________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ યંત્રમાં જો કે વ્યન્તરેન્દ્રોનું આયુષ્ય કહ્યું છે, તો પણ તે તે નિકાયના વિમાનવાસી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ઉપરોક્ત રીતે સમજી લેવું.
* જ્યોતિષી નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ
४६
જ્યોતિષી એટલે શું ? દ્યોતનું બ્યોતિઃ, તવેષામસ્તીતિ બ્યોતિષ્ઠાઃ
જ્યોતિ એટલે પ્રકાશ, તે પ્રકાશ જેઓને હોય અર્થાત્ પ્રકાશને કરનારા હોય તે જ્યોતિષી વિમાનો, તેમાં રહેનારા તે જ્યોતિષ્ક દેવો કહેવાય.
જ્યોતિષી દેવતાઓ બે પ્રકારના હોય છે, ચર અને સ્થિર.
તેમાં અઢીદ્વીપમાં રહેલાં ૧ ઉત્તરદિશાવર્તી ધ્રુવતારાચક્ર સિવાયનાં જ્યોતિષીનાં વિમાનો મેરુને પ્રદક્ષિણા આપતાં હોવાથી “ચર છે એટલે જે ફર્યા જ કરવાનાં સ્વભાવવાળાં તે ચ૨ અને જે કાયમ એક સ્થાને જ રહે તે સ્થિર. અઢીદ્વીપ બહારનાં તે સ્થિર જ્યોતિષી કહેવાય છે અર્થાત્ સદાકાળને માટે તે એક સ્થાને જ રહીને નિયતક્ષેત્રમાં જ પ્રકાશ આપનારાં હોય છે પરંતુ અઢીદ્વીપમાં રહેલાં ચર ચંદ્ર—સૂર્યાદિનાં વિમાનોની જેમ ફરતાં હોતાં નથી. હવે તે સર્વ (ચર અને સ્થિર) જ્યોતિષીમાંહેના ચંદ્રેન્દ્ર તથા ચન્દ્ર વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક હોય છે, તથા સૂર્યેન્દ્ર અને સૂર્યવિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષ અધિક હોય છે. ગ્રહોનાં અધિપતિનું તથા ગ્રહ–વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. નક્ષત્રના અધિપતિ તથા નક્ષત્ર–વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમના અર્ધા ભાગનું હોય છે, અને તારાના અધિપતિ અને તારા વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય - પલ્યોપમનું છે.
* જ્યોતિષી નિકાયની દેવીઓની ક્રમશઃ ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જ
પૂર્વે કહેલા ચન્દ્રન્દ્ર તથા સૂર્યેન્દ્ર તથા ગ્રહાધિપતિ એ ત્રણે તેમજ એ સર્વ વિમાનવાસી દેવોની દેવીઓનું આયુષ્ય અનુક્રમે અર્ધ જાણવું અર્થાત્ ચંદ્રેન્દ્ર તથા ચંદ્ર વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ અને પચાસ હજાર વર્ષ ઉ૫૨ હોય છે.
સૂર્યવિમાનના સૂર્યેન્દ્ર તથા સૂર્યવિમાનવાસી દેવોની દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ અર્ધ પલ્યોપમ અને ઉપર પાંચસો વર્ષપ્રમાણ હોય છે.
તથા ગ્રહાધિપતિની દેવીનું તથા ગ્રહ–વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમનું હોય છે.
નક્ષત્રાધિપતિ તથા નક્ષત્રનાં વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને તે ઉપર કાંઈક અધિક હોય છે.
અને તારાના અધિપતિ અને તારાના વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનો આઠમો ભાગ અને તે ઉપર કંઈક વિશેષ પ્રમાણ હોય છે.
૮૯. ઘરન્તીતિ વાઃ—જે ચરે—ફર્યા કરે તે ચર કહેવાય.
૯૦. તિત્તિ તછીનાનિ સ્થિરાનિ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org