SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાષધિગમ સૂત્ર અધ્યાય - ૨ અર્થ- પૃથ્વીકાયથી માંડીને વાયુકાય સુધીના જવનિકાયોને એક ઈન્દ્રિય હોય છે. સૂત્રકમ પ્રમાણે (પાસના.... ૨-૨૦ અનુસાર) એકેન્દ્રિયમાં પ્રથમ સ્પર્શન (ઈન્દ્રિય) આવે. (જેથી એન્દ્રિયને સર્પશનેન્દ્રિય જાણવી.) પરવા __ सूत्रम्- कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥२-२४॥ અર્થ- કૃમિ આદિ, કીડી આદિ, ભમરા આદિ, મનુષ્ય આદિ ને એકેક (પહેલા કરતા બીજા જીવોને એક વધારે બીજા કરતા ત્રીજાને એક વધારે) વધારે હોય. (અર્થાત્ ક્રમસર ૨-૩-૪-૫ ઈન્દ્રિયો હોય.) भाष्यम्- कृम्यादीनां पिपीलिकादीनां भ्रमरादीनां मनुष्यादीनां च यथासङ्ख्यमेकैकवृद्धानीन्द्रियाणि भवन्ति यथाक्रमम्, तद्यथा-कृम्यादीनां अपादिक-नूपुरक-गण्डूपद-शङ्ख-शुक्तिका-शम्बूकाजलूका-प्रभृतीनामेकेन्द्रियेभ्य: पृथिव्यादिभ्य एकेन वृद्धे स्पर्शन रसनेन्द्रिय भवतः, ततोऽप्येकेन वृद्धानि पिपीलिका-रोहिणिका-उपचिका-कुन्थु-तुंबुरुक-त्रपुसबीज-कर्पासास्थिका-शतपधु-त्पतक तृणपत्र काष्ठहारकप्रभृतीनां त्रीणि स्पर्शनरसनघ्राणानि, ततोऽप्येकेन वृद्धानि भ्रमर-वटर-सारङ्गમસિ-પુત્તિ-વંશ- માલ-વૃશ્વિનન્દાવર્તિ-વીર-પતલીનાં વત્વારિ સ્પર્શન-મન-ધ્રાचक्षुषां शेषाणां च तिर्यग्योनिजानां मत्स्योरगभुजङ्ग- पक्षि-चतुष्पदानां सर्वेषा च नारकमनुष्यदेवानां पञ्चेन्द्रियाणीति ॥२४॥ અર્થ- કૃમિ (કરમીયા) આદિ, કીડી આદિ, ભમરા આદિ અને મનુષ્ય આદિને અનુક્રમે એકેક ઈન્દ્રિયો વધારે હોય છે. તે આ પ્રમાણે, કૃમિ આદિ (આદિ શબ્દથી-) આપાદિક, નૂપુરક, ગડુપદ, શંખ, શુક્તિકા, શબ્બકા, જલ્કા (જલૌકા) વગેરે ને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય (જીવો) કરતાં એક ઈન્દ્રિય વધારે હોવાથી સ્પર્શન અને રસન (એમ બે) હોય છે. (જેથી બેઈન્દ્રિય કહેવાય.) તેનાં (બેઈન્દ્રિય) કરતાં પણ એક વધારે કીડી, રોહીણિકા, ઉપચિકા, કુંથુ, તુંબક, ત્રિપુસબીજ, કપાસ્પિકા, શતપદી, ઉત્પતક, તૃણપત્ર, કાષ્ઠહારક વગેરેને સ્પર્શન, રસન અને ઘાણ (એમ) ત્રણ (ઈન્દ્રિયો હોય છે. જેથી તેઈન્દ્રિય કહેવાય છે.) તેનાં (તેઈન્દ્રિય) કરતાં પણ એક વધારે- ભમરા, વટર, સારંગ, માખી, પુત્તિકા, દંશ, મશક, વૃશ્ચિક, નન્યાવર્ત, કીટ તથા પતંગીયા વગેરે ને સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ (એમ) ચાર (ઈન્દ્રિયો હોય છે. જેથી તે ચઉરિન્દ્રિય કહેવાય છે.) બાકીના તિર્યંચોને-જેમકે માછલા, ઉરગ (સર્પ-ઉરપરિસર્પ), ભુજંગ (ભૂજ પરિસર્પ), પક્ષી અને ચતુષ્પદી સર્વે જીવો, તેમજ નારક, મનુષ્ય (અને) દેવોને પાંચ ઈન્દ્રિયો (સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર) હોય છે. ર૪ भाष्यम्- अत्राह-उक्तं भवता द्विविधा जीवा:-समनस्का, अमनस्काश्चेति तत्र के समनस्का इति?, अत्रोच्यते૧. અહીં પૂર્વોક્ત સૂત્રમાં પૃથ્વીકાયાદિનો મિ-પૃથિવી, અપ, વનસ્પતિ, તેલ અને વાઉ. એમ લીધો છે. જેથી પૃથિવી થી માંડી વાયુ સુધી માં પાંચેય આવી જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy