________________
૩s
બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત असन्नि सरिसिव-पक्खी-सीह-उरगित्थि जंति जा छट्ठी । कमसो उक्कोसेण, सत्तमपुढवीं मणुअ-मच्छा ॥२५३॥
અસંજ્ઞીપંચેન્દ્રિય પહેલી નરક સુધી, નકુલનોળીયા વગેરે બીજી નરક સુધી, ગીધ વગેરે પક્ષીઓ ત્રીજી નરક સુધીસિંહ વગેરે ચોથી નરક સુધી, સર્પ વગેરે પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. (૨પ૩).
वाला दाढी पक्खी, जलयर नरयाऽऽगया उ अइकूरा ।
जंति पुणो नरएसुं, बाहुल्लेणं न उण नियमो ॥२५४॥
વ્યાલ એટલે સપદિ, દાઢવાળા તે વ્યાઘસિંહ વગેરે, ગીધ વગેરે પક્ષીઓ અને મગરમચ્છ વગેરે જલચર જીવો નરકમાંથી ઘણા ભાગે આવેલ હોય અને અતિકૂર પરિણામવાળા તે પ્રાયઃ પુનઃ નરકમાં ઉત્પન્ન થાય છે, પરંતુ એ પ્રમાણે જ થાય એવો નિયમ ન સમજવો. (૨૫૪)
दोपढमपुढवीगमणं, छेवढे कीलिआइसंघयणे । इक्विक पुढविदुट्ठी, आइतिलेसा उ नरएसु ॥२५॥ दुसु काऊ तइयाए, काऊ नीला य नील पंकाए ।
धूमाए नीलकिण्हा, दुसु किण्हा हुंति लेसा उ ॥२५६॥
છેવટ્ટા સંઘયણવાળો પહેલી બે નરક સુધી ઉત્પન્ન થઈ શકે, ત્યારબાદ કાલિકાદિ સંઘયણવાળા માટે એક એક નરક વધતા જવું એટલે કે કાલિકાવાળો ત્રીજી સુધી, અર્ધનારાચવાળો ચોથી સુધી, નારાચવાળો પાંચમી સુધી, ઋષભનારાચવાળો છઠ્ઠી સુધી, અને વજૂષભનારાચવાળો સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પ્રથમની ત્રણ નરકમાં પહેલી ત્રણે વેશ્યા હોય છે, તેમાં પણ પહેલી બે નરકને વિષે કાપોતલેશ્યા હોય, ત્રીજીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથીમાં નીલલેશ્યા, પાંચમીમાં નીલ અને કણલેશ્યા, છઠ્ઠી તથા સાતમી નરકમાં કેવલ કૃષ્ણ લેશ્યા જ હોય છે. (૨૫૫–૨૫૬)
सुरनारयाण ताओ, दबलेसा अवढिआ भणिया ।
भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा ॥२५७॥
દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા અવસ્થિત કહેલી છે પરંતુ ભાવનાના પરાવર્તનને અંગે ભાવલેશ્યા તો તેઓને છએ હોય છે. (૨૫૭)
निरउबट्टा गब्भे, पजत्तसंखाउ लद्धि एएसिं ।
चक्की हरिजुअल अरिहा, जिण जइ दिस सम्म पुहविकमा ॥२५८॥
નરકગતિમાંથી નીકળેલા જીવો અનન્તરભવે પતિ સંખ્ય વષયિષવાળા ગર્ભજ તિયચ તથા મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે, પહેલી નરકમાંથી નીકળેલો ચક્રવર્તી થઈ શકે, બીજી સુધીનો નીકળેલો બલદેવ–વાસુદેવ થઈ શકે, ત્રીજી સુધીનો નીકળેલો તીર્થકર પણ થઈ શકે છે, ચોથી સુધીનો સામાન્ય કેવલી, પાંચમી સુધીનો સાધુ, છઠ્ઠી સુધીનો શ્રાવક અને સાતમી સુધીનો સમ્યગ્દષ્ટિ થઈ શકે છે. (૨૫૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org