________________
સાતે નરકના પ્રતરમાં દેહમાન तं चेगूणगसगपयर-भइयं बीयाइपयखुड्डि भवे । तिकर तिअंगुल कर सत्त, अंगुला सट्टिगुणवीसं ॥२४७॥ पण धणु अंगुल वीसं, पणरस धणु दुन्नि हत्थ सड्डा य ।
बासट्ठि धणुह सट्टा, पणपुढवीपयरखुड्डि इमा ॥२४८॥
ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે ઉત્કૃષ્ટ દેહ પ્રમાણ હોય, તે નીચેની પૃથ્વીના પ્રથમ પ્રતરે પણ જાણવું, બીજી આદિ છ એ નરકમાં પ્રથમ પ્રતરે દેહમાન જાણવા માટે આ ઉપાય સમજવો, તે નરકોના બીજા વગેરે પ્રતિરોમાં દેહમાન જાણવા માટે તે તે પૃથ્વીમાં પ્રાપ્ત થતાં પ્રથમ પ્રતરના દેહમાનને તે તે પૃથ્વીના પ્રતરોની સંખ્યામાંથી એક બાદ કરી જે સંખ્યા આવે તે પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો, ભાગાકાર કરતાં જે સંખ્યા આવે છે તે પૃથ્વીના બીજા પ્રતરોમાં વૃદ્ધિઅંક સમજવો, એ પ્રમાણે કરતાં બીજી નરકમાં ત્રણહાથ અને ત્રણઅંગુલ વૃદ્ધિઅંક, ત્રીજીમાં સાત હાથ અને ૧૯ો અંગુલ વૃદ્ધિઅંક, ચોથીમાં પાંચ ધનુષ્ય અને વિશ અંગુલ, પાંચમી નરકમાં પંદર ધનુષ્ય અને અઢી હાથ, છઠ્ઠી નરકમાં બાસઠ ધનુષ્ય વૃદ્ધિઅંક જાણવો. એ પ્રમાણે વચલી પાંચ નરકના પ્રતરો સંબંધી નારકજીવોના દેહમાન માટે વૃદ્ધિઅંક કહ્યો. (૨૪૬-૨૪૭–૨૪૮)
इअ साहाविय देहो, उत्तरवेउविओ य तद्गुणो ।
दुविहोऽवि जहन्न कमा, अंगुलअस्संखं संखंसो ॥२४६॥
એ પ્રમાણે સ્વાભાવિક ભવધારણીય શરીરનું પ્રમાણ કહ્યું, ઉત્તરવૈક્રિયાનું પ્રમાણ ભવધારણીય શરીર જ્યાં જ્યાં જેટલું હોય તેનાથી બમણું જાણવું, આ ઉત્કૃષ્ટ જાણવું, જઘન્ય શરીર ભવધારણીય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિય અંગુલનો સંખ્યાતમો ભાગ જાણવો. (૨૪૯)
सत्तसु चउवीस मुहू, सग पनर दिणेगदुचउछम्मासा । उववाय-चवणविरहो, ओहे बारस मुहूत्त गुरू ॥२५०॥ लहुओ दुहाऽवि समओ-संखा पुण सुरसमा मुणेअव्वा ।
संखाउपजत्तपणिदितिरिनरा जंति नरएसुं ॥२५१॥
સાતે નરક પૈકી નરકમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો ઉપપાત–અવનવિરહ, બીજીમાં સાતદિવસનો, ત્રીજીમાં પંદરદિવસનો, ચોથી નરકમાં એક મહિનાનો, પાંચમીમાં બે માસનો, છઠ્ઠીમાં ચાર માસનો અને સાતમીમાં છ માસનો ઉપપાત–અવનવિરહ કાળ છે. ઓઘે સાતે નરકની અપેક્ષાએ બાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ ઉપપાત વન વિરહ કાળ છે. જઘન્યથી ઉપપાતવિરહ તથા અવન વિરહ કાળ બન્ને એક એક સમયનો છે. ઉપપાત–વન સંખ્યા દેવોના દ્વારમાં જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી. સંખ્યવર્ષના આયુષ્યવાળા, લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય–તિર્યંચો તથા મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૫૦–૨૫૧).
मिच्छद्दिट्ठि महारंभ-परिग्गहो तिब्बकोह निस्सीलो ।
नरयाउअं निबंधइ, पावसई रुद्दपरिणामो ॥२५२॥ [प्र. गा. सं. ६३]
મિથ્યાદૃષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવ્રક્રોધી અને નિઃશીલશીલાદિ સદગુણોથી રહિત પાપીમાનેવાળો. અને રૌદ્રપરિણામવાળો આત્મા નરકનું આયુષ્ય બાંધે છે. (૨પ૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org