________________
સૂર-૩૫ સભાખ્ય-ભાષાંતર
૨૯ અને ગોળકાનાવાળી લાંબી અને ગોળ ડોકવાળો, નીચેથી પણ ગોળ, પાણી વગેરે લાવવા તથા ભરી રાખવામાં ઉપયોગી (તે ઘટ.) ઉત્તરગુણ એટલે પકાવવા-રંગવા વગેરે પાછળની બનાવટથી તૈયાર થયેલો એવો અમુક પ્રકારનો જે પદાર્થવિશેષ તે (ઘટ). તે વિશિષ્ટ એવા એક પદાર્થમાં અથવા તેની જાતના બીજા દરેક પદાર્થોમાં એક જાતનું ફેરફાર વિનાનું-આ ઘટ છે એવું) સામાન્યજ્ઞાન થાય છે. તે નૈગમનય.
भाष्यम्- एकस्मिन् वा बहुषु नामादिविशेषितेषु साम्प्रतातीतानागतेषु घटेषु संप्रत्ययः संग्रहः । અર્થ- નામ-સ્થાપનાદિ વડે સમજવામાં આવેલા વર્તમાનકાળ-ભૂતકાળ કે ભવિષ્યકાળ સમ્બન્ધી એક કે અનેક ઘડાઓમાં (અમુક જાતનું) જે સામાન્યજ્ઞાન-તે સંગ્રહનય.
भाष्यम्- तेष्वेव लौकिकपरीक्षक ग्राह्येषूपचारगम्येषु यथा स्थूलार्थेषु संप्रत्ययो व्यवहारः । અર્થ- તેમાંના જ [સંગ્રહનકે સંગ્રહિત કરેલા તેમાંના જ પદાર્થો] લોકમાં પ્રસિદ્ધ વિચારકો (પરીક્ષકો) વડે ગ્રાહ્ય અથવા તો ઉપચાર યોગ્ય સ્થૂલ અર્થોને અનુસારે વિશિષ્ટ જ્ઞાન તે વ્યવહાર
भाष्यम्- तेष्वेव सत्सु साम्प्रतेषु सम्प्रत्ययः ऋजुसूत्रः। અર્થ- તેમાંના જ [વ્યવહારનયે ગ્રહણ કરવા પદાર્થમાંના જ પદાર્થો] વર્તમાનકાળમાં વિદ્યમાન (પદાર્થ) નું જ્ઞાન તે ઋજુસૂત્રનય.
भाष्यम्- तेष्वेव साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु घटेषु संप्रत्यय: साम्प्रतः शब्दः। અર્થ- તેમાંના જ [ઢજુસૂવે સ્વીકારેલા પદાર્થોમાંના જ પદાર્થો] જે ચારેય નિપાથી નિશ્ચિત કરાયેલા હોય તેમાંના કોઈ પણ નિક્ષેપાને ગ્રહણ કરનાર અમુક અમુક ઘડાના વિષયમાં પૂર્વ સંકેતિત (શબ્દ અને અર્થના સંકેતવાળા) જે અમુક એક પ્રકારનું જ્ઞાન થાય છે. તે સામ્પ્રત શબ્દનય.
भाष्यम्- तेषामेव साम्प्रतानामध्यवसायासंक्रमो वितर्कध्यानवत् समभिरूढः । અર્થ- તેમાંના જ (સામ્પ્રત શબ્દનયે સ્વીકારેલા પદાર્થોમાંના જ પદાર્થો સંબંધી) વર્તમાનકાળનાજ પદાર્થનું પણ વિતર્કધ્યાનની માફક (બીજા પર્યાયવાળા અર્થમાં) સંક્રમ ન થવા દે તેવું જ્ઞાન તે સમભિરુઢનય.
भाष्यम्- तेषामेव व्यञ्जनार्थयोरन्योऽन्यापेक्षार्थग्राहित्वमेवम्भूत इति ॥ અર્થ- તેમાંના જ [સમભિરુદન ગ્રહણ કરેલા પદાર્થમાંના જ પદાર્થો જે એકબીજામાં સંક્રમ ન થવા દે તે પદાર્થો] શબ્દ અને પદાર્થની પરસ્પરની અપેક્ષાપૂર્વક જ તે ઘડા-પદાર્થનું જે અમુક એક પ્રકારનું ૧. વિતર્કબાનવ- જે કે સુફલધ્યાનના પહેલા ભેદમાં પણ વિતર્કશબ્દ છે. પરંતુ તે વિતર્ક અહીં લેવાનો નથી. કારણકે તે સંક્રમ છે. પણ
જે બીજો ભેદ જે સંમ નથી તે “વિતર્કબાનવત્' અહીં લેવુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org