SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૧ અર્થ- (જીજ્ઞાસુ) પૂછે છે કે-વિગ્રહનું શું પરિમાણ (પ્રમાણ) ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં-ક્ષેત્રથી ભજના છે' અને કાળથી તો... (૩૦) માં સૂત્રમાં = અનન્તર સૂત્રમાં કહે છે). સભાષ્ય-ભાષાંતર સૂત્રમ્- જ સમયોવિપ્રઃ ।।૨-૩૦ના અર્થ- એક સમય બાદ વિગ્રહગતિ હોય છે. [અર્થાત્-વિગ્રહગતિ એક સમયના વ્યવધાનવાળી હોય છે] भाष्यम्- एकसमयोऽविग्रहो भवति, अविग्रहा गतिरालोकान्तादप्येकेन समयेन भवति, एकाविग्रहा द्वाभ्याम्, द्विविग्रहा त्रिभिः, त्रिविग्रहा चतुर्भिरिति, अत्र भङ्गप्ररूपणा कार्येति ॥३०॥ ૪૭ અર્થ- વિગ્રહરહિત ગતિ એક સમયની હોય છે. વિગ્રહરહિતગતિ લોકના છેડા સુધીની હોય તો પણ એક સમયની હોય છે. એક વિગ્રહ (વળાંક) વાળી ગતિ-બે સમયની. બે વિગ્રહવાળી ગતિ-ત્રણ સમયની. ત્રણ વિગ્રહવાળી ગતિ-ચાર સમયની (હોય છે.) એ પ્રમાણે અહીં ભેદોની પ્રરૂપણા કરવી. (કયો ભેદ-કયા જીવને, કઈ ગતિમાં હોય. તેનો વિચાર કરવો.) II∞ા સૂત્રમ્ અર્થ- એક અથવા બે સમય આહાર રહિત હોય છે. ઢો વાડનાહારઃ ।।૨-રૂશા भाष्यम् - विग्रहगतिसमापन्नो जीव एकं वा समयं द्वौ वा समयावनाहारको भवति, शेषं कालमनुसमयमाहारयति, कथमेकं द्वौ वाऽनाहारको न बहूनित्यत्र भङ्गप्ररूपणा कार्या ॥ ३९ ॥ અર્થ- વિગ્રહગતિમાં ગમન કરતો જીવ એક કે બે સમય અનાહારકપણાવાળો' (આહાર લીધા વિનાનો) હોય છે. બાકીના કાળમાં દરેક સમયે આહાર લે છે. (પ્રશ્ન:) શા માટે ? એક કે બે સમય અનાહારકપણું ...? વધારે નહિ ? વધારે સમય અનાહારક ન હોય ?) (આવો પ્રશ્ન થયે છતે) અહીં ભાંગા સમ્બન્ધી વિચાર કરવો. ।।૩૧। Jain Education International भाष्यम्- अत्राह- एवमिदानीं भवक्षये जीवोऽविग्रहया विग्रहवत्या वा गत्या गतः कथं पुनर्जा इति ?, अत्रोच्यते, उपपातक्षेत्रं स्वकर्मवशात्प्राप्तः शरीरार्थं पुद्गलग्रहणं करोति, सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्त इत्ति, कायवाङ्गनः प्राणापानाः पुद्गलानामुपकारः, नामप्रत्ययाः सर्वतो योगविशेषादिति वक्ष्यामः, तज्जन्म, तच्च त्रिविधम्, तद्यथा ૧. જીવના પ્રદેશો સંકોચશીલ અને વિકાસશીલ (પ્રવેશ સંહાર વિજ્ઞપ્યિાં પ્રીપવત્- અ. ૧. સૂ.૬૬) હોવાના કારણે ક્ષેત્રનું પરિમાણ નિયત થતું નથી. પરન્તુ કાળનું પરિમાણ નિયત છે. જેથી ૩૦ માં સૂત્રમાં (અનન્તર) કહેવાય છે. ૨. અવિગ્રહગતિમાં અનાહારકપણું ન હોય. કેમકે તે ગતિ એક સમયની છે. ભવક્ષયે આહાર લીધો છે અને ઉત્પત્તિસ્થાને તુર્ત આહાર લેશે. એક વિગ્રહ માં પણ અનાહારકપણું ન હોય. કેમકે તેમાં બે સમય હોય છે. પહેલા સમયે પૂર્વ જન્મમાં આહાર લઈને આવ્યો છે અને બીજા સમયે ઉત્પત્તિસ્થાને તુર્ત આહાર લે છે. પરન્તુ બે વિગ્રહ હોય તો ત્રણ સમયની ગતિ થાય. પહેલા સમયે પૂર્વભવનો આહાર અને ત્રીજા સમયે પરભવનો (ઉત્પત્તિ સ્થાને) આહાર. જેમાં બીજો સમય આહાર વિનાનો, જેથી તે એક સમય અનાહારક કહેવાય. તે રીતે ચારસમયવાળા ત્રણ વિગ્રહમાં બે સમય અનાહારકપણું હોય. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy