________________
૦૨
તત્વાર્થાધિગમ સૂર
અધ્યાય - ૧
भाष्यम्- एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते, कस्मात् ?, एष हि नयो जीवं प्रत्यौदयिकभावग्राहक एव, जीवतीति जीव, प्राणिति प्राणान् धारयतीत्यर्थः, तच्च जीवनं सिद्धे न विद्यते, तस्माद्भवस्थ एव जीव इति, नोऽजीव इत्यजीवद्रव्यं सिद्धो वा, अजीव इत्यजीवद्रव्यमेव, नोऽजीव इति भवस्थ एव जीव इति । અર્થ- એવભૂતનયથી તો જીવ’ એવું કહે છતે સંસારમાં રહેલો જીવ જણાય છે. પ્રશ્ન- શાથી ? ઉત્તર- આ નય જીવનો સ્વીકાર કરીને ઔદયિકભાવ જ ગ્રહણ કરનાર છે. જીવે છે તે જીવ. એટલે કે પ્રાણોને ધારણ કરે છે તે પ્રાણી (જીવ.) એ પ્રમાણે તે (પ્રાણધારણ રૂ૫) જીવન સિદ્ધમાં નથી હોતું. તેથી સંસારમાં રહેલો તે જ જીવ (એમ એવભૂતનય કહે છે.) નોઇવ એટલે અજીવ દ્રવ્ય અથવા સિદ્ધભગવંત (સિદ્ધ દશપ્રાણપૈકી કોઈ પણ પ્રાણધારણ કરતા નથી. એટલે) અજીવ એટલે અછવદ્રવ્ય જ. નોઅજીવ એટલે સંસારમાં રહેલો જ જીવ.
भाष्यम्- समग्रार्थग्राहित्वाच्चास्य नयस्य नानेन देशप्रदेशौ गृह्येते, एवं जीवौ जीवा इति द्वित्वबहुत्वाकारितेष्वपि, सर्वसंग्रहणे तु जीवो नोजीवः अजीवो नोऽजीव: जीवौ नोजीवौ अजीवौ नोऽजीवौ इत्येकद्वित्वाकारितेषु शून्यम्, कस्मात् ?, અર્થ- આ નય (એવભૂતનય) સમગ્રપદાર્થને ગ્રહણ કરતો હોવાથી આ નય વડે નો શબ્દથી દેશ-પ્રદેશ ગ્રહણ કરતાં નથી. એ પ્રમાણે બે જીવો, ઘણાં જીવો એમ દ્વિવચન કે બહુવચનથી કહે છતે પણ સમજવું- સર્વસંગ્રહનયની અપેક્ષાએ તો જીવ-નોજીવ, અજીવ-નોઅજીવ, બે જીવો-બે નોવો, બે અછવો-બે નોઅજીવો એમ એકવચન કે દ્વિવચનના ભાંગા સંભવતા જ નથી. (પ્રશ્ન) શાથી?
भाष्यम्- एष हि नय: संख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छति यथार्थग्राहि, शेषास्तु नया जात्यपेक्षमेकस्मिन् बहुवचनत्वं बहुषु च बहुवचनं सर्वाकारितग्राहिण इति, एवं सर्वभावेषु नयवादाधिगम कार्यः॥ અર્થ- આ (સર્વસંગ્રહ) નય-(પાંચેય ગતિના મળી) જીવોની સંખ્યા અનંત હોવાથી બહુપણું જ સ્વીકારે છે અને ત્યારે તે યથાર્થગ્રાહી ગણાય છે. બીજા નો જાતિની અપેક્ષાએ એકમાં બહુવચન અને ઘણાં માં પણ બહુવચન સ્વીકારી ત્રણેય વચન વડે બોલાવાયેલ પદાર્થ ગ્રહણ કરે છે. આ પ્રમાણે સર્વ પદાર્થમાં નયવાદનું જ્ઞાન કરવું
भाष्यम्- अत्राह-अथ पञ्चानां ज्ञानानां सविपर्यायाणां कानि को नयः श्रयत इति ? अत्रोच्यते, અર્થ- અહીં જિજ્ઞાસુ પૂછે છે કે વિપર્યય (અજ્ઞાન) સહિત પાંચેય જ્ઞાનોમાંના કયા જ્ઞાનનો સ્વીકાર કયો નય કરે છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org