________________
૩૩
તે તે નરકમાં નરકાવાસાઓની સંખ્યા बीपाइसु पयोमुं, इगइराहीणा उ हुंति पंतीओ ।
जा सत्तममहिपयरे, दिसि इक्किको विदिसि नत्थि ॥२३२॥
બીજા પ્રતરથી માંડીને નીચેની અન્ય પ્રતરગત પંક્તિઓમાં એક એક નરકાવાસો ઓછો કરતાં જવું. વાવત સાતમી નરકમાં દિશાગત પંક્તિમાં એક એક નરકાવાસો આવે અને વિદિશામાં બીલકુલ ન હોય. (૨૩૨)
इट्ठपयरेगदिसि संख, अडगुणा चउ विणा सइगसंखा । जह सीमंतयपयरे, एगुणनउया सया तिन्नि ॥२३३॥ अपइट्ठाणे पंच उ-पढमो मुहमंतिमो हवइ भूमी । मुहभूमिसमासद्धं, पयरगुणं होइ सबधणं ॥२३४॥
ઇષ્ટપ્રતરમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવી હોય તો તે પ્રતરની એક દિશાગત નરકાવાસાની સંખ્યાને આઠ ગુણી કરી તેમાંથી ચાર બાદ કરવાનું બાકી રહે તેમાં ઇન્દ્રક નરકાવાસો ભેળવવો એટલે ઈષ્ટપ્રતરે પંક્તિગત નરકાવાસાની સંખ્યા પ્રાપ્ત થાય. જેમ સીમંતક નરકાવાસામાં ૩૮૯ અને અપ્રતિષ્ઠાનમાં પાંચ નરકાવાસાની સંખ્યા છે. સાતે નરકમાં અને પ્રત્યેક નરકમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ વિચારવું. પ્રથમ પ્રતરગત નરકાવાસ સંખ્યા તે મુખ અને અંતિમ પ્રતરગત નરકાવાસસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાનો સરવાળો કરીને અધ કરવું. જે સંખ્યા આવે તેને સર્વ પ્રતરની સંખ્યાવડે ગુણવાથી પંક્તિગત નરકાવાસાની સર્વ સંખ્યા પ્રાપ્ત થાય. (૨૩૩–૨૩૪)
छन्नवइसय तिपन्ना, सत्तसु पुढवीसु आवलीनरया ।
सेस तिअसीइलक्खा, तिसय सियाला नवइसहसा ॥२३॥
સાતે નરકમાં કુલ, ૮૬૫૩ પંક્તિગત નરકાવાસા છે અને ૮૩૯૦૩૪૭ પુષ્પાવકીર્ણ નરંકાવાસાઓની સંખ્યા છે. (૨૩૫)
तिसहस्सुच्चा सव्वे, संखमसंखिजवित्थडाऽऽयामा । पणयाल लक्ख सीमं-तओ अ लक्खं अपइठाणो ॥२३६॥ हिट्ठा घणो सहस्सं, उपिं संकोयओ सहस्सं तु । મો સહસ યુસિયા, તિત્તિ સહસૂણિમા નિયા ||૨૩ી ક્રિ . ]
સાતે નરકમાં વર્તતા સર્વ નરકાવાસાઓ 3000 યોજન ઉંચા, અને લંબાઈ પહોળાઈમાં કોઈ સંખ્યાત યોજનના તો કોઈ અસંખ્ય યોજન પ્રમાણમાં છે. જેમકે પ્રથમ સીમંત નામનો નરકાવાસો ૪૫00000 યોજનાનો છે અને સાતમી નરકનો પ્રતિષ્ઠાન નરકાવાસો એક લાખ યોજનાનો છે. જે ત્રણ હજાર યોજનાની ઉંચાઈ કહી તેમાંથી એક હજાર યોજન નીચેનું તળીયું જાડું. એક હજાર યોજનનું ઉપરનું મથાળું જાડું અને વચમાં એકહજારનું પોલાણ, એમ ત્રણ હજાર યોજન ઉંચા સર્વનરકાવાસા છે. (૨૩૬-૨૩૭)
छसु हिट्ठोवरि जोयणसहसं बावन सह चरमाए । पुढवीए नरयरहियं, नरया सेसम्मि सव्वासु ॥२३८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org