________________
તત્વાર્યાધિગમ સૂત્ર
અધ્યાય - ૧
भाष्यम्- नारकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति, भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः, तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति, पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न તપ રતિ પારરા અર્થ- નારક અને દેવોને સંભવપ્રમાણે (તે તે પ્રકારના ભવ આશ્રયથી) ભવનિમિત્તક અવધિજ્ઞાન હોય છે. ભવપ્રત્યય એટલે ભવહેતુક અથવા ભવનિમિત્તક. તે અર્થ જાણવો. પક્ષીઓના આકાશગમનની માફક તેઓની (નારક-દેવોની) તે ભવમાં ઉત્પત્તિ તે જ તેનો હેતુ કહેવાય છે. (તે અવધિજ્ઞાન માટે) નથી શિક્ષાની જરૂરત કે નથી તપની જરૂરત. /રરા
सूत्रम्- यथोक्तनिमित्तः षड्विकल्प: शेषाणाम् ॥१-२३॥ અર્થ- બાકીના (મનુષ્યો તથા તિર્યંચો) ને ક્ષયોપશમ નિમિત્તક અવધિજ્ઞાન છે ભેદવાળું છે.
भाष्यम्- यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यर्थः, तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति। शेषाणामिति नारकदेवेभ्य: शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च, अवधिज्ञानावरणीयस्य कर्मण: क्षयोपशमाभ्यां भवति षड्विधम् । અર્થ- યથોત નિમિત્ત એટલે ભયોપશમ નિમિત્ત. એ પ્રમાણે અર્થ જાણવો. તે આ ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન છ પ્રકારે થાય છે. શેફામ એટલે નારક દેવ વિના બાકીના તિર્યંચ યોનિએ ઉત્પન્ન થયેલા તિર્યંચો) અને મનુષ્યો. તેમને અવધિજ્ઞાનવરણીય કર્મોના ક્ષયોપશમથી (અવધિજ્ઞાન) થાય છે. છ પ્રકાર આ રીતે..
भाष्यम्- तद्यथा, अनानुगामिकं आनुगामिकं हीयमानकं वर्धमानकं अनवस्थितं अवस्थितमिति, तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत्। અર્થ- અનાનુગામિક (સાથે નહિ આવવાવાળું), આનુગામિક (સાથે આવવાવાળું), હીયમાનક (ઘટતું જતું), વર્ધમાનક (વધતું જતું), અનવસ્થિત (અસ્થિર-વધઘટ થયા કરે), અવસ્થિત (સ્થિર-જેટલું હોય તેટલું જ રહે). તેમાં અનાનુગામિક જે ક્ષેત્રમાં રહે છતે (અવધિ) થયું હોય તે (ક્ષેત્ર) છોડી બીજે જાય તો જતું રહે અર્થાત નાશ પામે.
પ્રશ્નાદેશ પુરુષની માફક. (જેમ નિમિત્ત શાસ્ત્રના જાણકાર નિમિત્તનો જવાબ અમુક ક્ષેત્રથી જ આપી શકે તેમ અમુક ક્ષેત્રમાં રહે છતે જ અવધિજ્ઞાન હોય.]
भाष्यम्- आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च। અર્થ- આનુગામિક-જ્યાં કયાંય (જે કોઈ) ક્ષેત્રમાં (અવધિજ્ઞાન) ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે ક્ષેત્ર છોડી) બીજે ગમે ત્યાં જાય તો પણ (અવધિજ્ઞાન) નાશ ન પામે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org