________________
તત્ત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૧
જ્ઞાન થાય છે તે એવભૂતનય.'
भाष्यम्- अत्राह-एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वात् ननु विप्रतिपत्तिप्रसङ्ग इति, अत्रोच्यते, અર્થ- શંકાકાર અહીં કહે છે કે (આપશ્રીએ કહ્યું) એ પ્રમાણે એક જ પદાર્થમાં જૂદી જૂદી ઘણી જાતની * વિચારણા હોવાથી વિવાદ (ગેરસમજ) ઉભા થવાનો પ્રસંગ બનશે. (ઉત્તરકાર)–અહીં કહેવાય છે.
भाष्यम्- यथा सर्वमेकं सदविशेषात्, सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात्, सर्वं त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात्, सर्वं चतुष्ट्वं चतुर्दर्शनविषयावरोधात्, सर्वं पञ्चत्वमस्तिकायावरोधात्, सर्वं षट्त्वं षड्व्यावरोधादिति, यथैता न विप्रतिपत्तयः अथ चाध्यवसायस्थानान्तराण्येतानि, तन्नयवादा इति। અર્થ- જેમકે, સર્વ પદાર્થો સામાન્યથી સત રૂપે એક છે (વિરોષતા ન હોવાથી). સર્વે પદાર્થો જીવ-અવ એમ (વિવક્ષા હોવાથી) બે રૂપે છે (સર્વપદાર્થોનો બેમાં સમાવેશ થઈ જાય છે.) સર્વે પદાર્થો દ્રવ્યગુણપર્યાયની અપેક્ષાએ ત્રણ છે. સર્વે પદાર્થો ચાર દર્શન (ચક્ષુદર્શનાદિ) ના વિષયની અપેક્ષાએ ચાર છે. સર્વેપદાર્થો પંચાસ્તિકાયની અપેક્ષાએ પાંચ છે. સર્વ પદાર્થો પદ્ધવ્યની અપેક્ષાએ છ છે. જેમ આમાં ગેરસમજ (વિવાદ) નથી થતી. માત્ર જૂદી જૂદી વિચારણા (અપેક્ષાઓ) છે. તેમ તે પ્રમાણે નયવાદો પણ છે.
भाष्यम्- किंचान्यत्, यथा मतिज्ञानादिभिः पञ्चभिर्जानैर्धर्मादीनामस्तिकायानामन्यतमोऽर्थः पृथक् पृथगुपलभ्यते पर्यायविशुद्धिविशेषादुत्कर्षेण, न च ता विप्रतिपत्तयः, तद्वन्नयवादाः। અર્થ- વળી, જેમ મતિજ્ઞાનાદિ પાંચેય જ્ઞાનો વડે ધર્માસ્તિકાયાદિ કોઈ એક પદાર્થ જૂદી જૂદી રીતે જાણી શકાય છે. વળી પર્યાયવિશુદ્ધિની વિશેષતાથી ઘણી સારી રીતે જાણી શકાય છે. તેમાં ગેરસમજ નથી ઉભી થતી. તેમ નયવાદો પણ છે.
भाष्यम्- यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थः प्रमीयते स्वविषयनियमात् न च ता विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादा इति । અર્થ- અથવા, જેમ-એકજ પદાર્થ પોતપોતાના વિષયની મર્યાદાનુસાર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આમવચન, (વગેરે જૂદા જૂદા) પ્રમાણ વડે જાણી શકાય છે અને તે વિવાદરૂપ (ગેરસમજ કારક) નથી. તેમ નયવાદો પણ જાણવા.
भाष्यम्- आह च-नैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः । देशसमग्रग्राही व्यवहारी नैगमो ज्ञेयः ।। અર્થ- જૂદા જૂદા દેશમાં વપરાયેલ શબ્દો અને અર્થોના એક (વિશેષરૂપ) અને અનેક (સામાન્યરૂપ) ને પ્રકાશન કરવારૂપ પ્રકારની અપેક્ષાવાળો વ્યવહાર કરનાર દેશગ્રાહી અને સમગ્રગાહી (એમ બે
૧. અથંકિયા યુક્ત હોય તેવા જ્ઞાનને એવભૂતનય કહે છે. વિચારોની સૂક્ષ્મતાની પરાકાષ્ઠા આ નયમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org