________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૨
અહીં કહેવાય છે-ઉગતારમૂઉદાર- એટલે જેની ઉત્કૃષ્ટ શોભા છે તેવું શરીર (ઉદાર એટલે પ્રધાન અથવા શ્રેષ્ઠ. જેમકે, શ્રી તીર્થંકર પરમાત્માનું શરીર ઔદારિક છે. જેને જેવું ત્રણેય લોકમાં કોઈ શરીર જ નથી.) ઉત્કટારમ્-ઉદાર,-એટલે જેની ઉત્કૃષ્ટ મર્યાદા છે શરીરની. (જેમકે એક હજાર યોજન ઔદારિક શરીરની મર્યાદા છે, એટલે એનાથી મોટું નથી હોતું.) -ઉદગમ એટલે પ્રાદુર્ભાવ. એ ઉદાર શબ્દથી કહેવાય છે. એનું ઉપાદાને શુક શોણિતાદિ છે. તેના ગ્રહણથી આરંભીને જે ઉચે આવે છે, વધે છે, કર્ણ-શીર્ણ થાય છે અને પરિણમન થાય છે, એટલે ઉદાર કહેવાય છે. ઉદાર (એટલે પૂલ) તે જ ઔદારિક. ગ્રાહ્યવર્ગણામાં સૌથી સ્થૂલ આ છે. ઘણાં પ્રદેશોનું બનેલ છે માટે બીજું કોઈ આવું (સ્થૂલ) નથી. -જેમ ઉગમ થાય છે તેમ ગ્રહણ થાય છે, છેદાય છે, ભેદાય છે, બળાય છે, (વાયુથી) હરી જવાય છે. માટે આ ઉદાહરણથી ઔદારિક માનવું. બીજા શરીરો આવા નથી. ઉદાર- એટલે પૂલ, ઉદાર = ઉગત, ઉદાર = પુષ્ટ, ઉદાર = બૃહદ્, ઉદાર = મહતું સ્થૂલ છે માટે ઔદારિક. બીજા શરીરો તેવા નથી. તે પછીના (શરીરો) સૂક્ષ્મ-સૂક્ષ્મ છે- વરં સૂક્ષ્મમુ ર-૩૮ાા. એમ પૂર્વે કહ્યું છે.
भाष्यम्- वैक्रियमिति । विक्रिया विकारो विकृतिर्विकरणमित्यनान्तरम् । विविधं क्रियते । एकं भूत्वा अनेकं भवति । अनेकं भूत्वा एकं भवति । अणु भूत्वा महद् भवति । महच्च भूत्वाऽणु भवति । एकाकृति भूत्वा अनेकाकृति भवति । अनेका कृति भूत्वा एकाकृति भवति । दृश्यं भूत्वा अदृश्यं भवति । अदृश्यं भूत्वा दृश्यं भवति । भूमिचरं भूत्वा खेचरं भवति । खेचरं भूत्वा भूमिचरं भवति । प्रतिघाति भूत्वा अप्रतिघाति भवति । अप्रतिघाति भूत्वा प्रतिघाति भवति । युगपच्चैतान् भावाननुभवति । नैवं शेवाणीति । विक्रियायां भवति, विक्रियायां जायते, विक्रियायां निर्वत्यते, विक्रियैव वा वैक्रियम् । અર્થ- વૈકિય એટલે-વિકિયા (વિશિષ્ટ યિા) વિવિધ ક્રિયા, વિકૃતિ (વિચિત્ર કૃતિ), વિકરણ (વિવિધકરણ) એ એકાર્યવાચી છે. વિવિધરૂપે કરાય તે વૈક્રિય. જેમકે, એક થઈને અનેક થાય, અનેક થઈને એક થાય, નાનું થઈને મોટું થાય, મોટું થઈને નાનું થાય, એક આકૃતિવાળું થઈને અનેક આકૃતિ વાળું થાય, અનેક આકૃતિવાળુ થઈને એક આકૃતિવાળું થાય, દ્રશ્ય થઈને અદ્રશ્ય થાય, અદ્રશ્ય થઈને દ્રશ્ય થાય, ભૂચર થઈને ખેચર થાય, ખેચર થઈને ભૂચર થાય, પ્રતિઘાતિ થઈને અપ્રતિઘાતિ થાય, અપ્રતિઘાતિ થઈને પ્રતિઘાતિ થાય. એક સાથે આ બધા ભાવોને અનુભવે છે. બીજા શરીરો આ પ્રમાણે (=વૈકિય શરીર પ્રમાણે આ બધા ભાવો અનુભવતાં) નથી. વિવિધ ક્રિયામાં થાય છે, વિવિધ ક્રિયામાં ઉત્પન્ન થાય છે, વિવિધ ક્રિયામાં રચાય છે, અથવા વિવિધ કિયા તે જ વૈક્રિય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org