________________
સૂર-૫
સભાખ્ય-ભાષાંતર
પ્રકારે કહ્યું છે. નિસર્ગ-પરિણામ-સ્વભાવ-અપરોપદેશ (બીજાના ઉપદેશ વિના) એમ (ઈત્યાદિ) એકાWક શબ્દો છે. “જ્ઞાન-દર્શન ઉપયોગવાળો તે જીવ' તે આગળ (સૂઠ ૨-૮ માં) કહેવાશે. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા તે જીવને કર્મથી (પોતે કરેલા કર્મથી) કર્મ (નવાકર્મ) ગ્રહણ કરી બન્ધ-નિકાચન-ઉદય અને નિર્જરાની અપેક્ષાવાળું નારક-તિયચયોનિ-મનુષ્ય અને દેવના ભવો યોગ્ય શરીરનું ગ્રહણ કરે છે. તેમાં વિવિધ પ્રકારના પુણ્ય-પાપના ફળને ભોગવતા જ્ઞાન-દર્શન ઉપયોગના સ્વભાવથી તે તે પ્રકારના ભિન્ન ભિન્ન પરિણામ અધ્યવસાય સ્થાનોને પ્રાપ્ત કરતાં અનાદિ મિથ્યાદષ્ટિને પણ પરિણામ વિશેષથી (વધતાં જતા શુભ પરિણામથી) તેવું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે કે જેનાથી આ જીવને ઉપદેશ વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય. અધિગમ-અભિગમઆગમ-નિમિત્ત-શ્રવણ-શિક્ષા-ઉપદેશ એ (અધિગમના) એકાર્યવાચી શબ્દો છે. તે આ પ્રમાણે પરોપદેશથી જે તત્વ-અર્થ ઉપર રૂચિ થાય છે... તે અધિગમ સમ્યગ્દર્શન જાણવું.જેમાં
भाष्यम्- अत्राह-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम्, तत्र किं तत्त्वमिति । अत्रोच्यतेઅર્થ- અહીં પ્રશ્ન પૂછે છે કે તવાઈ શ્રદ્ધાનં સીન' તમે કહ્યું... તો તત્ત્વ શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે... (સૂ. ૧-૪ માં)
सूत्रम्- जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥१-४॥ અર્થ- જીવ-અજીવ-આથવ-બન્ધ-સંવર-નિર્જરા અને મોક્ષ (એ સાત) તે તત્ત્વ છે.
भाष्यम्- जीवा अजीवा आम्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थस्तत्त्वम् । एते वा सप्त पदार्थास्तत्त्वानि । ताँल्लक्षणतो विधानतश्च पुरस्ताद्विस्तरेणोपदेक्ष्यामः ॥४॥ અર્થ- જીવ, અજીવ, આશ્રવ, બન્ધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ પ્રમાણે સાત પ્રકારના પદાર્થો તત્વ' છે. અથવા આ સાતે ય પદાર્થો તત્વ છે તેનું લક્ષણથી અને ભેદ-પ્રભેદ (૪ = પ્રભેદ)થી વિસ્તારપૂર્વક આગળ કહીશું. ૪
सूत्रम्- नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ॥१-५॥ અર્થ- નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી તેનો (જીવાદિ તત્ત્વોનો) ન્યાસ = વિરચના (વિભાગ, નિક્ષેપો) થાય છે.
भाष्यम्- एभिर्नामादिभिश्चतुर्भिरनुयोगद्वारैस्तेषां जीवादीनां तत्त्वानां न्यासो भवति । विस्तरेण
(1) (અ) તત્વો નવ પણ છે. પરંતુ તે નવમાંના પુણ્ય અને પાપનો સમાવેશ થવામાં કરીને અહીં સાતની વિરક્ષા કરી છે.
(બ) સૂત્રમાં તત્વ શબ્દ એકવચનમાં વાપરવાનું કારણ જાતિવાચક તરીકેનું જણાય છે. જેમ ઘઉં-બાજરી ઘણાં હોવા છતાં ઘઉઓ કે બાજરીઓ ન કહેતા ઘઉં-બાજરી જ કહેવાય છે. તેમ... (પૂ૦ સાગરજી મ.)
કાજમાં તત્વ શબ્દ એ નામના પુણ્ય અને પાપનો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org