SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪૯ પ્રવૃત્તિ ન થાય). એ પ્રમાણે અર્થ. -અવ્યઘાતિ એટલે, આહારક શરીર વ્યાઘાત કરતું નથી કે પામતું નથી. અર્થાત્ કોઈથી પણ હણાતું નથી. સભાષ્ય-ભાષાંતર भाष्यम् - तच्चतुर्दशपूर्वधर एव कस्मिंस्चिदर्थे कृच्छ्रेऽत्यन्तसूक्ष्मे संदेहमापन्नो निश्चयाधिगमार्थं क्षेत्रान्तरितस्य भगवतोऽर्हतः पादमूलमौदारिकेण शरीरेणाशक्यगमनं मत्वा लब्धिप्रत्ययमेवोत्पादयति, दृष्ट्वा भगवन्तं छिन्नसंशयः पुनरागत्य व्युत्सृजत्यन्तर्मुहूर्तस्य ॥ અર્થ- તે (આહારક શરીર) ચૌદપૂર્વધર જ (બનાવી શકે). કોઈ અર્થમાં (ગહન વિષયમાં) અત્યન્ત સૂક્ષ્મ સંદેહવાળા તે ચૌદપૂર્વી નિશ્ચય (સંદેહ ભાંગવા-નિર્ણય માટે) પામવા માટે અન્યક્ષેત્રમાં અરિહંત ભગવાનના ચરણકમલમાં ઔદારિક શરીર વડે જવાનું અશકય હોવાથી, લબ્ધિપ્રત્યયથી જ (આહારક શરીર) બનાવે છે. (અને મોકલે છે.) ત્યાર બાદ ભગવાનને પૂછીને-સંદેહ દૂર કરીને (સંદેહ દૂર કર્યો છે જેણે તેવા તે ચૌદપૂર્વી) ફરી પાછા (સ્વક્ષેત્રમાં) આવીને તેનું (આહારક શરીરનું) વિસર્જન કરે છે. આ શરીર અન્તર્મુહૂર્ત સુધી રહે છે. भाष्यम् - तैजसमपि शरीरं लब्धिप्रत्ययं भवति ॥ અર્થ- તેજસ શરીર પણ લબ્ધિ પ્રત્યયિક છે. ૫ भाष्यम् - कार्मणमेषां निबन्धनमाश्रयो भवति, तत्कर्मत एव भवतीति बन्धे परस्ताद्वक्ष्यति, कर्म हि कार्मणस्य कारणमन्येषां च शरीराणाम्, आदित्यप्रकाशवत्, यथाऽऽदित्यः स्वमात्मानं प्रकाशयति अन्यानि च द्रव्याणि, न चास्यान्यः प्रकाशकः, एवं कार्मणमात्मनश्च कारणमन्येषां च शरीराणामिति । અર્થ- આ (ઔદારિક આદિ શરીર)નું કારણભૂત તે કર્મણ (શરીર) છે. તે (કાર્યણશરીર) કર્મથી જ થાય છે. એ પ્રમાણે આગળ બંધ (ના વિષય) માં કહેવાશે. કર્મ જ કાર્પણ શરીરનું કારણ છે અને બીજા શરીરોનું (પણ) કારણ છે. ‘જેમ સૂર્યપ્રકાશ’- જેમ સૂર્ય પોતે પ્રકાશમાન થાય છે અને બીજા દ્રવ્યોને પણ પ્રકાશમાન કરે છે. (પરન્તુ) સૂર્યને પ્રકાશમાન કરનાર બીજું કોઈ નથી. એ પ્રમાણે કાર્યણશરીર પોતાનું અને બીજા શરીરોનું કારણ છે. Jain Education International भाष्यम् - अत्राह - औदारिकमित्येतदादीनां शरीरसंज्ञानां कः पदार्थ इति ?, अत्रोच्यते, उद्गतारमुदारम्, उत्कटारमुदारम्, उद्गम एव वोदारम्, उपादानात्प्रभृति अनुसमयमुद्गच्छति वर्धते जीर्यते शीर्यते परिणमतीत्युदारम्, उदारमेवौदारिकम्, नैवमन्यानि, यथोद्गमं वा निरितिशेषं ग्राह्यं छेद्यं भेद्यं दाहां हार्यमित्युदाहरणादौदारिकम्, नैवमन्यानि, उदारमिति च स्थूलनाम् । स्थूलमुद्गतं पुष्टं बृहन्महदित्युदारमेवौदारिकम्, नैवं शेषाणि तेषां हि परं परं सूक्ष्ममित्युक्तम् ॥ અર્થ- (જિજ્ઞાસુ-) આ ઔદારિક વગેરે શરીરસંજ્ઞામાં ઔદારિક વગેરેનો શું અર્થ છે ? (ઉત્તરકાર) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy