________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સંક્રમ સમભિનય નથી કરતો. સારાંશ એ કે સમભિરૂઢ નય પોતાના વ્યુત્પત્તિસિદ્ધ અર્થ સિવાય બીજા પર્યાય શબ્દથી એ પદાર્થનું જ્ઞાન ન પ્રવર્તાવે. અર્થાત્ સમભિતનય વ્યુત્પત્તિસિદ્ધ અર્થ માને છે.]
૨૮
भाष्यम् - व्यञ्जनार्थयोरेवम्भूत इति ॥
અર્થ- શબ્દ પ્રમાણે પદાર્થનો ઉપયોગ ચાલતો હોય (અર્થાત્ વાચ્ય અને વાચક બંધબેસ્તો હોય). તેવું જે જ્ઞાન તે એવમ્ભુત નય. [વિશેષક્રિયાવાન્ પદાર્થ માટે વપરાયેલા શબ્દનું જ્ઞાન એવમ્ભુત નય કરાવે છે. જેમકે સાધના કરતો હોય તે સાધુ.]
અધ્યાય – ૧
भाष्यम्- अत्राह- उद्दिष्टा भवता नैगमादयो नयाः, तन्नया इति कः पदार्थ इति, अत्रोच्यते - नयाः प्रापकाः कारकाःसाधका निर्वर्तका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम् ।
અર્થ- અહીં જિજ્ઞાસુ પૂછે છે કે આપશ્રીએ નૈગમાદિનયો કહ્યા... તે નયો એ શો પદાર્થ છે... ? (અર્થાત્ તેનો અર્થ શો... ?) (ઉત્તરકાર)- કહેવાય છે અહીં નયો, પ્રાપકો, કારકો, સાધકો, નિર્વર્તકો, નિભ્રંસકો, ઉપલભ્ભકો, વ્યંજકો એ પર્યાયવાચી છે (એકાર્થવાચી છે.)
भाष्यम्- जीवादीन् पदार्थान्नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नयाः ॥
અર્થ- જીવાદિપદાર્થોને દોરે (લઈ જાય), પ્રાપ્ત કરાવે, સધાવે, ઉત્પન્ન કરે, ભાસ કરાવે (વસ્તુના અંશનું જ્ઞાન કરાવે) ઓળખાવે (સૂક્ષ્મતા પૂર્વક બોધ કરાવે), પ્રકટ કરાવે તે નયો જાણવા.
भाष्यम् - अत्राह - किमेते तन्त्रान्तरीया वादिन आहोस्वित्स्वतंत्रा एव चोदकपक्षग्राहिणो मतभेदेन विप्रधाविता इति, अत्रोच्यते, नैते तन्त्रान्तरीया नापि स्वतन्त्रा मतिभेदेन विप्रधाविताः, ज्ञेयस्य त्वर्थस्याध्यवसायान्तराण्येतानि ।
અર્થ- અહીં શંકાકાર કહે છે કે-શું આ નયો (એ) અન્ય દર્શનવાળા એવા વાદીઓ છે ? કે બુદ્ધિભેદે કરી સ્વતંત્રરીતે પ્રવર્તેલા પ્રશ્નકારોના પ્રશ્નો છે ? (ઉત્તરકાર)-કહેવાય છે અહીં- આ (નયો) નથી પરદર્શનકારો- કે નથી સ્વતંત્ર રીતે બુદ્ધિભેદે કરી પ્રવર્તેલા પક્ષો. પરન્તુ જાણવા યોગ્ય પદાર્થ વિશેના જ્ઞાનના જૂદા જૂદા પરિણામો = ભેદો છે (અધ્યવસાયાન્તરાણિ = વિજ્ઞાનમેવાઃ).
भाष्यम्- तद्यथा-घट इत्युक्ते योऽसौ चेष्टाभिर्निर्वृत्त ऊर्ध्वकुण्डलौष्ठांयतवृतग्रीवोऽधस्तात्परिमण्डलो जलादीनामाहरणधारणसमर्थ उत्तरगुणनिर्वर्तनानिर्वृत्तो द्रव्यविशेषः, तस्मिन्नेकस्मिन् विशेषवति तज्जातीयेषु वा सर्वेष्वविशेषात्परिज्ञानं नैगमनयः ॥
અર્થ- તે આ રીતે, ‘ઘટ’ એ પ્રમાણે કહે છતે- જે આ પ્રકારની પદ્ધતિ (ચેષ્ટા) થી બનાવેલો, ઉંચો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org