________________
૨૪
તવાથિિધગમ સૂત્ર
અધ્યાય - ૧
भाष्यम्- श्रुतज्ञानस्य तु मतिज्ञानेन नियतः सहभावस्तत्पूर्वकत्वात्, यस्य श्रुतज्ञानंतस्य नियतं मतिज्ञानं, यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद्वा न वेति ॥ अत्राह-अथ केवलज्ञानस्य पूर्वैर्मतिज्ञानादिभिः સિદમાવો પતિ?, નેત્યુષ્ય અર્થ- શ્રુતજ્ઞાનનો મતિજ્ઞાન સાથે નિયત સહભાવ હોય જ. કેમકે મતિજ્ઞાન પૂર્વક જ શ્રુતજ્ઞાન હોય છે. જેને શ્રુતજ્ઞાન હોય તેને ચોક્કસ મતિજ્ઞાન હોય. જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય કે ન પણ હોય. અહીં શંકાકાર કહે છે કે-શું મતિજ્ઞાનાદિની સાથે કેવળજ્ઞાન અવશ્ય હોય જ કે નહિ ? (ઉત્તરકાર)- કહેવાય છે અહી...
भाष्यम्- केचिदाचार्या व्याचक्षते-नाभावः, किं तु तदभिभूतत्वादकिंचित्कराणि भवन्ति इन्द्रियवत्, यथा वा व्यभ्रे नभसि आदित्य उदिते भूरितेजसि भूरितेजस्त्वादादित्येनाभिभूतान्यन्यतेजांसि ज्वलनमणिचन्द्रनक्षत्रप्रभृतीनि प्रकाशनं प्रत्यकिचित्कराणि भवन्ति तद्वदिति । અર્થ- કેટલાક આચાર્યો કહે છે કે (બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાનનો) અભાવ નથી હોતો. પરંતુ તે (મતિજ્ઞાનાદિ ચાર) હપ્રભાવવાળા થવાથી ઈન્દ્રિયની જેમ નકામા થઈ જાય છે. અથવા જેમ ખુલ્લા વાદળ વિનાના આકાશમાં સૂર્ય ઉગે છતે ઘણું તેજ હોવાથી હત્નભાવી (દબાઈ ગયેલા) બીજા તેજો-અગ્નિ, મણી, ચન્દ્ર, નક્ષત્ર વગેરે પ્રકાશી શકતા નથી. તેમ બીજા જ્ઞાનો પણ જાણવા.
भाष्यम्- केचिदप्याहुः-अपायसव्यतया मतिज्ञानं, तत्पूर्वकं श्रुतज्ञानम्, अवधिज्ञानमनःपर्यायज्ञाने च रूपिद्रव्यविषये, तस्मान्नैतानि केवलिनः सन्तीति । અર્થ- વળી કેટલાક કહે છે- અપાય અને સદવ્યતાથી મતિજ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાન તે મતિપૂર્વકનું હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન રૂપી દ્રવ્યોમાં પ્રવર્તનારું છે. તેથી આ ચારે ય જ્ઞાન કેવલીભગવંતને નથી હોતા.
भाष्यम्- किंचान्यत्-मतिज्ञानादिषु चतुर्ष पर्यायेणोपयोगो भवति, न युगपत, संभिन्नज्ञानदर्शनस्य तु भगवतः केवलिनो युगपत्सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति। किंचान्यत्અર્થ- વળી બીજું, મતિજ્ઞાનાદિ ચારે જ્ઞાનનો ઉપયોગ ક્રમસર થાય છે. એક સાથે નથી થતો. પરન્તુ સંપૂર્ણ જ્ઞાન-દર્શનવાળા કેવળી ભગવંતોને તો એક સાથે સર્વભાવોને ગ્રહણ કરનાર, અન્યની અપેક્ષા વિનાના કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં અનુસમય ઉપયોગ હોય છે (અર્થાતુ પ્રથમ સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન એમ નિરંતર ઉપયોગ હોય છે.) વળી બીજું..
भाष्यम्- क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलं, तस्मान्न केवलिनः शेषाणि જ્ઞાનનિ નીતિ રિશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org