________________
સૂત્ર-૨૩
સભાષ્ય-ભાષાંતર
સૂર્યપ્રકાશવત્ (અથવા) ઘડાના લાલ રંગની માફ્ક. [ઘડાને ગમે ત્યાં લઈ જાઓ પણ લાલ રંગ તો સાથે જ રહે. તેમ આનુગામિક ક્ષાયોપશમિક અવધિજ્ઞાન જાણવું.
भाष्यम्- हीयमानकं असंख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमशः संक्षिप्यमाणं प्रतिपतति आ अङ्गुलासंख्येयभागात्, प्रतिपतत्येव वा, परिच्छिन्नेन्धनोपादानसंतत्यग्निशिखावत् ।
૧૯
અર્થ- હીયમાન (ઘટતું જતું) અવધિજ્ઞાન- જે અવધિજ્ઞાન અસંખ્ય દ્વીપોમાં, સમુદ્રોમાં, પૃથ્વીમાં, વિમાનમાં કે તીઠું, ઉંચુ, નીચું, ઉત્પન્ન થયું હોય તે ક્રમશ: ઘટતું ઘટતું (નાશ પામે છે... અને) અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી રહે અથવા સાવ નાશ પામે છે.
જેમ સતત-નિરંતર લાકડા નાંખવાનું તદ્દન બંધ કર્યા પછી અગ્નિની શિખા (જ્વાળા) બુઝાઈ જાય છે તેમ (અવધિજ્ઞાન જતું પણ રહે છે.)
भाष्यम्- वर्धमानकं यदङ्गुलस्यासंख्येयभागादिषूत्पन्नं वर्धते आ सर्वलोकात्, अधरोत्तरारणिनिर्मथनासन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत् ।
અર્થ- વર્ધમાનક (વધતું જતું અવધિજ્ઞાન)- જે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું ઉત્પન્ન થયેલું હોય તે (વધતાં વધતાં) સંપૂર્ણ લોક સુધી વધે છે.
જેમ-એક ઉપર, એક નીચે એમ બે અરણીના લાકડા રાખી પરસ્પર ઘસી-અગ્નિ ઉત્પન્ન કરીએ અને તે અગ્નિમાં બીજા સૂકા લાકડા નાંખીએ તો અગ્નિની જ્વાળાઓ વધતી જાય. તેમ (આ અવધિજ્ઞાન જાણવું.)
भाष्यम्- अनवस्थितं हीयते वर्धते च वर्धते हीयते च प्रतिपतति चोत्पद्यते चेति पुनः पुनरूर्मिवत्। અર્થ- અનવસ્થિત (સ્થિરતા વગરનું, ઘડીકમાં વધે-ઘડીમાં ઘટે) ઘટે-વધે, વધે-ઘટે (એમ થતાં) નાશ પામે, પાછું ઉત્પન્ન થાય તે. જેમ સમુદ્રમાં ઉછળતા મોજાં (તરંગો).
भाष्यम्- अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्या केवलप्राप्तेः अवतिष्ठेते आ भवक्षयाद्वा जात्यन्तरस्थायि वा भवति लिङ्गवत् ॥ २३ ॥ उक्तमवधिज्ञानं, मनःपर्यायज्ञानं वक्ष्यामःઅર્થ- `અવસ્થિત (સ્થિર રહેવાવાળું)-(અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને સર્વલોક સુધીમાં) જેટલા ક્ષેત્રમાં (અવધિજ્ઞાન) ઉત્પન્ન થયું હોય તેટલા (ક્ષેત્રથી) પડે નહીં (અર્થાત્ નાશ ન પામે.) કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી સ્થિર (એટલું જ) રહે. અથવા તો ભવની સમાપ્તિ સુધી રહે. અથવા બીજા જન્મમાં પણ રહે. જેમ સ્ત્રી-પુરુષનું ચિહ્ન (ભવક્ષય સુધી રહે તેમ.) રા
અવધિજ્ઞાન કહ્યું.... હવે મન:પર્યવજ્ઞાન કહીશું.
૧. પરમાધિ પણ આનો જ ભેદ છે. પરમાવધિ પામ્યા પછી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પામે.
૨. છેલ્લા ભવે જન્મ ધારણ કરતા તીર્થંકર દેવને આ જ્ઞાન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org