________________
સભાખ્ય-ભાષાંતર
+ અન્તયકારિકા +
(ઘાતકર્મનાશનો ક્રમ)
एवं तत्त्वपरिज्ञानाद्विरक्तस्यात्मनो भृशम्। निराम्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥१॥
એ પ્રમાણે તત્ત્વજ્ઞાન થવાથી વૈરાગી આત્મા તદ્દન આશ્રવરહિત થવાથી તેના નવા કર્મોની પરંપરા (બન્ધ) અટકે છે. (૧)
पूर्वार्जितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः। संसारबीजं कात्स्न्र्ये न, मोहनीयं प्रहीयते ॥२॥
પૂર્વે કહેલા ક્ષયના હેતુઓ વડે પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરતા આત્માનું સંસારના બીજરૂપ મોહનીય કર્મ સંપૂર્ણ નાશ પામે છે. (૨)
ततोऽन्तरायज्ञानघ्नदर्शनघ्नान्यनन्तरम् । प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषतः ॥३॥
ત્યારબાદ અંતરાય-જ્ઞાનવરણીય-દર્શનાવરણીય એ ત્રણે ય ક સંપૂર્ણ એકસાથે નાશ પામે છે. (૩)
ધાતીકર્મ નાશ થવાનું કારણ
गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्म क्षयं याति, मोहनीये क्षयं गते ॥४॥
જેમ ગર્ભમાં રહેલી સોય (મધ્યમાં રહેલું તંતુ) નાશ પામે છે ત્યારે તાડનું વૃક્ષ નાશ પામે છે. તેમ મોહનીયકર્મનો ક્ષય થયે છતે શેષ કર્મો પણ નાશ પામે છે. (૪)
(ઘાત કર્મનો નાશ થવાથી શું થાય તે)
ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ॥५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org