહીએ છીએ.
એવાં બાળકો રસ્તે ચાલતાં જનાવરોને વિના વાંકે પથ્થર મારે, લાકડી મારે, કૂતરાના કાનો ચીમળે, બકરીના શીંગડા ને ઢોરનાં પુછડાંઓ સાથે ચેષ્ટાઓ પણ કરે એમ કુતુહલથી અનેક રીતે રમત-ગમતો, ખેલ, કૂદ કરી ખુશી થાય છે. તે પ્રમાણે આ દેવો પણ બાળ-કિશોરવય યોગ્ય ચેષ્ટા એટલે ખેલવું, કૂદવું સારાં સારાં વસ્ત્રાદિ પહેરવાં, વળી “નારકીના જીવોને મારવા -ઝૂડવાછેદન–ભેદન કરવું વગેરેમાં આનંદ માને છે.
કારણકે જન્માંતરના સંસ્કારો દેવગતિમાં સાથે જ લઈ આવ્યા છે. અરે ! એના પ્રભાવે તો આ સ્થાન પામ્યા છે.
અવતરણ-પૂર્વોક્ત દશે નિકાયના દક્ષિણ—ઉત્તર વિભાગના ઇન્દ્રોનાં નામો કહે છે :चमरे बली अ धरणे, भूयाणंदे य वेणुदेवे य ।।
तत्तो य वेणुदाली, हरिकते हरिस्सहे चेव ॥२०॥
૧૦૯. કોઈને શંકા થાય કે આ તો દેવતા જેવી અતિ સમજુપણાની અવસ્થા છતાં આવી બાળચેષ્ટા કેમ કરતા હશે તો રાજાનો કૂતરો હલકું ભોજન ન કરે પણ જાત કૂતરાની એટલે મોજડી તો કરડે, તે રીતે દેવત્વ મેળવ્યાં છતાં નરકના નિરાધાર, નિબલ, પરાધીન ને દુઃખી જીવો ઉપર સત્તા ને બલનો ક્રૂરતાથી ઉપયોગ કરી ક્રીડા-કુતુહલ દ્વારા મનને આનંદ મનાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org