________________
/ ૧૦૮ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
લેખાંક-૯
સંસ્કૃતમાં સ્થળ વગેરેનું અંતર બતાવનાર ઘણા શબ્દો છે, એમાં ગાઉ વાચક ઢોલ શબ્દ છે. જૈનધર્મમાં પ્રમાણો માટે કોશ શબ્દનો પ્રયોગ બહુ ઓછો જોવા મળે છે, પણ યોજન શબ્દનો ઉપયોગ ઘણો થયો છે. આ આપણું ભારતીય માપ છે. બ્રિટિશ રાજ્યના આવ્યા પછી આપણે ત્યાં માઇલનું માપ શરૂ થયું. જો કે આજે આપણા દેશમાં ગાઉ શબ્દનો વપરાશ ગામડા પૂરતો રહ્યો છે. બાકી ગાઉનું સ્થાન માઇલ શબ્દ લીધું છે. એક ગાઉના કેટલા માઇલ થાય? તો ૧ માઇલ થાય. જો કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં કેટલાક લોકો ૧ ગાઉ બરાબર ૨ માઇલની ગણતરી મૂકે છે.
હવે આપણે તો મુખ્ય વાત કરવાની છે યોજનની.
યોજન એટલે શું? અથવા યોજનાના ગાઉ કરવા હોય તો કેટલા ગાઉ થાય? અત્યારે વ્યવહારમાં પ્રસિદ્ધિ ૪ ગાઉના ૧ યોજનની છે, અને તે આપણા શાસ્ત્રીય સર્વસંમત માપ મુજબ ચાર હાથનો એક ધનુષ્ય કહેવાય. બે હજાર ધનુષ્યનો એક ગાઉ થાય. આપણી આ શાસ્ત્રીય ગણતરીના અનુસારે ૮૦૦૦ ધનુષ્યના અથતિ ૪ ગાઉ થાય અને તેને જ યોજન કહેવાય.
હું નાનો હતો ત્યારે વિહારમાં ગુજરાતમાં પૂછીએ ત્યારે કેટલાક ૧ માઈલનો ગાઉ કહે અને કાઠિયાવાડમાં પૂછીએ ત્યારે ૨ માઈલનો ગાઉ કહે. આપણા દેશમાં વજનનાં માપો અને અંતરનાં માપો જુદા જુદા પ્રદેશોને આશ્રીને ભિન્ન ભિન્ન ચાલતાં હતાં. લલિતવિસ્તરા ગ્રન્થમાં મગધદેશમાં ૧૦૦૦ ધનુષ્યનો ગાઉ ગણાતો હતો, જ્યારે વૈજ્યન્તીકોશમાં મગધમાં ૪૦૦૦ ધનુષ્યનો યોજન ગણાતો હતો. (કૌટિલ્ય અર્થશાસ્ત્રથી આ વાત જાણવા મળી શકે છે) હવે શાસ્ત્રમાં સર્વસામાન્ય અંતરો માપવા માટે ૪ ગાઉનો ૧ યોજન એ નિયમ નક્કી થએલો છે. પરંતુ શાસ્ત્રકારોને થયું કે જંગી પહાડો. પૃથ્વીઓ અને વિમાનો માટે નવું મોટું, પ્રમાણ હોય તો જલદી ગણતરી થઈ જાય. એટલે શાસ્ત્રકારોએ જણાવ્યું કે પહાડી, પૃથ્વીઓ, વિમા બીજી કોઈ મોટી વસ્તુઓ હોય તેનાં શાસ્ત્રકારોએ જેટલાં યોજન બતાવ્યા હોય તેટલા યોજન ૪ ગાઉના નહિ સમજવા, પરંતુ નાપૂઢવી વિમાII આ જ સંગ્રહણી ગ્રન્થમાં આપેલી ૩૧૪ મી ગાથાના આધારે ૪૦૦ ગાઉનો ૧ યોજન ગણીને ગણતરી કરવી.
જૈનશાસ્ત્રમાં “ઉત્સાંગલ, આત્માંગલ અને પ્રમાણાંગુલ ત્રણ જાતનાં પ્રમાણ કહ્યાં છે. એ ત્રણે જાતનાં પ્રમાણો પણ થોડાં વિવાદાસ્પદ છે. આ માટે એક પૂવચાર્યજીએ એ વિવાદ દૂર કરવા અંગુલસિત્તરી નામનો ગ્રન્થ લખ્યો છે.
ઉત્સધાંગુલની બાબતમાં આપણે એક દાખલો લઈએ.
મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજનની કહી અને ઉપર કહ્યું તે પ્રમાણે પ્રમાણાંગુલના માપવાળા યોજન બતાવ્યા ત્યારે મેરુપર્વત ચારસો (૪૦૦) લાખ યોજન ઊંચો થયો. બુદ્ધિથી આ વાત શક્ય છે ખરી?
૧. આ મુદ્રિત પુસ્તકમાં આના વર્ણન માટે જુઓ પૃષ્ઠ પ૨૭. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org