________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧
ઋજુસૂવનય મતિ (જ્ઞાન-અજ્ઞાન) તે શ્રુતના ઉપકારક ગણતો હોવાથી તેને (મતિને) જૂદા ન માનતા છે (૪ જ્ઞાન + ૨ અજ્ઞાન) નો સ્વીકાર કરે છે અને શબ્દનય તો બીજા જ્ઞાનો શ્રુતજ્ઞાનના અંગ હોવાથી માત્ર શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને જ સ્વીકારે છે પાયા
વળી આ નય જીવ શસ્વભાવી હોવાથી મિથ્યાદ્રષ્ટિ કે અજ્ઞાનનો સ્વીકાર કરતો નથી. (તેના મત અનુસાર કોઈપણ જીવ અજ્ઞાની કે મિથ્યાદ્રષ્ટિ નથી.) III
આ પ્રમાણે નયવાદો બહુ સ્વરૂપવાળા (વિચિત્ર) છે. કયારેક વિરુદ્ધ જેવા જણાય છે. છતાં (પોતપોતાના વિષયોમાં) વિશુદ્ધ છે. લૌકિક (વૈશેષિક વગેરે) ના વિષયને ઓળંગી ગયેલ છે. (અર્થાત્ તે વૈશેષિકાદિ દર્શનના વિષયમાં નયવાદ નથી) માટે તત્ત્વજ્ઞાન કરવા માટે (નયો) જાણવા જેવા છે. I li૩પા.
ઉપસંહાર
પૂ. ઉમાસ્વાતિજી ભગવંતે મુમુક્ષુ આત્માઓ માટે રચેલ આ ગ્રન્થની સુંદરતા અત્યુત્તમ છે.
જૈન શાસનના અદ્ભૂત તત્વોનું નિરૂપણ આ ગ્રન્થમાં અનુપમ શૈલીથી સમાપન થયું છે. પ્રથમ સૂત્રનો સંબંધે તમામે તમામ સૂત્ર સાથે સંકળાયેલો છે. શરૂઆતમાં જ જૈન શાસનના પરમ
ધ્યેય-શુદ્ધ સાધ્ય એવા મોક્ષ પદનું નિરૂપણ કર્યું. ત્યાર બાદ સમ્યગુ દર્શન, તેના કારણ, જૈનશાસનના તત્વ, પદાર્થને ઓળખવાના રસ્તા, પ્રમાણ-નયનો નિર્દેશક પદાર્થોની વિશેષ સમજણ માટે વિવિધ પ્રશ્નો પૂછવાની તરકીબ, જ્ઞાનનો ભેદ-પ્રભેદ, પ્રત્યક્ષ-પરોક્ષની વિચારણા, જ્ઞાન સંબંધિ સુંદરતમ સમજણ તેમજ તરતમતા, અજ્ઞાનનું સ્વરૂપ, ઈત્યાદિ બાબતોનું સુંદર વર્ણન કર્યા બાદ આ અધ્યાયને અંતે નયનું વર્ણન કરી આ અધ્યાયની સમાપ્તિ કરી છે.
કુલ સૂત્ર ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org