________________
એક સામાયિક માત્ર પદથી અનંત જીવો મોક્ષમાં ગયા છે એવું (શાસ્ત્રમાં) સાંભળીએ છીએ. તેથી શ્રી જિનવચનોમાંના એક પણ પદથી નિર્વાહ ચાલી શકે છે એટલે કે જોઈએ તેવો લાભ મળી શકે છે. (૨૭)
શ્રી જિનવચન શ્રેયસ્કર
तस्मात्तत्प्रामाण्यात् समासतो व्यासतश्च जिनवचनम्। श्रेय इति निर्विचारं ग्राह्यं धार्य च वाच्यं च ॥२८॥
તેથી અને તે પ્રમાણથી ટૂંકામાં હોય કે વિસ્તાર પૂર્વક હોય, પરંતુ શ્રી જિનવચન તો શ્રેયસ્કર જ છે માટે જ તે વગર વિચાર્યે જ સાંભળવું, ધારવું અને સંભળાવવું. (૨૮)
ઉપદેશ દેનારને એકાન્ત લાભ
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥
હિતકારી વચનો સાંભળવાથી દરેક સાંભળનારાઓને એકાંતે “ધર્મ થાય જ' એવું નથી, પરતું ઉપકારક બુદ્ધિથી સંભળાવનાર વકતાને તો એકાંતે ધર્મ થાય છે. (૨૯)
श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेय: सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥
नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति कृत्स्नेऽस्मिन् । . તાત્પમિત્ર (૫૫) ખેતિ મોક્ષમા પ્રવક્ષ્યામિ રૂશા
માટે પોતાને પડતી મહેનતનો જરા પણ વિચાર કર્યા વિના, શ્રેયનો- કલ્યાણમાર્ગનો હંમેશા ઉપદેશ આપવો જ જોઈએ. કેમ કે હિતોપદેશ દાતા પોતાને અને બીજાને ઉપકારી થાય જ છે. (૩૦)
આ સમસ્ત જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશ સિવાય બીજો કોઈ હિતોપદેશ છે જ નહિ, તેથી શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને જ હું કહીશ (૩૧)
..
22
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org