SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૫ સભાષ્ય-ભાષાંતર भाष्यम्- नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते, ऋजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् । અર્થ- નૈગમાદિ ત્રણનયો આઠે આઠ (પાંચ જ્ઞાન + ૩ અજ્ઞાન) નો આશ્રય કરે છે. (સ્વીકારે છે.) ઋજુસૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છ નો સ્વીકાર કરે છે. भाष्यम् - अत्राह - कस्मात् मतिं सविपर्ययां न श्रयत इति ?, अत्रोच्यते, श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात्। शब्दनयस्तु द्वे एव श्रुतज्ञानकेवलज्ञाने श्रयते । ૩૩ અર્થ- શંકાકાર અહીં કહે છે કે શા માટે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને (ઋજુસૂત્રનય) નથી સ્વીકારતો ? ઉત્તરકાર– અહીં કહેવાય છે. મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બંનેય વિપર્યયસહિત શ્રુતજ્ઞાનના મદદગાર છે. (જ્યારે) શબ્દનય તો શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને જ સ્વીકારે છે. भाष्यम्- अत्राह कस्मान्नेतराणि श्रयत इति, अत्रोच्यते, मत्यवधिमनः पर्यायाणां श्रुतस्यैवोपग्राहकत्वात्, चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां नास्य कश्चिन् मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते, तस्मादपि विपर्ययान्न श्रयत इति, अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायत રૂતિ અર્થ- શંકાકાર અહીં કહે છે કે શા માટે (શબ્દનય) બીજા જ્ઞાનો (શ્રુત-કેવલ સિવાયના) નો સ્વીકાર નથી કરતો ? (ઉત્તરકાર)- કહેવાય છે અહીં. મતિ-અવધિ અને મન:પર્યયજ્ઞાન એ શ્રુતજ્ઞાનને જ ઉપકાર કરનાર છે તેથી. અને સર્વજીવોનો ચેતના અને જ્ઞસ્વભાવ હોવાથી તે (શબ્દનય) ના મતે કોઈ મિથ્યાદ્રષ્ટિ કે અજ્ઞાની છે જ નહિ. તેથી પણ વિપર્યય (અજ્ઞાન) ને સ્વીકાર્યો નથી. અને આથી જ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આપ્તવચનને પણ (આ નય) પ્રમાણભૂત સ્વીકારે છે. भाष्यम् - आह च - विज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च । विन्यस्य परिक्षेपान्नयैः परीक्ष्याणि તત્ત્વનિ IIII ज्ञानं सविपर्यासं त्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेर्ज्ञानं मिथ्यादृष्टेर्विपर्यासः ॥२॥ ऋजुसूत्रः षट् श्रयते मतेः श्रुतोपग्रहादनन्यत्वात् । श्रुतकेवले तु शब्दः श्रयते नान्यच्छ्रुताङ्गत्वात् ॥३॥ मिथ्यादृष्ट्यज्ञाने न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति । ज्ञस्वाभाव्याद् जीवो मिथ्यादृष्टिर्न चाप्यज्ञः ॥४॥ इति नयवादाश्चित्राः क्वचिद्विरुद्धा इवाथ च विशुद्धाः । लौकिकविषयातीतास्तत्त्वज्ञानार्थमधिगम्याः 11411 રૂા અર્થ– પર્યાયવાચી શબ્દો, અર્થપદ (નિરુકતાર્થ પદો), વિધાન (નામ સ્થાપનાદિ), ઈષ્ટ (નિર્દેશ, સ્વામિત્વ આદિ-સસંખ્યાદિ) જાણીને સંપૂર્ણપણે નયો દ્વાશ તત્ત્વો સ્થાપી પરીક્ષા કરવા યોગ્ય છે. IIII પહેલા ત્રણ નયો (નૈગમ-સંગ્રહ-વ્યવહારનય) સર્વજ્ઞાન (પાંચેય જ્ઞાન) અને અજ્ઞાન (ત્રણેય અજ્ઞાન)નો સ્વીકાર કરે છે. એટલે સમ્યગ્દષ્ટિના જ્ઞાનો અને મિથ્યાદ્રષ્ટિના અજ્ઞાનો જાણવા. IIII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy