SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૨ सूत्रम्- औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः ॥२-५२॥ અર્થ- ઉપપાત જન્મવાળા, ચરમદેહી, ઉત્તમપુરુષો, અસંખ્યવર્ષના આયુષી (યુગલિકો) આટલા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. भाष्यम्- औपपातिकाश्चरमदेहा उत्तमपुरुषा असङ्ख्येयवर्षायुष इत्येतेऽनपवायुषो भवन्ति, तत्रौपपातिका नारकदेवाश्चेत्युक्तम्, चरमदेहा मनुष्या एव भवन्ति, नान्ये, चरमदेहा अन्त्यदेहा इत्यर्थः, ये तेनैव शरीरेण सिध्यन्ति, उत्तमपुरुषास्तीर्थकरचक्रवर्त्यर्धचक्रवर्तिनः, असङ्ख्येयवर्षायुषो मनुष्याः तिर्यग्योनिजाश्च भवन्ति । અર્થ- પપાતિકી, ચરમદેહી, ઉત્તમપુરુષો અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા (આટલા જીવો) અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તેમાં-ઔપપાતિકી-નારક અને દેવો એ પ્રમાણે અ. ૨, સૂ. ૩૫ માં કહ્યું છે. ચરમદેહી-મનુષ્યો જ હોય છે, બીજું કોઈ નહિ. ચરમદેહી એટલે અન્યદેહી, જે તે શરીરવડે સિદ્ધ થવાના હોય તે ચરમદેહી.) ઉત્તમપુરષો-શ્રી તીર્થકર, ચક્રવર્તી અર્ધચક્રવતીઓ. અસંખ્યવર્ષના આયુષ્યવાળા-મનુષ્ય અને તિર્યંચો (અર્થાત્ યુગલિકો) હોય છે. भाष्यम्- सदेवकुरूत्तरकुरुषु सान्तरद्वीपकास्वकर्मभूमिषु कर्मभूमिषु च सुषमसुषमायां सुषमायां सुषमदुषमायामित्यसङ्ख्येयवर्षायुषो मनुष्या भवन्ति, अत्रैव बाह्येषु द्वीपेषु समुद्रेषु तिर्यगयोनिजा असङ्ख्येयवर्षायुषो भवन्ति, औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमाः, चरमदेहा: सोपक्रमा निरुपक्रमाश्चेति । एभ्य औपपातिक चरमदेहासङ्ख्येयवर्षायुर्थ्यः शेषा: मनुष्यास्तिर्यग्योनिजा: सोपक्रमा निरुपक्रमाश्चापवायुषोऽनपवायुपश्च भवन्ति, तत्र येऽपवायुषस्तेषां विषशस्त्रकण्टकानयुदकाह्यशिताजीर्णाशनिप्रपातोद्वन्धनश्वापदवज्रनिर्घातादिभिः क्षुत्पिपासाशीतोष्णादिभिश्च द्वन्द्वोपक्रमैरायुरपवर्त्यते, अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्तात्कर्मफलोपभोगः, उपक्रमोऽपवर्तननिमित्तम् । અર્થ- દેવકુરુ તથા ઉત્તરકુરુમાં, અદ્વપમાં, અકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં સુષમ-સુષમ આરામાં, સુષમ આરામાં અને સુષમદુષમ આરામાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો હોય છે. અહીં જ તેમજ બહારના દ્વીપો સમુદ્રોમાં તિર્યંચો અસંખ્યવર્ષના આયુષ્યવાળા હોય છે. -ઉપપાતજન્મવાળા (ઔપપાતિક) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા નિરુપક્રમી હોય છે. -ચરમદેહી- સોપકમી અને નિરુપક્રમી હોય છે. આ ઔપપાતિકી, ચરમદેહી, અસંખ્યવર્ષના આયુષ્યવાળા સિવાયના મનુષ્યો અને તિર્યંચો સોપકમી અને નિરુપક્રમી તેમજ અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. -તેમાં જે અપવર્તનીય આયુષ્યવાળા હોય છે તેમને વિષ, શસ્ત્ર, કાંટા, અગ્નિ, પાણી, સર્પ, ગરમી, અજીર્ણ, અશનિપ્રપાત (વિજળી પડવી), ફાંસો, જનાવરો, વજનો ઘાત વગેરેથી તેમજ ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ દ્વન્દ્ર ઉપક્રમ થી આયુષ્ય ઓછું થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy