________________
[ ૧૦૯ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જબૂદ્વીપનો ફરતો કિલ્લો ૧૨ યોજન છે અને તે પ્રમાણાંગુલને બદલે ઉત્સધાંગુલથી ચાર ગાઉના યોજનના માપ લઈએ તો પણ ૧૨૪૪=૪૮ ગાઉ ઊંચો થયો. તેના માઈલ કરો તો કેટલા બધા થાય? લવણસમુદ્રની ભરતીનું પાણી અટકાવવા માટે કિલ્લાની જરૂરિયાત હતી. એ માટે ૫૦૦ ધનુષ્યની ઊંચાઈ ઘણી થઈ પડે તો પણ અધધ બોલી જવાય. આવી અનેક બાબતો કઈ રીતે બંધબેસતી કરવી તે વિચાર માગે છે.
યોજન કોણે ગણવો? એ પ્રશ્ન જૈન સમાજમાં સેંકડો વરસથી સળગતો રહ્યો છે. એક પૂવચાર્યું તો એના ઉપર અંગુલસિત્તરી નામનો ખાસ ગ્રન્થ લખ્યો છે, એમાં માપની ચર્ચા કરી છે. એનો અર્થ એ થયો કે આપણે ત્યાં યોજનાનું કોઈ નિશ્ચિત માપ નથી. આટલા બધા સાતિશયજ્ઞાની પૂર્વાચાર્યો થયા પણ જોરદાર અવધિજ્ઞાન ધરાવતા એવા કોઈ દેવ દ્વારા આનો ઉકેલ થવા પામ્યો નથી.
લેખાંક-૧૦
આપણા જૈન ગ્રંથોમાં ગાઉ તથા યોજન વગેરે માપોની બાબતમાં મતમતાંતરો પ્રવર્તે છે. જેનશાસ્ત્રો પ્રમાણ અંગે ૪૦૦ ગાઉનો એક યોજન કહે છે. કેટલાક ૧૬૦૦ ગાઉનો અને કેટલાક ૧૦ ગાઉની યોજના ગણવાની વાત કરે છે. પ્રાચીનકાળમાં આ દેશમાં જુદા જુદા પ્રાંતોમાં વજન અને માપની ગણતરીમાં જુદા જુદા ધોરણો પ્રવર્તમાન હતા. આ સંજોગોમાં શાસ્ત્રમાં કહેલી ગણતરી સાથે કેટલીક બાબતોનો મેળ ખાતો નથી. જેમકે–તીર્થકરોના દીક્ષાના વરઘોડાની આગળ મહેન્દ્રધ્વજ ચાલે છે. તે મહેન્દ્રધ્વજ શાસ્ત્રકારોએ એક હજાર યોજન ઊંચો જણાવ્યો છે. સામાન્ય નિયમ એવો છે કે ઊંચાઇના પ્રમાણમાં જ પહોળાઈ હોવી જોઇએ નહીંતર તે ચીજનું સમતોલપણું (બેલેન્સ) જળવાય નહિ. તો હજાર યોજન ઊંચાઈ સામે કેટલા યોજનની પહોળાઈ ગણવી જોઇએ એ પ્રશ્ન ઊભો થાય. એ તો સહુને ખ્યાલ હશે જ કે જૂના શહેરની ગલીઓ દશથી પંદર ફૂટ માંડ માંડ પહોળી રહેતી હતી તો આ મહેન્દ્રધ્વજ કલ્પનાથી ઓછામાં ઓછો વા યોજના પહોળો ગણો તો પણ આ ક્ષત્રિયકુંડ નગરની શેરીમાંથી શી રીતે પસાર થાય? નિરાકરણ” માંગે તેવી આ વાત છે. આમાં દૈવિક શક્તિને કારણ ગણીએ તો અશક્ય શક્ય બની શકે !
માપની એકવાક્યતા ન હોવાના કારણે ભૂગોળ-ખગોળના શ્રેષ્ઠ અભ્યાસી એક મુનિરાજે એક પૂજાના આધારે રાજંગૃહી ઠેઠ ઉત્તરધ્રુવ પાસે હતી અને ભગવાન શ્રી મહાવીર ત્યાં વિચરતા હતા. એમના સાધુ-સાધ્વીઓ પણ એ તરફ વિચરતા હતા એવો વિચાર ધરાવતા હતા. થોડા સમય પછી મેં તેમને સવાલ પણ કર્યો
કહેવાની વાત એ છે કે યોજનાની ગણતરી નક્કી નહિ થાય ત્યાં સુધી ઘણી બધી બાબતોનો નિર્ણય થઇ શકે તેવું નથી. એમાંય ખાસ કરીને આકાશમાં રહેલા ગ્રહોની બાબતમાં તો નહીં જ. જમીન ઉપરના
* આપણે તીર્થકરોને લગતી આશ્ચર્ય અને ચમત્કારપૂર્ણ બાબતમાં દૈવિકશક્તિ કે તીર્થકરોના અતિશયપ્રભાવને જ કારણ માની સંતોષ લઈ શકીએ પણ સર્વસામાન્ય વાચકને આટલાથી સંતોષી શકાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org