________________
જાતે જ તત્વબોધ પામ્યા અને એ અતુલ સ્થિર પરાક્રમી પુરુષ પ્રાણીઓનું હિત કરવા માટે તૈયાર થયા. તેથી ઈન્દોએ અને લોકાતિકદેવોએ તેઓના (આ) સુંદર પરાક્રમની ઘણીજ પ્રશંસા કરી હતી. (૧૪)
(પહેલા તો) તે બુદ્ધિશાળી મહાત્માએ જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણથી પીડાતા સંસારને અશરણ અને સારવિનાનો જાણીને વિશાળ રાજયનો ત્યાગ કર્યો. અને શાંતિને માટે પ્રવજ્યા સ્વીકારી. (૧૫)
અશુભને શાંત કરનારો, મોક્ષના સાધનભૂત એવો શ્રમણ વેશ સ્વીકારી, તેમણે વિધિપૂર્વક વ્રત લઈ સામાયિક કર્યું. (૧૬)
ત્યારબાદ-સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, સંવર, તપ અને સમાધિના બળથી યુકત થઈ મોહનીય વગેરે ચાર અશુભ (ઘાતી) કર્મોનો નાશ કરીને (૧૭)
અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી તે વિભુ (સર્વજ્ઞ) પરમાત્મા પોતે કૃતાર્થ થયા છતાં (ભવ્ય) લોકોના હિતને માટે બે પ્રકારનું અનેક પ્રકારનું, બાર પ્રકારનું, મહાવિષયોવાળું માપવગરના શેયો થી ભરપૂર, સંસાર સમુદ્ધથી પાર લઈ જવાને અને દુ:ખના નાશ કરવાને સમર્થ બીજા સર્વપ્રકાશ જેમ સૂર્યને ઝાંખો પાડી શક્તા નથી તેમ ગ્રન્થો અને અર્થની વાચનાઓમાં ચતુર અને સતત પ્રયત્નશીલ એવા બુદ્ધિશાળી અન્યવાદીઓથી જે હરાવી શકાતું નથી એવા આ તીર્થનો તેમણે ઉપદેશ આપ્યો હતો. (૧૮, ૧૯, ૨૦)
મંગલાચરણ, વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન
कृत्वा त्रिकरणशुद्धं तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते वीराय विलीनमोहाय ॥२१॥ तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थं संग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममहद्वचनैकदेशस्य ॥२२॥
નિર્મોહી અને પૂજ્યતમ તે પરમર્ષિ વીર ભગવાનને મન, વચન અને કાયા એ ત્રણેય કરણો વડે શુદ્ધિપૂર્વક નમસ્કાર કરીને (૨૧)
20.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org