________________
છે
કે
તત્ત્વાધિગમ સૂર
અધ્યાય - ૧
सूत्रम्- ऋजुविपुलमती मनःपर्यायः॥१-२४॥ અર્થ- સજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મન:પર્યાયજ્ઞાન છે.
भाष्यम्- मनःपर्यायज्ञानं द्विविधं-ऋजुमतिमनःपर्यायज्ञानं विपुलमतिमनःपर्यायज्ञानं च ॥२४॥ अत्राहकोऽनयोः प्रतिविशेष इति ?, अत्रोच्यतेઅર્થ- મનઃ પર્યાયશાન બે પ્રકારે છે (૧) ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન અને (૨) વિપુલમતિ મન:પર્યાયશાન. રકા જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે બંને માં શો ફરક છે? ઉત્તરકાર-કહેવાય છે અહીં.
सूत्रम्- विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः॥१-२५॥ અર્થ- વિશુદ્ધિ અને અપ્રતિપાતથી તે બંનેમાં ફરક છે.
भाष्यम्- विशुद्धिकृतश्चाप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः, तद्यथाऋजुमतिमनः पर्यायाद्विपुलमतिमनः पर्यायज्ञानं विशुद्धतरं, किञ्चान्यत्અર્થ- વિશુદ્ધિકૃત (જનિત) અને અપ્રતિપાતકૃત (જનિત). એમ બે રીતે જૂદાપણું છે. તે આ રીતે, ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન વિશુદ્ધતર છે. વળી બીજું,
भाष्यम्- ऋजुमतिमन:पर्यायज्ञानं प्रतिपतत्यपि भूय:, विपुलमति मनःपर्यायज्ञानं तु न प्रतिपततीति ॥२५॥ अत्राह-अथावधिमनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यतेઅર્થ- ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન ચાલ્યું પણ જાય. (પરતુ) વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન તો જતું નથી (નાશ નથી પામતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ટકી રહે છે.) રપા
અહીં શંકાકાર પ્રશ્ન કરે છે કે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં શો ફરક છે. (ઉત્તરકાર) - કહેવાય છે.
सूत्रम्- विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः॥१-२६॥ અર્થ- વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ અને વિષયથી અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં ફરક છે.
भाष्यम्- विशुद्धिकृतः क्षेत्रकृतः स्वामिकृतो विषयकृतश्चानयोर्विशेषो भवत्यवधिमनःपर्यायज्ञानयोः, तद्यथाઅર્થ- વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત (ને બારી) અવધિજ્ઞાન અને મન:પર્યજ્ઞાન-એ બેનું જૂદાપણું છે. તે આ રીતે,
૧. મન:પર્યવ, મન:પર્યાય અને મન:પર્યય એ ત્રણેય એકાર્યવાચી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org