________________
[ ૧૧૦ ]
પદાર્થો માટે તો વાચકોને થોડો ઘણો ખુલાસો કરી સંતોષ આપી શકાય પણ આકાશી પદાર્થો માટે આપણે વિજ્ઞાનની માન્યતાઓ સામે કશો જવાબ આપી શકીએ તેવી સ્થિતિ નથી. કેમકે વિજ્ઞાને તો આકાશના પદાર્થોનાં માપ માટે કે અંતર માટે હજારો, લાખો અને કરોડો માઇલની વાત કરી છે. આપણી માન્યતા સાથે આકાશ-પાતાલ જેટલું અંતર રહે છે.
હમણાં જ છાપામાં સમાચાર આવ્યા છે કે નેપ્ચ્યુન ગ્રહની માહિતી મેળવવા માટે આજથી ૧૩ વર્ષ ઉપર છોડાએલા માનવ વગરના વોયેજર' નામના યાને સાડાચાર અબજ કિલોમીટરનો પ્રવાસ ખેડયો છે. અબજો માઇલો દૂર દૂર ગ્રહની વાત વિજ્ઞાન જણાવતું હોય ત્યારે લાગે છે કે આકાશી પદાર્થની તુલના કે ભાંજગડમાં આપણે પડવું ઉચિત નથી.
લેખાંક-૧૧
* ગ્રહો વચ્ચેનું અંતર અને ગ્રહોનું માપ
૧. જૈનશાસ્ત્રોમાં ગ્રહનો ક્રમ છે તેથી જુદો જ ક્રમ વિજ્ઞાને માન્યો છે. જૈન ખગોળમાં ગ્રહોને વિમાનો માન્યા છે પણ તે વિજ્ઞાનની સરખામણીએ કદમાં સાવ નાના કહ્યા છે.
હવે વિજ્ઞાન શું કહે છે તે જોઇએ.
આકાશમાં સૂર્ય જે સ્થાને છે તે સ્થાનથી બુધનો ગ્રહ લગભગ છ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૪૮૬૮ કિલોમીટરનો છે. *શુક્ર સૂર્યથી લગભગ ૧૧ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ સાડા બાર હજાર કિલોમીટરનો છે. મંગળ પૃથ્વી કરતાં જરાક નાનો છે, સૂર્યથી લગભગ ૨૨ કરોડથી વધુ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૭૦૦૦ કિલોમીટરનો છે. ગુરુ સૂર્યથી લગભગ ૭૮ કરોડ કિલોમીટર દૂર છે, પૃથ્વીથી ઘણો મોટો છે. શિન સૂર્યથી લગભગ ૧૪૩ કરોડ કિલોમીટર દૂર છે અને શનિ પૃથ્વીના વ્યાસથી મોટો છે. આ બધા ગ્રહોમાં કોઇપણ ગ્રહ ઉપર જીવન-પ્રાણી વસ્તી નથી. દરેક ગ્રહો સૂર્યને પ્રદક્ષિણા આપતા જણાવ્યા છે. વૈજ્ઞાનિકો સૂર્યને તારા શબ્દથી પણ ઓળખાવે છે. સૂર્ય પૃથ્વીથી ચૌદ કરોડ અઠયાસી
* અમેરિકાએ ઇ. સન્ ૧૯૮૮માં શુક્ર ગ્રહ શું છે ? ત્યાંની પરિસ્થિતિ શું છે ? તેનો તાગ કાઢવા મેગેલાન નામનું અવકાશયાન રવાના કર્યું છે. અબજો માઇલનો પ્રવાસ કરીને ઇ. સન્ ૧૯૯૫માં રિઝલ્ટ આપવાનું છે. કો જોઇએ. અંતરમાં જૈન ખગોળ સાથે જરાપણ મેળ ખાય તેમ છે ? આ યાન અત્યન્ત સૂક્ષ્મગ્રાહી રેડાર યન્ત્રરૂપે છે. ગ્રહો ઉપર યાનો મોકલવાનો અમેરિકાનો ઉદ્દેશ પૃથ્વી ઉપર જેવી માનવ વસ્તી અને જીવસૃષ્ટિ ત્યાં છે કે કેમ ! તે શોધી કાઢવાનો છે.
આ મેગેલાન નામનું યાન ૧૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે. તે લગભગ ૬ મીટર ઊંચું અને ૪ મીટર પહોળું તેમજ ૩૪૫૪ કિલોગ્રામ વજનનું છે. તે આકાશમાં પરિભ્રમણ કરી રહ્યું છે. આ શુક્ર એક તેજસ્વી તારો છે. આપણા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને પરદેશમાં ‘વિનસ’ તરીકે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org