________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह (૧૩) પ્રમાણ છે. વરુણ લોકપાલની સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમ અને વૈશ્રમણ લોકપાલની બે પલ્યોપમની છે. એ પ્રમાણે લોકપાલ દેવોની સ્થિતિ જાણવી. ૧૮
વિશેષાર્થ–સ્વસ્વ દેવલોકના ઈન્દ્રો પોતપોતાના દેવલોકના અંતિમ પ્રતરે દેવલોકના નામથી અંકિત અવતંસક વિમાનોને વિષે રહેલા છે અને તે વિમાનોની ચારે દિશાએ ઇન્દ્રોના રક્ષણાર્થે લોકપાલો હોય છે.
તેમાં પહેલા સૌધર્મ–દેવલોકના અંતિમ પ્રતરે રહેલાં, સૌધમવતંસક નામના વિમાનની પૂર્વદિશાનો લોકપાલ સોમ છે અને દક્ષિણદિશાનો લોકપાલ યમ છે, તે બન્નેનું ઉત્કૃષ્ટ—આયુષ્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમના ત્રીજા ભાગ સહિત એટલે ૧ પલ્યોપમનું હોય છે. પશ્ચિમદિશાનો લોકપાલ વરુણ છે, તેનું ઉત્કૃષ્ટ—આયુષ્ય દેશઊણા બે પલ્યોપમનું છે અને ઉત્તરદિશાના વૈશ્રમણ નામના લોકપાલનું ઉત્કૃષ્ટ—આયુષ્ય બે પલ્યોપમનું છે. એ પ્રમાણે સૌધર્મદેવલોકના લોકપાલોની સ્થિતિ વર્ણવી.'
અન્ય નિકાયોમાં પણ લોકપાલો હોય છે, તેઓની સ્થિતિ, તેનાં નામ, તે લોકપાલોની પર્ષદ, તેમનું ઐશ્વર્ય, તેમનું નિત્યકર્તવ્ય વગેરે સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણવા યોગ્ય છે. [૧૮] (પ્ર. ગા. સં. ૨).
આ પ્રમાણે દેવોનું પ્રથમ “સ્થિતિદ્વાર’ સમાપ્ત થયું.
| તિ સેવાનાં પ્રથમ સ્થિતિકાર સમાપ્તમ્ |
૧૦૭. જે જે દેવલોકે લોકપાલો છે ત્યાં ત્યાં આયુષ્યસ્થિતિ તથા તેઓનાં નામો ભિન્ન ભિન્ન હોય છે. દરેક લોકપાલોને ત્રણ પ્રકારની પર્ષદા હોય છે, તેની માહિતી માટે જુઓ શ્રીનીવામિનીમ તથા શ્રીનો શિકિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org