________________
ઘણા અર્થોના સંગ્રહવાળા છતાં તત્વાર્થાધિગમ નામના જિનેશ્વરના વચનોના એક ' અંશરૂપ આ નાના ગ્રંથનું શિષ્યોના હિતને માટે વિવરણ (ભાષ્ય) કરવાનો છું. (૨૨).
જિનવચનરૂપી સમુદ્રની વિશાળતાનો પાર પામવાની અશક્યતા
महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थभाष्यपारस्य । વક શરૂઃ પ્રત્યા વિનવવનમતિ વતુ? રરૂા. शिरसा गिरि बिभित्सेदुञ्चिक्षिप्सेच्च स क्षितिं दोभ्या॑म् । प्रतितीर्षेच्च समुद्रं मित्सेच्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योम्नीन्दं चक्रमिषेन्मेरुगिरि पाणिनां चिकम्पयिषेत् । गत्याऽनिलं जिगीषेच्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्योतकप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । योऽतिमहाग्रन्थार्थं जिनवचनं संजिघृक्षेत ॥२६॥
ગ્રન્થો અને ભાખ્યોવડે પણ જેનો તાગ મેળવવો મુશ્કેલ છે, એવા અત્યન્ત મહાવિષયોથી ભરપૂર જિનવચનોરૂપી મહાન સમુદ્રનો તાગ લાવવાને કોણ સમર્થ છે.? (૨૩)
અત્યન્ત મહાન ગ્રન્થો અને અર્થોથી ભરેલા શ્રી જિનવચનનો ટુંકામાં સંગ્રહ કરી લેવાની જે ઈચ્છા રાખે છે તે અજ્ઞાન થી–
-મસ્તક વડે પર્વતને તોડવાની ધારણા રાખે છે, બે હાથ વડે પૃથ્વીને ઉછાળવા માંગે છે,
સમુદ્રને બે હાથે તરી જવા અને દાભની અણીથી માપી લેવા ધારે છે, આકાશમાં ચંદ્રનીયે પેલે પાર કદી જવા ઈચ્છે છે, એક હાથે મેરુ ચલાયમાન કરવા માંગે છે, ગતિથી પવનને હરાવવા ઈચ્છે છે, સ્વયંભૂરમણ સમુદ્ર આખોય પી જવા માગે છે. અને આગીયા જીવડાના પ્રકાશથી સૂર્યને ઝાંખો પાડવા (હરાવવા) ઈચ્છે છે. નાના સંગ્રહથી પણ ઘણો લાભ–
एकमपि तु जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥२७॥
21
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org