SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ व्यन्तरदेव-देवीओनुं जघन्योत्कृष्ट आयुष्य ૪૬ વ્યંતરદેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમ પ્રમાણ છે, વ્યંતરદેવોની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ જેટલું છે. ચંદ્રનું એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને સૂર્યનું એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ એક પલ્યોપમ છે. વળી ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની દેવીઓનું તેમના કરતાં અધું છે. નક્ષત્ર અને તારાનું અનુક્રમે, અર્ધી પલ્યોપમ તથા પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે અને તે બંનેની દેવીઓનું અનુક્રમે કંઈક અધિક પલ્યોપમનો ચોથો ભાગ, કંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ ચાર યુગલને વિષે જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ છે અને પાંચમા યુગલમાં જઘન્ય આયુષ્યનું પ્રમાણ પલ્યોપમનો આઠમો ભાગ છે. //પ–૬–ણા વિશેષાર્થ – વ્યંતર નિકાયના દેવો તથા તેમની દેવીઓનું જઘન્ય આયુષ્ય ભવનપતિનિકાવત્ દશ હજાર વર્ષનું હોય છે, જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. અને એ જ વ્યંતર દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય “અર્ધા પલ્યોપમનું છે. પ્રશ્ન :– વ્યંતરદેવો તથા દેવીઓની જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ તો કહી, પણ મધ્યમસ્થિતિ કેટલી સમજવી? ઉત્તર – જઘન્ય સ્થિતિ જે દશ હજાર વર્ષની કહી છે તેથી એક સમયાધિકથી પ્રારંભીને [એક પલ્યોપમપ્રમાણ] ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ ન થાય ત્યાં સુધી યથાયોગ્ય જે વચલી સ્થિતિ તે મધ્યમ સ્થિતિ જાણવી. જે જે ઠેકાણે મધ્યમ સ્થિતિ સમજવી હોય ત્યાં આ ખુલાસો સમજી લેવો. * व्यंतरनिकायना देवोनी उत्कृष्ट आयुष्यस्थितिनुं यंत्र * નિશાયોનાં નામ | ફળદ્રોનું .. ૩e-યુષ્ય | ઉત્તરદ્રોનું ... ઉત્કૃષ્ટ-ગાયુષ્ય ૧ પિશાચ નિc કાલેન્દ્રનું ૧ પલ્યોપમ | |મહાકાલેન્દ્રનું | પલ્યોપમ ૨ ભૂત નિ. સ્વરૂપેન્દ્રનું ૧૦ પ્રતિરૂપેન્દ્રનું ૩ યક્ષ નિ. પૂર્ણભદ્રનું ૧૧ મણિભદ્દેન્દ્રનું ૪ રાક્ષસ નિ. ભીમેન્દ્રનું ૧૨ મહાભીમેન્દ્રનું ૫ કિન્નર નિ કિન્નરેન્દ્રનું ૧૩ કિંપુરુષેન્દ્રનું ૬ કિંપુરુષ નિ સપુરુષેન્દ્રનું ૧૪ મહાપુરુષેન્દ્રનું ૭ મહોરગ નિ અતિકાયેન્દ્રનું ૧૫ મહાકાયેન્દ્રનું ૮િ ગન્ધર્વ નિઝ ૧૮ | ગીતરતીન્દ્રનું ૧૬ ગીતયશેન્દ્રનું ૮૮. “શ્રી ફ્રી વૃતિ' વગેરે દેવીઓને કોઈ વ્યંતરનિકાયની માને છે, પરંતુ તેમ માનવું એ ઉચિત નથી, કારણકે તે દેવીઓનું આયુષ્ય એક પલ્યોપમપ્રમાણ હોવાથી તે દેવીઓને વ્યન્તરનિકાયની ન માનતાં ભવનપતિનિકાયની માનવી એ જ ઉચિત છે, કારણકે વ્યત્તરની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અર્ધ—પલ્યોપમનું છે. - • જ ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy