SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચ-૩૧ भाष्यम् - सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति, तद्धि सर्वभावग्राहकं संभिन्नलोकालोकविषयं, नातः परं ज्ञानमस्ति, न च केवलज्ञानविषयात्परं किंचिदन्यज्ज्ञेयमस्ति । અર્થ- સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં કેવળજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે. તે ખરેખર ! સર્વપદાર્થો જાણનાર છે, સંપૂર્ણ લોકાલોકરૂપ વિષયવાળું છે. આનાથી (કેવળજ્ઞાનથી) શ્રેષ્ઠજ્ઞાન કોઈ પણ નથી. અને કેવળજ્ઞાનના વિષયથી બીજું કોઈ પણ જ્ઞેય બાકી રહેતું નથી. સભાષ્ય-ભાષાંતર भाष्यम्- केवलं परिपूर्णं समग्रमसाधारणं निरपेक्षं विशुद्धं सर्वभावज्ञापकं लोकालोकविषयमनन्तपर्यायमित्यर्थः ॥३०॥ અર્થ- કેવળ' એટલે પરિપૂર્ણ (સંપૂર્ણ), સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવોજાણનાર, લોકાલોકના વિષયવાળું, અનન્તપર્યાયોવાળું-એ પ્રમાણે અર્થ જાણવો. II∞ા ૨૩ भाष्यम्- अत्राह-एषां मतिज्ञानादीनां युगपदेकस्मिन् जीवे कति भवन्तीति, अत्रोच्यतेઅર્થ- અહીં જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે- આ મતિજ્ઞાનાદિમાંનાં એક સાથે એક જીવમાં કેટલા (જ્ઞાન) હોય છે. (ઉત્તરકાર) કહેવાય છે અહીં, सूत्रम् - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ॥ १- ३१॥ અર્થ- એક જીવમાં એકથી માંડી ચાર સુધીના જ્ઞાનો ઘટી શકે. भाष्यम् - एषां मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानि युगपदेकस्मिन् जीवे आचतुर्भ्यः, कस्मिंश्चिज्जीवे मत्यादीनामेकं भवति, कस्मिंश्चिज्जीवे द्वे भवतः, कस्मिंश्चित्त्रीणि भवन्ति, कस्मिंश्चिचिच्चत्वारि भवन्ति । અર્થ- આ મતિઆદિ જ્ઞાનોમાંથી પહેલા એકથી (મતિથી) માંડી ચાર સુધીના જ્ઞાનો એક સાથે એક જીવમાં ઘટી શકે. તે આ રીતે, કોઈક જીવમાં મતિજ્ઞાનઆદિ (પાંચમાં) નું એક જ્ઞાન હોય, કોઈક જીવમાં બે જ્ઞાન હોય, કોઈક જીવમાં ત્રણ જ્ઞાન હોય, કોઈક જીવમાં ચાર જ્ઞાન હોય. ર Jain Education International ૧. કેવળ-એટલે એકલું-એટલે કે કેવળજ્ઞાન વખતે બીજા જ્ઞાન નથી હોતા. પરિપૂર્ણ-જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એકી સાથે સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. થોડું થોડું વધતું વધતું ઉત્પન્ન થતું નથી. સમગ્ર-તમામ જ્ઞેયોને જાણે છે. અસધારણ-આવું શાન જગતમાં બીજું એકેય નથી. નિરપેક્ષ-સ્વયંપ્રકાશીહોવાથી સ્હેજ પણ બીછ મદદની તેને અપેક્ષા રહેતી નથી. વિશુદ્ધ-તેને એકપણ કર્મપરમાણું-જ્ઞાનવરણીય કર્મો આવરી શકતા નથી. કેમકે તમામનો ક્ષય થયા પછી જ તે ઉત્પન્ન થાય છે. સર્વભાવ જ્ઞાપક-જગી સર્વસ્કુલ અને સૂક્ષ્મથી યે સૂક્ષ્મ હકીકત જણાવવાનું સામર્થ્ય હોય તો તે કેવળજ્ઞાનમાં જ છે. જો કે બધા પદાર્થો કેવળજ્ઞાનીથી શબ્દો મારફ્ત બોલીને જણાવી શકાતા નથી. પરંતુ જો તે બોલી શકાય તો કેવળજ્ઞાની બધા ભાવો જણાવી શકે. લોકાલોક વિષયક-કેવળજ્ઞાની માત્ર લોકને જ જાણે છે એમ નહિં, પરંતુ અલોક પણ તેના વિષય મર્યાદાની બહાર નથી. જે લોકને જાણે તો અલોક બાદ થઈ જાય, પરંતુ તેમ પણ નથી. અનંત પર્યાય-જ્ઞેય અનંત હોવાથી કેવળજ્ઞાનના પર્યાયોપણ અનન્ત છે. ૨. એક જ્ઞાન હોય તો મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન, બે હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, ત્રણ જ્ઞાન હોય તો મતિશાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન, ચારજ્ઞાન હોય તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy