________________
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૨
भाष्यम्- अत्राह-आसु चतसृषु संसारगतिषु को लिङ्गनियम इति?, अत्रोच्यते, जीवस्यौदयिकेषु भावेषु व्याख्यायमानेषूक्तम्-त्रिविधमेव लिङ्ग-स्त्रीलिङ्ग पुंल्लिङ्ग नपुंसकलिङ्गमिति, तथा चारित्रमोहेनोकषायवेदनीये त्रिविधएव वेदो वक्ष्यते-स्त्रीवेदः पुंवेदो नपुंसकवेद इति। तस्मात् त्रिविधमेव लिङ्गमिति।
તંત્ર
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે-સંસારની આ ચારેગતિમાં લિંગનો શો નિયમ છે ? (અર્થાત્ કઈ ગતિમાં ક્યા લિંગ હોય ?) (ઉત્તરકાર) કહેવાય છે અહીં– જીવના ઔદયિકાદિભાવોના વ્યાખ્યાનમાં (ભાગમાં) લિંગ ત્રણ જ છે. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ. એ પ્રમાણે કહ્યું છે. તથા ચારિત્રમોહનીયમાં નોકષાયમાં વેદ ત્રણ જ પ્રકારના છે તે (અ. ૮ - સૂ. ૧૦ માં) કહેવાશે. (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ અને (૩) નપુંસકવેદ. તેથી લિંગ પણ ત્રણ જ છે... તેમાં (લિંગ વિષે અનન્તર સૂત્રમાં કહે છે)
પ્રમાણથી-દારિક શરીર એક હજાર યોજન + સાતિરેક, વૈકિયશરીર- ૧ લાખ યોજન (મનુષ્ય, તિર્યંચ), ૧ લાખ યોજનામાં ચાર અંગુલ ન્યૂન (દેવતાઓ). આહારક-મુકીવાળેલ એક હાથ.
તૈજસ અને કાર્મણ-લોક પ્રમાણ. * પ્રદેશથી-દારિકના પ્રદેશો અનંતા, દારિક કરતાં વૈશ્ચિયના પ્રદેશો અસંખ્યગુણ.
વૈકિય કરતા આહારકના પ્રદેશો અસંખ્યગુણ. આહારક કરતા તેજસના પ્રદેશો અનંતગુણ. તેજસ કરતા કામણના પ્રદેશો અનંતગુણ.
प्रदेशतोऽसंख्येगुणप्राक् तैजसात् ॥२- ३९॥, अनन्तगुणे परो।।२-४०।। + અવગાહનાથી-દારિક અવગાહના-એક હજાર યોજન પ્રમાણ આકાશપ્રદેશોની અવગાહના.
વૈકિય-દારિક કરતા અસંખ્ય ગુણ પ્રદેશ અવગાહના (૧ લાખ યોજન પ્રમાણ.). આહારક-એક હાથનું હોવાથી અલ્પ આકાશપ્રદેશ. પરંતુ અસંખ્યતો ખરા જ. (અવગાહના આ બે શરીર કરતાં ઓછી)
તેજસ અને કાર્મણ-લોકાન્ત સુધી લાંબી આકાશશ્રેણીમાં અવગાહિત. * સ્થિતિથી-દારિક-જઘન્ય-અંતર્મુક્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
વૈકિય-જધન્ય-અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ. આહારક-તમુહર્ત જ.
તેજસ અને કાર્મણ-અનાદિ સાંત અને અનાદિ અનન્ત. * અલ્પબદુત્વથી-સૌથી ઓછા આહારક હોય છે. કયારેક ન પણ હોય. હોય તો જઘન્યથી
એક અને ઉત્કૃષ્ટથી નવ હજાર. આહારક કરતાં વૈક્રિયશરીરી અસંખ્ય ગુણ. વૈશ્ચિય કરતાં ઔદારિક અસંખ્ય ગુણ. [ઔદારિક શરીરીમાં અનંતગુણ ન કહ્યું કારણકે સાધારણ વનસ્પતિકાયનો આમાં સમાવેશ થતો નથી. સાધારણોને અનન્ત વચ્ચે એક શરીર હોય છે.] ઔદારિક કરતા તેજસ અને કાર્પણ અનંત ગુણા.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org