________________
સૂત્ર-૫૧
સભાષ્ય-ભાષાંતર
સૂત્રમ્- નાલાઈનો નપુંસાનિ ।।૨-૦ા
અર્થ- નારકી અને સંમૂર્ચ્છન જીવો નપુંસકલિંગી હોય છે.
भाष्यम्- नारकाश्च सर्वे संमूर्च्छिनश्च नपुंसकान्येव भवन्ति, न स्त्रियो न पुमांसः, तेषां हि चारित्रमोहनीयनोकषायवेदनीयाश्रयेषु त्रिषु वेदेषु नपुंसकवेदनीयमेवैकमशुभगतिनामापेक्षं पूर्वबद्धनिकाचितमुदयप्राप्तं भवति, नेतरे इति ॥५०॥
અર્થ- નારકો અને બધા સંમૂર્ચ્છનો નપુંસક જ હોય છે. (તે) નથી સ્ત્રી કે નથી પુરુષ (હોતા). તેમને (નારક, સંમૂર્ચ્છનને) અશુભગતિનામ કર્મની અપેક્ષાએ પૂર્વબદ્ધ નિકાચિત એવા ચારિત્રમોહનીય અને નોકષાયવેદનીય છે આશ્રય જેનો એવા ત્રણે વેદમાં નપુંસકવેદનીયનો જ ઉદય હોય છે. પરન્તુ બીજા (સ્ત્રી-પુરુષ વેદોદય) ન હોય. પગા
અર્થ– દેવો નપુંસકલિંગ નથી હોતા.
સૂત્રમ્- ન ફેવાઃ ।।૨-૬શા
भाष्यम्- देवाश्चतुर्निकाया अपि नपुंसकानि न भवन्ति, स्त्रियः पुमांसश्च भवन्ति, तेषां हि शुभगतिनामापेक्षे स्त्रीपुंवेदनीये पूर्वबद्धनिकाचिते उदयप्राप्ते द्वे एव भवतो, नेतरत्, पारिशेष्याच्च गम्यते जराय्वण्डपोतजास्त्रिविधा भवन्ति - स्त्रियः पुमांसो नपुंसकानीति ॥५१॥
૫૯
અર્થ- ચારે નિકાયના દેવો સ્ત્રી અને પુરુષલિંગી હોય છે. પરન્તુ નપુંસકલિંગી નથી હોતા. તેમને શુભગતિનામની અપેક્ષાવાળા પૂર્વબદ્ધ નિકાચિત ઉદયપ્રાસ સ્ત્રી-પુરુષવેદરૂપ બે જ લિંગ હોય છે. તે સિવાય (નપુંસક) ન હોય. બાકી રહેલાથી એ જણાય છે કે જરાયુજ, અંડજ અને પોતજ ત્રણેય પ્રકારના (જન્મો) હોય છે- સ્ત્રીલિંગી, પુરુષલિંગી અને નપુંસકલિંગી. ॥૫॥
Jain Education International
भाष्यम्- अत्राह-चतुर्गतावपि संसारे किं व्यवस्थिता स्थितिरायुष उताकालमृत्युरप्यस्तीति ? अत्रोच्यते, द्विविधान्यायूंषि - अपवर्तनीयानि अनपवर्तनीयानि च, अनपवर्तनीयानि पुनर्द्विविधानि - सोपक्रमाणि निरुपक्रमाणि च, अपवर्तनीयानि तु नियतं सोपक्रमाणीति । तत्र
અર્થ- જિજ્ઞાસુ અહીં પૂછે છે કે-ચારગતિરૂપ સંસારમાં આયુષ્યસ્થિતિની શી વ્યવસ્થા છે ? (શો નિયમ છે ?) કે અકાલે મૃત્યુ પણ થાય છે. ? (ઉત્તરકાર)-કહેવાય છે અહીં-આયુષ્ય બે પ્રકારના છે. (૧) અપવર્તનીય (આયુષ્ય) અને (ર) અનપવર્તનીય (આયુષ્ય). વળી અનપવર્તનીયના બે ભેદ છે (૧) સોપક્રમી અને (૨) નિરુપક્રમી. અપવર્તનીય (આયુષ્ય) તો ચોક્કસ સોપક્રમી (હોય છે). તેમાં... (આગળ-અનન્તર સૂત્રમાં કહે છે)
૧. અહીં સ્ત્રીવેદન શુભકહ્યો તે નપુંસકની અપેક્ષાએ. પરંતુ હકીકતમાં શુભ નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org