SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૫ માધ્યમ્- અત્રાજ્ઞ-મેિષાં તક્ષળમિતિ ? અન્નોન્યતે અર્થ- અહીં જિજ્ઞાસુ પૂછે છે કે આ (નયો) નું લક્ષણ શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં... સભાષ્ય-ભાષાંતર भाष्यम् - निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः । અર્થ- દેશમાં જે શબ્દો વપરાય છે તે શબ્દો, તેના અર્થો અને શબ્દાર્થનું પરિજ્ઞાન (‘ઘટ’ એ શબ્દ, તે નામનો પદાર્થ એ અર્થ અને તે પદાર્થનું જાણપણું તે પરિજ્ઞાન) તે નૈગમનય. તે (નગમ) દેશગ્રાહી (સામાન્યગ્રાહી) અને સમગ્રગ્રાહી (વિશેષગ્રાહી) છે. भाष्यम् - अर्थानां सर्वैकदेशसंग्रहणं सङ्ग्रहः । અર્થ- પદાર્થોના સર્વદેશ (વિભાગ) કે એક દેશ (વિભાગ) નું ગ્રહણ કરવું તે સંગ્રહનય (સર્વદેશ = સામાન્ય અને એકદેશ = વિશેષ-આનો સંગ્રહ જે શબ્દોથી જણાય તે સંગ્રહનય.) भाष्यम्- लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः ।। અર્થ- લૌકિક જેવો ઔપચારિક (આરોપની બહુલતાવાળો = એક ગામથી બીજે ગામ માણસ જાય છે. પરંતુ ઉપચારથી કહેવાય છે કે આ રસ્તો અમુક ગામ જાય છે. વિસ્તારાર્થનો (ઘણાં જ્ઞેયવાળાનો) બોધક તે વ્યવહાર નય.) (વ્યવહારનય પૃથક્કરણની પ્રધાનતાવાળો છે.) भाष्यम्- सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः । અર્થ- વર્તમાનના વિદ્યમાન પદાર્થોનું કથન અને જ્ઞાન તે ઋજુસૂત્રનય. ૨૭ भाष्यम् - यथार्थाभिधानं शब्दः ॥ અર્થ- યથાર્થ પદાર્થનું કથન (જેવો પદાર્થ તેવું નામ તે) શબ્દનય. भाष्यम्- नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः । અર્થ- જે કોઈ પદાર્થ માટેનો શબ્દ નામાદિ નિક્ષેપા વખતે પ્રસિદ્ધ હોય તે જ શબ્દથી માત્ર ભાવ વગેરે કોઈ પણ એક નિક્ષેપે રહેલા પદાર્થનું જ્ઞાન સામ્પ્રત શબ્દનય કરી શકે છે. (જે શબ્દ વાચ્ય માટે પૂર્વે પ્રસિદ્ધ હોય તે જ શબ્દથી માત્ર ભાવ વગેરે બતાવનાર પદાર્થનું જ્ઞાન તે સામ્પ્રત શબ્દનય. -સારાંશ એ કે આ નય પર્યાયભેદ સ્વીકારે છે. પણ લીંગ, વચન, કાળ એ ભેદ સ્વીકારતો નથી.) Jain Education International भाष्यम्- सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः ।। અર્થ- પદાર્થ વિદ્યમાન હોતે છતે એક શબ્દ બીજા શબ્દમાં સંક્રમ ન કરે. એનું જે જ્ઞાન તે સમભિરૂઢ નય [જેમકે, ‘રાજા અને નૃપ બંને શબ્દો એક પદાર્થ નથી.' એમ આ નય કહે છે. રાજા અને નૃપનું For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy